________________
१८२
इणा नियभज्जासयासाउ लड्डुया दवाविया । सा य आपन्नसत्ता मोयगाणमाणणट्ठा कयनिस्सेणियारोहणाभिप्पाया मालाभिमुही चलिया। साहू पुण एयं भिक्खं न गिण्हिस्सामि त्ति वारिऊण निग्गओ। तीए चेव वेलाए भिक्खटुं तत्थ उवागओ एगो परिव्वायगो, सो य गिहवइणा पुट्ठो । जहा भो किमणेण भिक्खा न गहिया। तेण मच्छरित्तेण भणियं जहा अन्नजम्मे एएहिं वराएहिं धम्मो न कओ तेण एसणगवेसणमिसेण विहिणा एरिसाउ सुभाउ सुभाउ आहाराउ वंचिउण अंतपंतभिक्खां भुंजाविया। तस्स वि तेण भज्जासयासाउ, लड्डुया दवाविया। सा य मालट्ठियलड्डुयाणणत्थं निस्सेणी दुरुहमाणीं झडत्ति पडिया, हेठा वीहियदलणजन्तयं हुन्तं । तस्स कीलएण तीसे कुच्छी फोडिया। गब्भो य फुरुफुरन्तो पडिओ मओ य सा य मया। अन्नम्मि दीयहे (दिवहे) सो चेव साहू भिक्खं अडतो तत्थेवागओ। गिहवइणा उवालद्धो। जहा भयवं अमुगम्मि दिणे मालाउ आणिज्जन्तीए भिक्खाए दायारीए पडणं नाउं जहा सयं भिक्खा न गहिया तया कीस अम्ह न कहियं । जेण तं माले ण चडावेन्तो तो सा न मरंती। साहुणा भणियं न मए तीसे पडणं नायं, किन्तु अम्हाणं आगमे उक्कोसमालोहडं एरिसा भिक्खा वुच्चइ। सा य साहुणा गहणाय वारियत्ति मए परिहरिया। इच्चाइ कहणं कयं । अहो सुहुमो एसो धम्मोत्ति पडिबुद्धो લાડુ આપવા કહ્યું. ગર્ભવતી તે પત્ની લાડુઓને લાવવા માટે નિસરણી મૂકીને ઉપર ચઢવાના અભિપ્રાયથી ઉપર માળાના સન્મુખ ચાલી. સાધુએ એની ચેષ્ટા જોઈને આ ગોચરી હું ગ્રહણ નહિ કરું” એમ કહીને તેને એમ કરતા અટકાવી, અને સાધુ તે ઘરેથી નીકળી ગયા. તે જ સમયે ભિક્ષામાટે એક પરિવ્રાજક = સંન્યાસી આવ્યો. ગૃહપતિએ તેને પૂછ્યું “કેમ આ સાધુએ ગોચરી ન લીધી ?” તેણે માત્સર્યથી કહ્યું “આ બિચારાએ પૂર્વભવમાં ધર્મ નથી કર્યો. તેથી, આ ભવે એવો ધર્મ પામ્યા કે જે ધર્મ ગોચરીગવેષણાની વિધિના બહાનાદ્વારા આવા સારા સારા ભોજનથી વંચિત કર્યા અને અંત-પ્રાંત ભિક્ષા ખવડાવે છે” ગૃહપતિએ માત્સર્યવાળી આવી પરિવ્રાજકની ભાષા સાંભળીને આંખ આડા કાન કરીને તે પરિવ્રાજકને પણ ભિક્ષા આપવા પત્નીને કહ્યું. તે માળ પર રહેલ લાડુ લાવવા માટે નિસરણી પર દુઃખેથી ચઢવા જતાં ચૂકથી નીચે પડી. નિસરણીની બરાબર નીચે અનાજ પીસવાની ઘંટી હતી, તે ઘંટીના ખીલાએ એની કૂલીને વીંધી નાંખી. તરફડતો ગર્ભ બહાર નીકળી ગયો. પત્ની અને ગર્ભ બન્ને મર્યા.
બીજા કોક દિવસે તે જ સાધુ ગોચરીમાટે ફરતા તે જ ઘરે આવ્યા. ગૃહપતિએ ઠપકો આપ્યો કે પેલા દિવસે માળપરથી ભિક્ષા માટે લાડુ લાવતી મારી પત્નીનું પતન જાણીને સ્વયં ભિક્ષા ગ્રહણ ન કર્યું એ તો ઠીક પણ અમોને એ અંગેની વાત પણ કેમ ન કરી ? જો વાત કરી હોત તો તે માળ પર ચઢત નહિ અને મરત નહિ.' સાધુએ ખૂલાસો કર્યો કે તે દિવસે મને તેના પડવાની વાતની ખબર નહોતી. પરંતુ અમારા આગમોમાં એને ઉત્કૃષ્ટમાલાપહત ભિક્ષા કહી છે. તે લેવાની અમોને = સાધુઓને મનાઈ છે. માટે મેં તેનો પરિહાર કર્યો હતો.” આવી બધી વાતો કરી. “અહો, આ ધર્મતો ઘણો જ સૂક્ષ્મ છે” એમ પ્રતિબોધ પામીને તે ગૃહપતિએ દીક્ષા લીધી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org