SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ २७८ कस्मिंश्चिद् गृहे प्रविशति, ततः काञ्चिन्निजमात्रादिसमानामृज्ची दात्रीमवेक्ष्याहारादिलम्पटतया मातृत्वादिघटनार्थं मातृस्थानेनाधृतिपूर्वकं गलदश्रूणी लोचने कर्तुमारभते ततस्तया किं त्वमीदृशो दृश्यसे इति पृष्टः सन् सम्बन्धघटनार्थं सगद्गदं वदति यथा मम त्वत्सदृशी मात्राद्याऽभूदिति । तत्र यदि स्वयं तरुणो दात्री तु मध्य(म)वया वृद्धा वा तदा ममेदृशी माता श्वश्रूर्वाऽस्ति स्मेति जल्पति यदि च स्वयं सा च समानवयास्तदा ममेदृशी स्वसा भार्या वा बभूवेति वदति, यदि च स्वयं मध्यमवयाः सा तु तरुणी तदा ममेदृशी पुत्र्यभूदिति भाषते । यदि स्वयं वृद्धः सा च तरुणी बाला वा तदा ममेदृशी दौहित्री पौत्रिकादिर्वासीदिति जल्पति । तदत्र संस्तवकरणेनोपार्जितः पिण्डः संस्तवपिण्ड इत्युच्यते। म तदनुगुणसंबंधकरणे दोषाः ॥ - इहापि च मायामृषावादादयो दोषा वाच्याः। तथा परस्परं स्नेहवृद्धिवशात् मृतपुत्रस्य स्थाने अयमपि स्यादित्यभिप्रायेण मातृभावप्रतिपन्ना दात्री तस्मै विधवानिजवधूमन्यां दास्यादिकां (वा) कदाचिद्दद्यादिति भद्रकदात्री प्रति दोषः। यदि च प्रत्यनीका सा स्यात्तदाऽयं कार्पटिकप्रायोप्यस्मान् જો સાસુ-સસરા વગેરે સ્વજનતરીકેના સંબંધ જોડવા રૂપે હોય તો પશ્ચાત્ સંબંધિ-સંતવ કહેવાય છે. એવું અનુસંધાન જાણી લેવું. “તનુા' સંબંધ કોણ કરે? તે કહે છે, “ન' = “તિ' = સાધુ “તનુ' સંબંધ શી રીતે કરે ? તે જણાવે છે. જેમકે, ભિક્ષાવગેરે માટે કોક સાધુ કોક ઘરમાં પ્રવેશે છે. ત્યાં પોતાની માતા વગેરેને સમાન એવી ઋજુ કોક દાત્રીને આહારાદિની લંપટતાથી માતાપણું ઘટાવવા માટે માયાપૂર્વક અધીરતાથી પોતાની બન્ને આંખોને રડતી કરે = આંખોમાં કપટથી આંસુ લાવે. એ દેખીને પેલી દાત્રી પૂછે “તમો કેમ આવા રડતા દેખાઓ છો ?.' એટલે સંબંધ બેસાડવા માટે ગદ્ગદ્ થઈને સાધુ કહે, “મારે તમારા જેવીજ માતા વગેરે હતી. તેમાં જો પોતે જુવાન હોય અને દાત્રી મધ્યમવયની હોય કે વૃદ્ધા હોય ત્યારે “મારી આવી માતા કે સાસુ હતી” એમ કહે. અથવા જો સ્વયં = પોતે અને દાત્રી સમાનવયવાળી હોય ત્યારે “મારે આવી = તમારાજેવી બહેન કે પત્ની હતી” એમ કહે. અથવા પોતે મધ્યમવયવાળા અને દાત્રી જુવાન હોય ત્યારે “મારે આવી પુત્રી હતી” એમ કહે. અથવા સ્વયં વૃદ્ધ હોય અને દાત્રી જુવાન કે બાળા હોય ત્યારે “મારે આવી દોહિત્રી અથવા પૌત્રી વગેરે હતી એમ કહે આ રીતે સંસ્તવ કરવાપૂર્વક ઉપાર્જિત પિંડ સંતવપિડ કહેવાય છે. • તદનુગુણ સંબંધકરણમાં દોષો • અહીં પણ માયા-મૃષાવાદ વગેરે દોષો તો જાણવા જ. વધારામાં, પરસ્પર સ્નેહવૃદ્ધિ થવાથી “મારા મરેલા પુત્રના સ્થાને આ પણ ભલે થતાં” એવા અભિપ્રાયથી પોતે માતાનું સ્થાન ગ્રહણ કરેલ દાત્રી, તે સાધુ માટે વિધવા એવી પોતાની વહૂને કે બીજી દાસી વગેરેને ક્યારેક આપી દે. આવા દોષ ભદ્રકદાત્રીને વિશે થઈ શકે. પણ જો એ દાત્રી પ્રત્યેનીક = વૈરી હોય તો એ વિચારે કે “આ તો લગભગ કાપેટિક = ભિક્ષુક જેવા છે અને છતાંય અમને માતા વગેરે તરીકે કહ્યું છે, તેથી આ આપણી હીલના કરે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy