SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ १९३ गिण्हसि । किंचि बत्तीसेहिं वि दिन्नेहिं तुह भाए एक्को चेवागच्छिस्सइ । ता एयं अप्पवयं बहुआयं दाणं जइ जाणसि तो मज्झ मोयगे देहि एवं पुणो पुणो भणिए तेण दिन्ना । सो य भायणं भरिऊण जाव तओ ठाणओ निग्गच्छइ ताव माणिभद्दाइणो संमुहा आगच्छन्ति। तेहिं पुट्ठो भट्टारया ! किं एत्थ लद्धं । साहुणा नायं जहा एते लड्डुयाणं सामिया तो जइ लड्डुए लद्धे कहिस्सं, ता एए नियगेत्ति काउं उद्दालिस्संति त्ति चिन्तिय भणियं न किंचि । तेहिं तं भारकंतं दहूँ संकिएहिं वुत्तं पेच्छिमो भायणं दवेहि, साहू न दवेइ। बलावि पलोइयं जाव नियगा लड्डुगा दिट्ठा। तओ तेहिं कोवारुणलोयणेहिं सो जुव्वणो पुट्ठो। जहा किं तए एए लड्डुया एयस्स दिन्ना तेण भीएण भणियं न मए दिन्ना। तओ तेहिं वुत्तं पावसाहुवेसेण चोरोसि तुमं एहिं सलोत्तो लद्धोसि कहिं गच्छिहिसि गहिओ वत्थंचले । कड्डिओ नाहए भणिओ य, आगच्छेहि धम्माहिगरणे रहोहरणपत्ताइयं उड्डालिऊण नीओ धम्माहिगरणे, कहिओ तेहिं धम्माहिगरणियाणं वुत्तन्तो, साहू वि तेहिं पुट्ठो लज्जाइणा न किंचि जंपेइ। तेहिं वि पारंतेहिं चोरो त्ति साहू ठाविओ परं लिंगिउ त्ति काउं निविसओ काराविओ राइणा। तहेव कयंति । ___तदेवं यस्मादनायकाद्भक्तादेर्ग्रहणे ग्रहणाकर्षणधर्माधिकरणनयनरजोहरणाद्युद्दालनगृहस्थीकरणदेशલાડવા આપી દીધા. સાધુ પોતાના પાત્રો ભરીને જ્યાં એ સ્થાનેથી નીકળવા જાય, ત્યાંજ માણિભદ્ર વગેરે સન્મુખ આવે છે. તેઓએ પૂછ્યું “ઓ ભટ્ટારક ! તમોએ આ શું મેળવ્યું ?” સાધુને ખ્યાલ આવી ગયો કે “આ તો લાડુઓના સ્વામી છે. જો એમને લાડુ ક્યાંથી મેળવ્યા એ કહી દઈશ તો આ લાડુઓ પોતાના છે” એમ જાણીને પડાવી લેશે.” એમ વિચારીને સાધુએ કહ્યું, “કાંઈ નહિ.” પરન્તુ તેઓએ સાધુના ભારીખમ પાત્રા જોઈને શંકા પડવાથી કહ્યું “આપના પાત્રા બતાવો.” સાધુએ બતાવ્યા નહિ. એટલે બળાત્કારે પણ તેઓએ પાત્રા જોયા અને જાણ્યું કે આ તો પોતાના જ લાડવા છે. ભયંકર ગુસ્સે ભરાઈ તેઓએ પેલા રખેવાળ મિત્રને પૂછ્યું, “કેમ? તે આમને આપણા લાડવા આપ્યા?” પેલાએ ભયથી કહ્યું “મે નથી આપ્યા.” તેઓએ સાધુને કહ્યું, “પાપી ! સાધુના વેશમાં તું ચોર છે. આ માલસહિત પકડાયો છો ! હવે ક્યાં જશે ?” એમ કહીને કપડાના છેડાથી સાધુને પકડ્યો અને “ચાલ ન્યાયાલયમાં” એમ કહીને રજોહરણ-પાત્રાવગેરે ઝુંટવી લઈને સાધુને ન્યાયાલયમાં ઢસડી ગયા. ત્યાંના ન્યાયાધીશોને બધી વાત કરી. તેઓએ પણ સત્ય હકીકત જાણવા સાધુને પૂછ્યું. પણ લજ્જા આદિ કારણે સાધુ કાંઈ બોલ્યો નહિ. એટલે ન્યાયાધીશોએ ચોર છે એમ માની લીધું. પરંતુ, ગમે તેમ તો આ લિંગી = સાધુ વેષધારી છે. એને બીજી આકરી સજા ન કરાય રાજાએ સાધુને દેશયાગ કરવા કહ્યું. એ પ્રમાણે સાધુનો દેશનિકાલ થયો. આ પ્રમાણે નાયકની અનુજ્ઞાવિના ભક્તાદિના ગ્રહણમાં પકડાવવું – ખેંચાવવું - ન્યાયાલયમાં લઈ જવું. રજોહરણ વગેરે ઝૂંટવું, ગૃહસ્થ રૂપે કરાવવું, દેશનિકાલ થવો, પ્રવચનહીલના થવી વગેરે સ્વરૂપ દોષો સંભવે છે. તેથી સાધારણઅનિસૃષ્ટ ગ્રહણ કરવું નહિ. પરનું આટલું જાણી લેવું કે, ગમે તે કારણે પૂર્વે અનનુજ્ઞાત ગ્રહણ કરાયું હોય પરન્તુ પાછળથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy