________________
આધાકર્મ એકાર્થિક નામોની વ્યાખ્યા !
(૭૭ (‘સૂચનાત્કૃવં સૂચન કરવાથી સૂત્ર કહેવાય છે, એવો ન્યાય હોવાથી માણાવિ' કહેવાથી ‘મારામં’િ સમજવું) આજ્ઞાભંગાદિ દોષો કહેવા લાયક છે. ll૯૪ તેમાં એકાર્થિકનામ રૂપ પ્રથમ દ્વારને કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકાર કહે છે : मू.०- आहा अहे य कम्मे, आयाहम्मे य अत्तकम्मे य ॥
पडिसेवण पडिसुणणा, संवासऽणुमोयणा चेव ॥१५॥ મૂલાર્થ: આધાકર્મ, અધકર્મ, આત્મઘ્ન, આત્મકર્મ, પ્રતિસેવન, પ્રતિશ્રવણ, સંવાસ અને અનુમોદના. (એ એકાર્થિક નામો છે.) I૯પા
ટીકાર્થ: ‘માદા અદે ય ને અહીં કર્મ શબ્દનો દરેકની સાથે સંબંધ કરવો, અને જે ‘’ શબ્દ લખ્યો છે તે કર્મશબ્દની પછી સમુચ્ચયના અર્થવાળો જાણવો. તેથી આ પ્રમાણે નિર્દેશ જાણવો - આધાકર્મ અને અધકર્મ તેમાં આધાકર્મ શબ્દનો અર્થ પ્રથમ કહ્યો છે. અધઃકર્મ એટલે અધોગતિનાં કારણરૂપ જે કર્મ તે અધકર્મ કહેવાય છે. તે આ પ્રમાણે – આધાકર્મને ભોગવનારા સાધુઓની અધોગતિ થાય જ છે, કેમકે તે (અધોગતિ)ના કારણરૂપ પ્રાણાતિપાતાદિક આશ્રવોને વિષે પ્રવૃત્તિ થાય છે. તથા પોતાના આત્માને દુર્ગતિમાં પડવાના કારણપણાએ કરીને જે હણે એટલે વિનાશ કરે તે આત્મષ્મ કહેવાય છે. તથા પાકાદિક લક્ષણવાળું જે પાચક વગેરેના સંબંધવાળું કર્મ અથવા જ્ઞાનાવરણીયાદિ લક્ષણવાળ જે કર્મ, તે પોતાના સંબંધવાળું કર્મ જેના વડે કરાય તે આત્મકર્મ કહેવાય છે. આટલા આધાકર્મનાં મુખ્ય નામો છે હમણાં વળી પ્રતિસેવનાદિક જે પ્રકારે વડે તે આધાકર્મ થાય છે, તે પણ અભેદની વિવક્ષાએ કરીને નામપણે પ્રતિપાદન કરે છે. “પકિસેવા' ઇત્યાદિ. તે પ્રતિસેવા (વારંવાર લેવાનું) કરાય તે પ્રતિસેવન કહેવાય છે. તથા આધાકર્મના નિમંત્રણ પછી જે આધાકર્મ ‘પ્રતિકૂયતે' સ્વીકાર કરાય તે પ્રતિશ્રવણ કહેવાય છે. તથા આધાકર્મને ભોગવનારની સાથે જે વસવું તે સંવાસ કહેવાય છે. તે સંવાસના વશથી શુદ્ધાહારને ભોગવનાર પણ આધાકર્મને ભોગવનાર જાણવો. કારણ કે જે (સાધુ) તેઓની સાથે સંવાસને અનુમત (સંમત) થાય છે, તે તેમના આધાકર્મના ભોજનને પણ અનુમત થાય છે. અન્યથા (સંમત થતો ન હોય તો) તેમની સાથે સંવાસને જ ન ઇચ્છે. વળી સંવાસના વશથી કોઈ વખત આધાકર્મના રહેલા સુંદર ગંધને સૂંઘવા વગેરે વડે પોતાનું ચિત્ત ભેદાઈ જવાથી પોતે પણ આધાકર્મના ભોજનમાં પ્રવર્તન કરે. તેથી કરીને આધાકર્મદોષનું કારણ હોવાથી સંવાસને પણ આધાકર્મ કહ્યો. તથા જે અનુમોદન તે અનુમોદના (વ્યુત્પત્તિ) એટલે આધાકર્મિક ભોજન કરનારની પ્રશંસા. તે (અનુમોદના) પણ આધાકર્મથી ઉત્પન્ન થતા પાપનું કારણ હોવાથી અને આધાકર્મની પ્રકૃત્તિનું કારણ હોવાથી આધાકર્મ એમ કહ્યું છે. આ પ્રતિસેવના વગેરેનું જે આધાકર્મપણું તે આત્મકર્મરૂપ નામને આશ્રયીને જાણવું. તે બાબત આગળ કહેશે કે –“સત્તારે #Y' ઇત્યાદિ પા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org