SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ २८७ डिंभेहि समं रमिउं लग्गो । एत्थन्तरं अच्चब्भुयगुणपसरं तस्स सोऊण कुओ वि ठाणाउ तस्स वंदणत्थं के वि सावया अप्पुव्वा आगया तेहिं ते डिंभा पुट्ठा जहा भो कत्थ पालित्तसूरिस्स वसहि त्ति । तेण य ते विन्नाया जहा एए सावयत्ति । तउ तेसिं सूरिणा भमाडेणं वसहीमग्गो कहिओ । जाव ते आगच्छंति तावप्पणा आसन्नमग्गेण गंतूण आयारं संवरिऊण निययासणे उवविट्ठो । तउ समागया ते सड्ढा । बंदिऊण सूरिं पूच्छिय सुहविहाराई विहियचित्ता विन्नाय तच्चेट्ठा तप्पुरओ उवविट्ठा। चिंतियं च तेहिं कहं तं डिम्भचरियं कहं च एरिसं पहुत्तणं ति । एयं तेसिं सूरिणा भावं नेऊण (नाऊण ?) भणिया ते भो एयं बालत्तणचेट्ठियं न कोट्ठए छोढुं पारिज्जइ । चंचलं च चित्तं जीवाणं, कीसण्णहा परिणयवयाणवि तुम्हाणं सया निक्कलंको नियओ धम्मो एसो न निव्वहइ । ता मा एयं चोज्जं मन्नह त्ति । तउ ते, उवलक्खिओ सूरीहि अम्ह भावो त्ति, हिट्ठमणा केच्चिरं कालं तं पज्जुवासिऊण सट्ठाणं गया । જોઈને બાળપણનાં લીધે બાળસૂરિજીને પણ રમવાની ઈચ્છા થઈ. ઓધાને કેડ પર છૂપાવીને વસતિની બાજુમાં રમી રહેલા બાળકો જોડે રમવા લાગ્યા. તે દરમ્યાન બાળસૂરિજીના આશ્ચર્યભૂત ગુણનો પ્રસર સાંભળીને કોક સ્થાનેથી તેઓશ્રીના વંદનાર્થે આવેલા કેટલાક અપૂર્વ-અપરિચિત શ્રાવકોએ બાળકોને પૂછ્યું “અરે, ઓ ! પાદલિપ્તસૂરિજીની વસતિ ક્યાં છે ?.' બાળસૂરિજીએ જાણી લીધું કે આ શ્રાવકો છે. તેથી બાળસૂરિજીએ તે શ્રાવકોને ભમીને જવાતો લાંબોમાર્ગ બતાવ્યો. શ્રાવકો તે માર્ગે વસતિમાં પ્રવેશે તે પૂર્વે પોતે ટૂંકામાર્ગથી વસતિમાં પહોંચી ગયા. પોતાનો આકાર સંતાડી એટલે કે બાળકો સાથે મતીવેળાએ જે કાંઈ કપડાઓની ગોઠવણ કરેલી તે બધું સંકેલીને, પૂર્વવત્ રમવા જતાં પૂર્વે જેવું હતું તેવું સ્વરૂપ કરીને પોતાના આસને બેસી ગયા. એટલામાં તે શ્રાવકો આવ્યા. વંદન કરીને સૂરિજીને ‘સુખપૂર્વક વિહારાદિ થયા ?' વગેરે સુખશાતા પૂછી. શ્રાવકો સૂરિજીની બાળચેષ્ટા ઓળખી ગયા. અર્થાત્ “પેલા છોકરાઓ સાથે રમનાર આ જ સૂરિજી હતા” એ રીતે ઓળખી ગયા. એટલે, ‘અરે ! સૂરિજી બાળકો સાથે રમે છે ?' એવા કોક સંભવિત આશયથી વિસ્મિતચિત્તવાળા તેઓ બાળસૂરિજીની સન્મુખ બેઠા. વિચારવા લાગ્યા કે ‘ક્યાં તે બાળકચરિત્ર ? અને ક્યાં આવું પ્રભુત્વપણું ?.' શ્રાવકોનો આવો ભાવ બાળસૂરિજીએ જાણી લીધો. તેઓને કહ્યું ‘ઓ શ્રાવકો ! આ બાળપણાની ચેષ્ટા કાંઈ કોઠીમાં છૂપાવી શકાતી નથી, એ તો પોતાનો ભાવ ભજવે જ, જીવોનું ચિત્ત ચંચળ હોય છે. કારણ કે જો એમ ન હોય તો તમારા જેવા પરિણતવયવાળા પીઢશ્રાવકો પણ સદા નિષ્કલંક એવા પોતાના ધર્મનો નિર્વાહ કેમ કરી શકતા નથી ?' ભાવાર્થ આ છે કે, મોટી ઉંમરના થવા છતાં ચિત્ત ચંચળ હોવાથી ધર્મપાલનમાં સ્થિર બની શકતા નથી. તો નાનીવયે સૂરિપદ પામ્યા હોય, એટલે ક્યારેક બાળપણાને લીધે રમવામાં લાગી જાય એ બનવા જોગ છે. એટલા માત્રથી કાંઈ એઓની કિંમત ઓછી નથી થઈ જતી. પરન્તુ જીવોનું મન ચંચળ હોવાથી એ બની શકે છે. માટે, રમવાની બાબત ને કાંઈ ગુનો ન માનશો.” ‘બાળસૂરિજીએ આપણો ભાવ જાણી લીધો છે.' એમ શ્રાવકો સમજી ગયા. સૂરિજીની વાણીથી આનંદિતમનવાળા તેઓ કેટલોક કાળ બાળ સૂરિજીની પર્યુપાસના કરીને સ્વસ્થાને ગયા. Jain Education International For Private & Personal Use Only = www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy