________________
२९६
विउसेहिं एवं कयं ति। तत्थ वट्टयवट्टलागारतुल्लं नयरमेयं । तं च घयतुल्लेण पंडियजणेण परिपुन्नं । तउ जहा एत्थ वट्टए अन्नस्स वत्थुस्स कस्सइ अवगासो नत्थि तहा विउसजणपुन्ने एयमि नयरे तुज्झवि नो भविस्सइ, तउ दायगपडिदायणत्थं सुभरेवि एयंमि सूरितुल्लो विउसो नियमुहसंवेहगाइगुणत्तणाउ संमाइ त्ति चिंतिऊण सूरिणा साहुसयासाउ सूई सुहुमतरिमभिगहिय तम्मज्झे धारिणिविज्जाए तं ठविऊण सो नरो वुत्तो। तेसिं विऊसाणं गंतूण एयं दंससुत्ति तेणावि तहट्ठियं नेऊण निवपुरउ तं मुक्कं, ततो मज्झे तं सूई दटुं विहप्फई नियमणे विसण्णो अहो ! महामइमं एसो त्ति । तउ रन्ना नियनयरे पमुइएण महया वित्थडेण सो सूरी पवेसिओ। सपरिजणेण य रन्ना विसिट्ठपडिवत्ति(उ) संमाणिओ। # राजसभायां सूरिकथिता 'तरङ्गवति' कथा, पञ्चालकृतचौर्याऽऽक्षेपः सूरिकृतकूटमरणोपायश्च ॥
निसुया य बहुमाणपुव्वं पालित्तयसूरिविरइया बहुकव्वरससंकिन्ना तरंगवइया कहा, विम्हिओ य तीए सवणेण सव्वो विउसयणो राया य । एत्यंतरे मच्छरवसा अवधारमासंपन्नो मइमं पंचालनामा विउसो जंपिउमारद्धो। देव ! इयं कहा अणेण सूरिणा अन्नेहि य मम कव्वाउ य चोरिय त्ति । ભરેલ એ વાટકામાં પણ સૂરિજીતુલ્ય વિદ્વાન, પોતાના મુખના સંવેધકપણું = હાજર જવાબીપણું વગેરે ગુણ થકી સમાઈ જશે' એમ વિચારીને = એવું જણાવવા સૂરિજીએ સાધુ પાસેથી અત્યંત ઝીણી સોંય લઈને ધારિણીવિદ્યાથી વાટકાની મધ્યમાં તેને સ્થાપિને હીરકને કહ્યું “જઈને તે વિદ્વાનને બતાવજે.” તેણે પણ સોયથી યુક્ત તે વાટકો તે જ રીતે લઈ જઈને રાજાની આગળ મૂક્યો. વાટકાની મધ્યમાં સોય જોઈને બૃહસ્પતિ પોતાના મનમાં વિષાદ પામ્યો કે “અહો ! આ તો મહાબુદ્ધિશાળી છે.” ત્યારબાદ આનંદિત થયેલ રાજાએ મોટા આડંબર સાથે સૂરિજીનો નગરપ્રવેશ કરાવ્યો. સપરિવાર રાજાએ સૂરિજીનું વિશિષ્ટભક્તિથી સન્માન કર્યું. • રાજસભામાં સૂરિજીએ કહેલી તરંગવતી કથા, પંચાલપંડિતનો એ કથા
ઉઠાંતર કર્યોનો આક્ષેપ, સૂરિજીએ કરેલ ફૂટમરણનો ઉપાય છે અન્યદા રાજદરબારમાં પાદલિપ્તસૂરિ વિરચિત ઘણાં કાવ્ય-રસોથી યુક્ત ‘તરંગવતી’ કથા સૂરિજીના શ્રીમુખે કહેવાઈ. બહુમાનપૂર્વક તેના શ્રવણથી રાજા અને બધા વિદ્વાનજનો વિસ્મિત થયા. એ વખતે, ઈર્ષાને વશ થઈ સાંભળેલું અવધારણ કરવામાં કુશળ મતિમાન પંચાલ નામનો વિદ્વાન કહેવા લાગ્યો “હે દેવ ! આ કથા તો મારા અન્ય કાવ્યમાંથી આ સૂરિજીએ ચોરી લીધેલી છે.” રાજાએ પૂછયું “આની ખાતરી શી ?.” ત્યારે પંચાલે પોતાની યુક્તિથી રાજા વગેરે લોકોનો વિશ્વાસ કરાવવા અનેક ભાવો દ્વારા તરંગવતીકથા કહી સંભળાવી. આ જોઈને શ્રીસંઘ થોડો લજ્જિત બન્યો. પિંચાલે તરંગવતી કથા કહી બતાવી ખરી પરન્તુ એટલા માત્રથી એની વાત નિશ્ચયપણે સાચી ઠરતી નથી. એટલે એ વાત અનિશ્ચિત બને છે. અને જે વાત અનિશ્ચિત હોય એમાં વધુ અપમાન થવાની વાત રહેતી નથી. માટે શ્રીસંઘ મળવું = મનવં = કાંઈક લજ્જા પામ્યો એવું કહેવામાં આવ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org