SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ मायापिण्डः स्यादाषाढभूतियतेरिव यद्वक्ष्यति 'मायाए साढभूइ 'त्ति । तद्ज्ञातं च स्वस्थानत्वादत्रैव ब्रूमस्तच्चेदं यथा ॐ मायापिण्डेऽऽषाढाभूतिचरित्रम् sa जंबुदीवे दीवे दाहिणड्डूभरहे धणधन्नसमाउले मगहाजणवए पमुइयंजणसंकुलं अइव रमणिज्जं रायगिहं नाम नयरं होत्था । तत्थ य पडिवक्खमयंगकुंभनिब्भेयणकेसरी पणयसामंतमणिकिरीडमसणियचलणो सीहरहो णाम राया । तत्थय विस्सकम्मो नाम नडो, तस्स य जयसुंदरीतिहुयणसुंदरी नामाउ दुवे दुहियाउ। अन्नया य गामाणुगामं विहरमाणसमणगणपरियरिया धम्मरुइणो नाम सूरिणो तत्थेव नाणादुमसंकिन्ने परमरमणिज्जे गुणशिले चेइए समोसढा, अच्छइ य तेसिं आसाढभूई नाम सीसो वेसभासाइअणेगविन्नाणकुसलो, सो य भिक्खकज्जेण वसहीउ नीहरिओ । संपत्तो भिक्खट्ठे विस्सकम्णो हिं । तत्थय पहाणो एगो मोयगो लद्धो । दुवारे निग्गएण तेण चिंतियं जहा एसो आयरियाण भविस्सइ त्तो अप्पणट्ठा रूवपरावत्तं काउं अन्नं मग्गेमि त्ति काणप्परूवं काउं पुणो पविट्ठो, पुणो मोयगो लद्धो चिंतियमेस उवज्झायाणं भविस्सइ त्ति अप्पणट्ठा अन्नं मग्गेमि त्ति कुज्जप्परूवं એ રીતે કહેવાના છે. પણ અહીંજ અવસર હોવાથી અમો(=ટીકાકાર) એ કથાને હમણાં જ કહીએ છીએ. • માચાપિણ્ડવિષયક આષાઢાભૂતિનું ચરિત્ર - Jain Education International આષાઢાભૂતિ મુનિની કથા. આ જ જંબુદ્રીપના દક્ષિણાર્ધ ભરતમાં ધન-ધાન્યથી સમૃદ્ધ મગધજનપદમાં આનન્દ્રિત એવા જનસમુદાયથી યુક્ત અને અત્યંતરમણીય એવું રાજગૃહી નામનું નગર હતું. ત્યાં પ્રતિપક્ષી દુશ્મનરૂપ હાથીના કુંભને ભેદવામાં કેસરી-સિંહ સમાન અને નમતા એવા સામંત રાજાઓના મુગટોના મણના કિરણોથી શોભતા ચરણવાળો સિંહરથ નામનો રાજા હતો. ત્યાં વિશ્વકર્મા નામનો એક નટ હતો. તેને જયસુંદરી અને ત્રિભુવનસુંદરી નામની બે દીકરીઓ હતી. એકવાર ગામાનુગામ વિચરતા સાધુ સમુદાયથી રિવરેલા ધર્મરૂચિ નામક આચાર્ય ભગવંત તે જ નગરીમાં અનેક વૃક્ષોથી સંકીર્ણ પરમરમણીય એવા ગુણશીલચૈત્યમાં ઉતર્યાં. તે આચાર્ય ભગવંતને વેશ-ભાષા વગેરે અનેક પ્રકારના વિજ્ઞાનમાં કુશળ એવા આષાઢાભૂતિ નામે શિષ્ય હતા. તે શિષ્ય ગોચરીના સમયે ભિક્ષામાટે વસતીની બહાર નીકળ્યા. ફરતાં ફરતાં વિશ્વકર્માના ઘરમાં ભિક્ષા મેળવવા પ્રવેશ કર્યો. ત્યાં તેમને એક પ્રધાન = કિંમતી-સુંદર વર્ણગંધ-૨સવાળો લાડુ મળ્યો. ઘરથી બહાર નીકળતા દરવાજા પાસે આવતા તેમને વિચાર આવ્યો કે ‘આ લાડુ તો આચાર્ય ભગવંતના પાત્રે જશે. તો લાવ, પોતાના માટે મારા માટે રૂપપરાવર્તન કરીને બીજો માગું.' એટલે કાણાનું રૂપ કરીને ફરી પ્રવેશ કર્યો. ફરી લાડુ મેળવ્યો. આ વખતે પણ વિચારે છે કે ‘આ બીજો લાડવો તો ઉપાધ્યાયને જશે. તો લાવ, મારા માટે માંગુ.' એટલે કુબડાનું રૂપ કરીને ફરી પ્રવેશ કર્યો. ફરીવાર લાડુ મળ્યો. આ વખતે ફરી વિચાર કરે છે કે આ તો સંઘાટકસાધુને જશે કે જે આજે કારણવશ વસતિમાં જ રહ્યા છે.' ફરીવાર પણ દોષિતનું લૂલા-લંગડા વગેરે અપંગનું २६३ For Private & Personal Use Only = = www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy