SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ २६४ काउं पुणो पविठ्ठो पुण उ मोयगो लदो चिंतियमेस संघाडाइल्लसाहुस्स कारणवसेण अज्जं वसहीए चेव ठियस्स भविस्सइ त्ति । तद्दोसियरूवं काउं पविट्ठो, तहेव मोयगो अप्पणटुं लद्धो । इउय लोयणट्ठिएण विस्सकम्मुणा सो रूवपरावत्तं कुणंतो दिट्ठो। तउ असरिसतव्विन्नाणसंतुटेण अणेण चिंतियं । जहा सोहणो एस अम्हाणं मज्झ नडो होइ। परं केण उवाएण घेत्तव्यो त्ति चिंतंतेण लदो उवाओ जहा दुहियाहि खुहिय घेत्तव्यो त्ति हक्कारावेऊण लड्डुगपत्तभरणेण पडिलाभिओ भणिओ य तुब्भेहिं पइदिणं भत्तपाणगहणेण अम्हं अणुग्गहो विहेयव्वो त्ति । तट्ठाणाउ गओ सो नियवसहिं । तउ नडेण रूवपरावत्ताइयं जाणाविऊण भज्जा भणिया । जहा एसो तए मोयगाइदाणेण तहा उवयरियव्वो दुहियाउ य खोभणत्थं भणियव्वाउ जहा अम्ह वसे हवइत्ति । तउ दिणे दिणे विउलं दाणं तत्थ सो लहेइ। विस्सकम्मणो भज्जाए रूवपरावत्तकहणपुव्वयं ताउ दुहियाउ भणियाउ । जहा दाणसेणेहहासाइणा तुब्भेहिं तहा कायव्, जहा एस तुम्हाणं वसे वट्टइ। ताहिं तहेव कयं । तउ सविलासविप्पोक्खियाईहिं सवियारचेट्ठाहिं नागदमणीहि भुयगमिव तस्स माणसं ताहिं तहा आगरिसियं जहा सो उज्झियमज्जाओ अणुरायवसओ રૂપ કરીને ફરી પ્રવેશ કર્યો અને પોતાના માટે લાડુ મેળવ્યો. આ બાજુ એ જ મકાનના અવલોકનસ્થાન = બારી-ઝરુખો-ગોખલો વગેરે સ્થાન પર રહેલ વિશ્વકર્માએ રૂપપરાવર્તન કરતાં સાધુને જોયા. અસદશ = બીજામાં જોવા ન મળે એવા તે મુનિના વિજ્ઞાનથી સંતુષ્ટ થયેલા તેણે વિચાર્યું કે “અમારી વચ્ચે જો આ નટ બને તો બહુ સારું થાય! પણ કયા ઉપાયથી આને લેવો ?’ વિચારણા કરતાં કરતાં ઉપાય મળી આવ્યો કે “મારી દીકરીઓ દ્વારા ક્ષોભપમાડી આને લઈ લેવો.' તરત મુનિને બોલાવ્યા અને પાત્રુભરીને લાડવા વહોરાવ્યા અને કહ્યું તમારે રોજ અમારા ઘરેથી ભાત-પાણી ગ્રહણ કરી અમારા પર અનુગ્રહ કરવો.” તે સ્થાનેથી નીકળી મુનિ પોતાની વસતિમાં ગયાબાદ નટે મુનિનું રૂપપરાવર્તન વગેરે જણાવીને પત્નીને કહ્યું કે “તારે લાડુ વગેરે દાનથી આગતા-સ્વાગતા કરવી અને બન્ને દીકરીઓને તેવી રીતે ક્ષોભ પમાડવા કહેવું કે જેથી એ સાધુ આપણને વશ થાય.” તે દિવસથી રોજ વિપુલદાન તે ઘરથી તે મુનિ મેળવે છે. વિશ્વકર્માની પત્નીએ પણ મુનિના રૂપપરાવર્તનની વાત કહેવાપૂર્વક તે બન્ને દીકરીઓને કહ્યું ‘દાન વખતે સ્નેહ, હાસ્યાદિ દ્વારા તમારે બન્નેએ એવું કરવું કે જેથી એ તમારે વશ થાય. તે બન્નેએ તે જ પ્રમાણે કર્યું. એટલે કે, વિકારવાળી ચેષ્ટાઓવડે નાગદમણીવડે સાપની જેમ મુનિનું મન તે બન્નેએ તેવી રીતે આકર્ષે કે તે મુનિએ મર્યાદારહિત બનીને અનુરાગવશ બની હાંસી-ઠઠ્ઠા-મશ્કરી વગેરે કરવાનું ચાલુ કર્યું. એમાં એક દિવસ તે બન્ને છોકરીઓએ એકાંતમાં મુનિને કહ્યું “અમે તમારા પર અનુરાગવાળી થયા છીએ અમને પરણીને ભોગવો.” આ વખતે તે મુનિનું ચારિત્રમોહનીયકર્મ ઉદીર્ણ થયું, ગુરુનો ઉપદેશ ઓસરી ગયો-વિવેક નાશ પામ્યો, કુળનું અભિમાન નાસી ગયું. મુનિએ કહ્યું “એમ થાઓ, પરન્તુ આ સાધુપણાનું ચિહ્ન = લિંગ રજોહરણ ગુરુને સમર્પણ કરીશ.” મુનિ ગુરુ પાસે ગયા, નમન કરીને પોતાનો અભિપ્રાય જણાવ્યો. ગુરુએ આશ્ચર્ય સાથે કહ્યું “હે વત્સ ! જેના બન્ને કુલ ઉત્તમ છે, જે વિવેકના રત્નાકર = સમુદ્ર છે, બધા સૂત્રોના અર્થોને ભણેલા છે એવા તમારા જેવાને ઉભયલોકને ગહણીય-નિન્દનીય એવું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy