SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ २८३ अम्हे चिरजीवियं करिस्सामो । ततो सा एवं होउ त्ति भणिऊण नियगेहे गया, सेट्ठिणो य तं सव्वं સાહિત્ય * आचार्यपादलिप्तसूरिवृत्तान्ते, माताप्रतिमाया गर्भधारणं पुत्रस्य जन्म च तउतीए चेव रयणीए रयणमओ नागो सुमिणे पविस्संतो मुहे दिट्ठो । पडिबुद्धाए य सो सुमिणो दइयस्स साहिओ तेण वृत्तं गुणप्पवरो पिए ! तुह पुत्तो होही गब्भे य परिवड्डमाणे इमो दोहलो तीए जाओ जहा जइ हं, ससणिद्धसेलकाणणाइट्ठाणे सुबहुं दीणाणाहाइयाणं दाणं देमि त्ति। सेट्ठिणो य तीए कहिओ, तेण य सविसेसतरो सो पुरीओ । तउ नियसमए सव्वंगलक्खणोववेयं पुत्तं पडिमा पसूया । सेट्ठिणा अ वद्धावणाइयं कारियं । तउ मासे संपन्ने सुमिणाणुसारेण जहा एयम्मि गब्भगए सुमिणो नागो दिट्ठो तम्हा एसो नागिंदोत्ति तस्स नामं कयं । तउ सूरीवसही नेंऊण इमं सीसं गिण्हत्ति भणिऊण सो तेसिं समप्पिओ तउ तं सव्वलक्खणगुणोववेयं दण त्तं सूरीहिं । जहा एस जुगप्पहाणो पवयणपुरिसो होहित्ति । ता तुब्भेहिं एस महाजत्तेण रक्खेयव्वो जाव अट्ठवरिसो होइ त्ति । तेहिं तहेव तं सव्वं कयंति । तं च पइदिणं साहुवसहीए माया नेइ । पढ़ते गुणते य साहुणो निसुणेइ अवधारेइ य । इउ य सा पडिमा अन्नेवि बहुपुते सव्वलक्खणधरे હોય તો અમે એને ચિર-જીવિત લાંબોજીવનાર કરીશું.' પ્રતિમાએ ‘ભલે એમ થાઓ' એમ કહીને પોતાના ઘરે ગઈ અને પોતાના શ્રેષ્ઠીને (પતિને) બધી વાત કરી. • આચાર્ય પાદલિપ્તસૂરિના વૃત્તાન્તમાં માતા પ્રતિમાને ગર્ભધારણ અને પુત્રજન્મ • પ્રતિમાએ તે જ રાત્રિએ રત્નમય નાગને પોતાના મોઢામાં પ્રવેશ કરતો સ્વપ્રમાં જોયો. સ્વપ્ર જોઈ ઉઠીને પ્રતિમાએ સ્વ×ની વાત પોતાના સ્વામીને કરી. પતિએ કહ્યું ‘હે પ્રિયા ! ગુણથી શ્રેષ્ઠ એવો તને પુત્ર થશે.’ વધતાં ગર્ભના પ્રભાવે પ્રતિમાને દોહલો ઉત્પન્ન થયો કે ‘એકદમ લીલાછમ પર્વતકાનન (= જેમાં જંગલી પશુ-પક્ષીઓ વધારે હોય પણ વનસ્પતિની ઓછાશ હોય) વગેરે સ્થાનોમાં દીન-અનાથ વગેરેને હું ઘણું ઘણું દાન આપું.' આ દોહલાને તેણે શ્રેષ્ઠીને જણાવ્યો. શ્રેષ્ઠીએ તે દોહલાને સવિશેષ રૂપે પૂર્ણ કર્યો.. પછી ગર્ભકાળ પૂરો થયે પ્રતિમાએ સર્વાંગલક્ષણથી યુક્ત પુત્રને જન્મ આપ્યો. શ્રેષ્ઠીએ વધુપણ = વધામણાં-પુત્રજન્મમહોત્સવ કર્યો. પુત્ર જ્યારે એકમાસનો થયો ત્યારે ‘આ ગર્ભમાં આવ્યો ત્યારે સ્વપ્રમાં નાગ જોયો' આ પ્રમાણેના સ્વપ્ર-અનુસારે ‘આ નાગેન્દ્ર છે’ એમ એનું નામ પાડ્યું. સૂરિજીની વસતિમાં નાના નાગેન્દ્રને લઈ જઈ ‘આ શિષ્યને ગ્રહણ કરો' એમ કહીને સૂરિજીને નાગેન્દ્ર સમર્પો. સર્વલક્ષણ અને ગુણોથી યુક્ત બાલુડાને જોઈને સૂરિજીએ કહ્યું ‘આ યુગપ્રધાન પ્રવચનપુરુષ થશે. એટલે ૮ વર્ષનો થાય ત્યાંસુધી તમારે એને મહાપ્રયત્નપૂર્વક = અત્યંતકાળજી પૂર્વક સાચવવો = એનું રક્ષણ કરવું. તેઓએ = ફુલ્લશ્રેષ્ઠી અને પ્રતિમાએ એજ પ્રમાણે કર્યું. તે બાલુડાને માતા પ્રતિમા રોજ સાધુવસતિમાં લઈ જાય છે. બાળક તે વખતે ભણતાં-ગણતાં સાધુઓને સાંભળે છે અને તેનું અવધારણ કરે છે. Jain Education International = For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy