________________
૭૮)
શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ . અહીં આધાકર્મ એ શબ્દના અર્થના વિચારમાં આધા વડે જે કર્મ તે આધાકર્મ એમ કહ્યું. વળી તે આધા પણ નામાદિક ભેદ વડે ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે નામ આધા, સ્થાપના આધા, દ્રવ્ય આધા અને ભાવના આધાઃ તેમાં નામ આધા, સ્થાપના આધા, તથા આગમથી અને નોઆગમથી જ્ઞશરીરરૂપ અને ભવ્ય શરીરરૂપ દ્રવ્ય આધા પણ એષણાની જેમ જાણી લેવી, પરંતુ જ્ઞશરીર અને ભવ્યશરીરથી વ્યતિરિક્ત એવી દ્રવ્ય આપાને કહેવાને ઇચ્છતા સતા કહે છે :
मू.०- धणुजुयकायभराणं, कुडुंबरज्जधुरमाइयाणं च ॥
खंधाई हिययं चिय, दव्वाहा अंतए धणुणो ॥१६॥ મૂલાર્થ ધનુષ, ચૂપ (થાંભલો-ધોંસરુ), કાય (કાવડ) અને ભારની આધા (આધાર) સ્કંધાદિક છે. તથા કુટુંબ અને રાજ્યની ચિંતા વગેરેની આધા હૃદય છે. તે સર્વે દ્રવ્યાપા કહેવાય છે. તેમાં અતંકને વિષે ધનુષની આધા છે. I૯૬ll
ટીકાર્થ અહીં દ્રવ્યાધાનો વિચાર કરતાં આધા શબ્દ અધિકરણ પ્રધાન (અધિકરણના અર્થવાળો) કહેવાય છે. એટલે કે “ગાધીયૉડમિતિ ધ' (વ્યુત્પત્તિ) જેને વિષે સ્થાપન કરાય તે આધા કહેવાય છે. અર્થાત્ આધા, આશ્રય, આધાર એ સર્વે એક અર્થવાળા છે. તેમાં ધણુ ત્તિ' ધનુષ એટલે ચાપ (કામઠું) તે પ્રત્યંચાની આધા એટલે આશ્રય છે. અહીં સામર્થ્યથી પ્રત્યંચા શબ્દ ગ્રહણ કરાય છે. તથા ધૂપ (સ્તંભ-ખીલો-ધોંસરુ) એ શબ્દ પ્રસિદ્ધ છે. તથા કાય એટલે કાપોતી (કાવડ) પુરુષો પોતાના સ્કંધ ઉપર ધારણ કરીને જેના વડે જળ વહન કરે છે તે તથા ભર એટલે યવસ (ઘાસ) વગેરેનો સમૂહ તથા કુટુંબ એટલે સ્ત્રી-પુત્ર આદિનો સમુદાય અને રાજય એ બંનેની ધૂટ' એટલે ચિંતા, આદિ શબ્દ છે. તેથી મહાજનની ચિંતા વગેરે જાણવું. આ સર્વેની દ્રવ્યાપા એટલે દ્રવ્યરૂપ આધાર અનુક્રમે સ્કંધ વગેરે અને હૃદય છે. તેમાં સ્કંધ એટલે બળદ આદિનો સ્કંધ અને પુરુષ વગેરેનો સ્કંધ જાણવો. આદિ શબ્દથી ગાડી વગેરેનું ગ્રહણ કરવું. તેમાં યૂપની દ્રવ્યાપા એટલે દ્રવ્યરૂપ આશ્રય બળદ વગેરેનો સ્કંધ છે, કેમકે તે ચૂપ તેના સ્કંધ ઉપર મૂકાય છે. કાપોતી (કાવડ)નો આશ્રય નરનો સ્કંધ છે, કેમકે પુરુષ પાણી લાલવા માટે કાપોતીને સ્કંધ ઉપર વહન કરે છે. ભર (ભરોટ)નો આશ્રય ગાડું વગેરે છે, કેમકે મોટા પ્રમાણવાળો ભર (ભરોટું) ગાડા વગેરે વડે જ લાવી શકાય છે. પણ બીજા વડે લાવી શકાતો નથી. તથા કુટુંબની ચિંતાનો અને રાજ્યની ચિંતાનો આશ્રય હૃદય એટલે મન છે. કેમકે હૃદય વિના વિચાર થઈ શકતો નથી. હવે ધનુષને વિષે ભાવના કહે છે ‘મા કરહ નામના ધનુષના છેડાને વિષે પ્રત્યંચા આરોપાય છે, તેથી પ્રત્યંચાને આશ્રય ધનુષ છે. એ જ પ્રમાણે બાકીના યૂપાદિકના આશ્રયની ભાવના જાણી લેવી અને તે ઉપર કહી ગયા છીએ જ. I૯૬lી.
આ પ્રમાણે દ્રવ્યાપા કહી હવે ભાવાધા કહેવાની છે. તે આગમથી અને નોઆગમથી એમ બે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org