________________
૨ ૦ ૦
तउ पणट्ठियसिरोवेयणेण राइणा अहिययरं परितुढेण सूरिणो विउलेणं असणाइणा पडिलाभिया । अणुदियहं च दंसणभत्तीए समुज्जुओ जाओ। एवमणेगसो राया सूरिगुणावज्जियमाणसो संयुत्तो त्ति । एत्थऽन्ने पाडलिपुत्ते नयरे मुरंडो नाम राया. सालिवाहणाउ विभिन्नो होत्थ त्ति भणंति । एवं बहुहा पवयणुन्नई विहेऊण कुन्देन्दुधवलजसेण तिहुयणं धवलीऊण दीहपज्जायं परिपालिऊण बहुविहे य सिस्से वायणाइणा निप्फाइऊण चूडामणिमाइनिमित्तसत्थाईहिं निययाउयपमाणं जाणिऊण संघसमक्खं आराहणापुव्वयं कालमासे कालं काऊण सूरि देवलोगं गउ त्ति । पसंगेण सव्वमेव भणियं । एत्थ पुणो रन्नो सिरोवेयणोवसमे भत्तपाणाइणा पडिलाभणमेत्तसरूवेण मंतपिंडेण चेव पगयं । રાજાની શિરોવેદના નાશ થઈ.
શિરોવેદના નાશ થવાથી અધિકતર ખુશ થયેલા રાજાએ વિપુલ પ્રમાણમાં અશનાદિ વહોરાવ્યા. તથા રોજે રોજ દર્શનભક્તિ, દર્શન = શાસન, એટલે કે શાસનની ભક્તિ = શાસનની પ્રભાવનામાં સમુદ્યુક્ત થયો. આરીતે રાજા અનેકપ્રકારે સૂરિના ગુણથી આવર્જિતમનવાળો થયો.
જેમ વિક્રમાદિત્યે પૂ. સિદ્ધસેનદિવાકરસૂરિજીને સુવર્ણમુદ્રાઓ ભેટ ધરી અને સૂરિજીએ તે મુદ્રાઓનો જીર્ણોદ્ધારાદિમાં ઉપયોગ કરાવ્યો. તે જ અર્થમાં અહીં પણ સમજવું કે મુરુડ રાજાએ અશનાદિ સૂરિજીને ધર્યા અને સૂરિજીએ તે અશનાદિનો યથાયોગ્ય ઉપયોગ કરાવ્યો. | મુસંડરાજાના વિષયમાં કેટલાંક એમ કહે છે કે, પાટલીપુત્ર નગરમાં જે મુસંડ નામે રાજા હતો, તે શાલિવાહનરાજા કરતાં જુદા હતો.
આ રીતે અનેક પ્રકારે પ્રવચનની ઉન્નતિ કરીને કુન્દપુષ્ય અને ચન્દ્રતુલ્ય ધોળા = ઉવલ યશથી ત્રણેલોકને ઉજ્જવળ કરીને, દીર્ઘ ચારિત્રપર્યાય પાળીને અનેક પ્રકારે શિષ્યોને વાચના વગેરે દ્વારા તૈયાર કરીને, ચૂડામણિ વગેરે નિમિત્તશાસ્ત્રો દ્વારા પોતાના આયુષ્યનું પ્રમાણ જાણીને સંઘ સમક્ષ આરાધનાકરવાપૂર્વક આયુષ્ય પૂર્ણ થયે કોલ કરીને સૂરિજી દેવલોકમાં ગયા.
પ્રસંગને પામીને આ બધી સૂરિજીની વાતો = જીવનવૃતાંત સવિસ્તાર કહી.
જોકે પ્રસ્તુત પ્રકરણમાં તો શિરોવેદના દૂર થતાં રાજાએ જે ભક્ત-પાણી વગેરે વહોરાવ્યા, એ સ્વરૂપ મંત્રપિચ્છનું જ પ્રયોજન છે. તાત્પર્યાર્થ એ છે કે, અહીં મુરુડ રાજા તો પ્રથમથી જ સૂરિજીના ભક્ત હતા. તેમજ સૂરિજીએ પિણ્ડ-લાભ માટે મંત્ર પ્રયોગ કર્યો હતો. પરન્તુ સૂરિજીએ રાજા શાસનપ્રભાવના કરશે એવા શુભ આશયથી જે “મન્નપ્રયોગ કર્યો, એનાથી રાજા ખુશ થઈને જે રીતે સૂરિજીને ભક્તાદિ પડિલાભ્યા' એ વાતજ અત્રે મન્ત્રપિચ્છમાં લેવાની છે. અર્થાત્ સૂરિજી જેવા કોઈપણ જાતના શુદ્ધાશય વિના માત્ર આહાર આદિની લાલસાથી મન્નપ્રયોગ દ્વારા આહારાદિ મેળવે તેને મન્ત્રપિચ્છ કહેવાય છે.
પ્રિભુવીરના શાસનકાળના સાધુઓને રાજપિણ્ડ કલ્યું નહિ. છતાં અહીં રાજાએ સૂરિજીને અનાદિ પડિલાવ્યાની વાત આવી છે. તેમાં સમાધાન આ જાણવું કે રાજા દ્વારા સવિશેષ શાસનપ્રભાવના કરાવવાના હેતુથી સૂરિજીએ એ અપવાદે લીધું હશે એવી કોક શક્યતા હોઈ શકે. તિ પૂજ્ય નવોષસૂરી: ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org