SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ‘एगंमि नयरे गुणरयणनिहिणो सुसिस्सगणपरियरिया के वि सूरिणो विहरंता समागया, तेसिं मज्झे इहपरलोएनिप्पिवासो विन्नायसमयसब्भावो विगिट्ठतवोकम्मकारी सज्झायज्झाणनिरओ एगो खवगसाहू होत्था। अन्नया स खवगो मासपारणगस्स पज्जन्ते मा एत्थ कोइ पारणगं नाउं आहाकम्माइ करिस्सइ, ता पच्चासन्ने कंमि गामे गंतूण अनाओ चेव पारेमि त्ति चिन्तिऊण गओ पच्चासन्नगामं, तत्थय एगाए सावियाए खवगो खवणे उवविट्ठो पारणदिणं च सुयं । तओ तीए भत्तीए कयाइ खवगो इत्थ एहि त्ति चिंतिउं घयगुलसंजुत्ता खीरी निम्मविया आहाकम्मिय त्ति नाउं मा सो परिहरिस्सइ त्ति माइठाणं कयं । जहा पत्तलाउ सरावाणि य खीरीखरंटियाणि काउ ठाणाठाणेसु खित्ताणि। तहा डिंभाणि सिक्खवियाणि जहा जया एरिसो तारिसो साहू एत्थागच्छइ तया तुब्भे भणिज्जह । अम्मो बहुया खीरी अम्हाणं परिवेसिया न रुच्चइ, अहं तुब्भे निब्भच्छिस्सामि, तुब्भे भणिज्जह किं दिणे दिणे खीरी रंधेज्जइ। एत्थंतरे सो खवओ हिंडतो भवियव्वयावसेणं पढममेव तीसे गिहे संपत्तो, अंतो समुट्ठियमहाभत्ती बाहिं अवन्नावंभी (दंसी) मोणेण ठिया ताणि य सिक्खावियडिंभाणि तहेव काउं पयट्टाणि। तीए व ताणि तहेव निब्भच्छिऊण थुडंकियमुहीए खवगो भणिओ। जहा एयाणि ताव मम डिंभाणि मत्ताणि, जइ तुज्झ रोयइ ता गिण्ह इमं खीरी ક્ષપક'નું દૃષ્ટાંત :- એક ગામમાં ઘણાં સુશિષ્યોથી પરિવરેલા, ગુણરૂપી રત્નોના નિધાન સમા આચાર્યભગવંત પધાર્યા. તેમાં આલોક અને પરલોકને વિષે નિઃસ્પૃહ = હું સાવધ છું તો મને સદ્ગતિ મળવાની જ છે એમ આલોક અને પરલોકમાં નિઃસ્પૃહ, આગમના ગહન અભ્યાસી, વિકૃષ્ટ તપને આદરનાર, સ્વાધ્યાયરૂપી ધ્યાનમાં મગ્ન એક પક-તપસ્વી સાધુ હતા. એકદા તે ક્ષેપક માસક્ષમણના અત્તે “રખેને અહીં કોક મારા પારણાને જાણીને આધાકર્મ કરશે. એટલે બાજુના કોક ગામમાં જઈને અજાણતાં પારણુ કરું' એમ વિચારી બાજુના કોક ગામમાં ગયા. હવે તે જ ગામમાં કોક શ્રાવિકાએ ઉપવાસમાં રહેલા ક્ષપક અને તેના પારણાના દિવસને જાણ્યો અને “કદાચ તેઓ અહીં તો ન આવી જાય?' એમ વિચારીને શ્રાવિકાએ ઘી-ખાંડથી યુક્ત ખીર બનાવી. પણ “આ આધાકર્મ છે એમ કરી તેઓ ન વહોરે તો ? એમ વિચારી શ્રાવિકાએ માયાજળ રચી. ખીરથી ખરડાયેલ પતરાવળી અને સરાવલા = વાસણ અને વાટકાઓ અહીં તહીં મુક્યા અને પોતાના બાળકોને શીખવાડ્યું કે “જ્યારે આવા પ્રકારના સાધુ આવે ત્યારે તમારે મને કહેવું કે “માતા ! અમને ઘણી ખીર પીરસી દીધી તે ભાવતી નથી ત્યારે હું તમને ઠપકારીશ, ત્યારે તમારે મને કહેવું “શું રોજે રોજ ખીર જ રાંધવાની?” હવે ભવિતવ્યતાના યોગે તે ક્ષેપકમુનિ ફરતાં ફરતાં પ્રથમ એજ ઘરે ગયા. મુનિને જોતાવેંત અંદરખાને અત્યંતભક્તિવાળી તે શ્રાવિકા બાહરથી અનાદરપૂર્વક મૌનપણે ઉભી રહી, અને તેના બાળકોએ પૂર્વે શીખવાડેલ પ્રમાણે બોલવાનું શરુ કર્યું. શ્રાવિકાએ પણ બાળકોને તે જ પ્રમાણે ઠપકારતી છતી ગુસ્સાયુક્ત મોઢાથી ક્ષેપકમુનિને કહ્યું “જુઓ, આ મારા બાળકો ખીરથી કંટાળ્યા છે, જો તમોને રૂચે તો એ ખીરને તમે ગ્રહણ કરો. એમ કહીને મુનિને વિશ્વાસ બેસે માટે ખીરનું મોટું ભાજન લાવી. એષણામાં ઉપયુક્ત મુનિએ આ શુદ્ધ છે એમ જાણીને વહોર્યું. પુરતું આવી ગયું એમ કરીને પાછા વળી ગયા અને વાપરવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy