SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ २९८ नियकम्मविवरदाणाउ तस्सेव समीवे सावगधम्मं पवन्नो । 3 राजसभायां मदनभावितसूत्रछेदशोधने, समवर्तुलदंडमूलज्ञापने, जतुभावित-समुद्गकसंधिज्ञापने ___ सूरेनिपुणत्वं प्रान्ते सूरिकृततुम्बिस्यूतसंधिज्ञानार्थपरीक्षा ॥ अन्नया य केणइ वियड्ढेण सालिवाहणस्स रण्णो बीयनामेणं मुरुडनामस्स सभाए मयणोदयभावियं सुत्तं समप्पियं तस्स छेहो लहेयव्यो । न य सो केणावि लद्धो तउ रन्ना पालित्तयसूरी आहूओ, तं सुत्तं दरिसियं, तेण उण्होदगमज्झे तं पक्खित्तं । तउ निम्मयणत्तणउ तस्स सो छेओ लखो। तउ समवट्टलदंडो मूलजाणणत्थं तस्स नरवइणो सम्मप्पिओ। न य मूलं तस्स केणावि णायं सूरिणा पुण सो नीरमझे तराविओ। मणयं एगदिसाए सो नमिओ, ततो तेण तस्संतमूलं कहियं । पुणरवि समुग्गओ जउघोलिओ तस्स समप्पिओ जस्स ढक्कणयसंतिया संधी गुव्विलत्तणउ न नज्जइ। सो उण्होदए सूरिणा छूढो। तउ वियलिया जउकूणयसंतिया संधी, या तेण नियमइमाहप्पेण पयंसिया। तउ सूरिणा तम्मइपरिक्खणत्थं तुंबयं फाडेऊण मज्झे रयणाई पक्खिविय मट्ठाए सीवणीए तं सीवित्ता रन्नो दंसियं । भणिओ य राया इमस्स संधिं को वि जाणेउ त्ति । = ગ્રન્થિભેદ થવાથી સમકિત પામ્યો અને સૂરિજીની પાસે એણે શ્રાવકધર્મને = દેશવિરતિ ધર્મને સ્વીકાર્યો. • રાજ્યસભામાં મીણ પાયેલ હીરાનો છેદ શોધવા વિશે, સમગોળ લાકડીનું મૂળ શોધવા વિશે, લાખથી જડેલ દાબડાનો જોડાણનો ભાગ જાણવા વિશે સૂરિજીની નિપુણતા, છેલ્લે સૂરિજીએ ઝીણી સીવણીથી સીવેલ તુંબડાના જોડાણને જાણવા વિશે કરેલી પરીક્ષા , વળી એકવાર કોક વિદ્વાને, “મુરુડ' એવું બીજું નામ ધરનાર સાલિવાહન રાજાની સભામાં મીણપાયેલ સૂત્ર = દોરો રાજાને આપ્યો અને કહ્યું કે “આનો છેડો ક્યાં છે ? તે શોધી આપો.” દોરાનો છેડો કોઈનાવડે પણ પામી શકાયો નહિ. એટલે રાજાએ પાદલિપ્તસૂરિજીને બોલાવી તે દોરો દેખાડ્યો. સૂરિજીએ એને ગરમ પાણીમાં નાંખો. મીણ બધું ઓગળી જવાથી એનો છેડો મળી આવ્યો. બીજીવાર સમગોળ લાકડીનું મૂળ જાણવા માટે પેલા વિદ્વાને કે બીજા કોકે સમગોળ લાકડી રાજાને આપી. તેનું પણ મૂળ જાણવા કોઈ સમર્થ ન બન્યું ત્યારે સૂરિજીએ એને પાણીમાં તરતી મૂકી. એક દિશા તરફ એ લાકડી થોડી નમી એટલે એનાથી તેનું મૂળ સૂરિજીએ કહી બતાવ્યું. ત્રીજીવાર પણ લાખથી જડેલ દાબડો સૂરિજીને સમર્મો કે જેના ઢાંકણાનો સંધિ = જોડાણ ભાગ ગુપ્તતાના કારણે કોઈનાવડે પણ જણાતો ન હતો. સૂરિજીએ તે દાબડાને ગરમ પાણીમાં નાંખ્યો. તેનાથી લાખથી પૂરેલો ખૂણો ઓગળી ગયો. સૂરિજીએ પોતાની મતિના મહાભ્યથી તે સંધિનો ભાગ દર્શાવ્યો. છેલ્લે એકવાર સૂરિજીએ તે વિદ્વાનની મતિ-પરીક્ષા કરવા માટે તુંબડાને ફાડીને તેમાં રત્નો ભરી તેને અંદરની ઝીણી સીવણીથી સીવીને કે જે દેખાય પણ નહિ. અથવા એવી કોક પદ્ધતિથી બન્ને ભાગને જોડે કે જે જોડાણ દેખાય નહિ. [પ્રાયઃ સીવવાનો અર્થ જોડવાના અર્થમાં પણ લઈ શકાય છે.] એ રાજાને બતાવ્યું અને પૂછ્યું “આની સંધિનો ભાગ કોઈ જાણી શકે ખરો ?.” પંડિત લોકોએ એને જોયું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy