________________
૭૬)
॥ શ્રી પિંડનિયુક્તિગ્રંથનો અનુવાદ ॥
કહ્યું (૯) તથા ‘રિવર્તિત’ સાધુને નિમિત્તે જે પરાવર્તન એટલે અદલોબદલો કર્યો હોય તે (૧૦) તથા ‘અમિત' સાધુને આપવા માટે પોતાના ગામમાંથી અથવા બીજા ગામમાંથી આપ્યું હોય તે કારણે કે ‘મિ' એટલે સાધુની સન્મુખ ‘તં’ એટલે જે અન્યસ્થાનથી આણેલું હોય તે ‘અમિત’ કહેવાય છે એવી તેની વ્યુત્પત્તિ થાય છે (૧૧). તથા ‘દ્ધેવાં ઉન્નિ' એટલે કે, સાધુને ધૃતાદિક દેવા માટે છાણ વગેરેથી ઢાંકેલા (છાંદેલા) કુંડલાં વગેરેના મુખને ઉઘાડવાં તે ઉભિન્ન કહેવાય છે. (૧૨) તથા ‘માતાત્' માંચો મેડી વગેરે થકી ‘ઞપતં’ સાધુને માટે આણેલું જે ભક્તાદિ તે માલાપહૃત કહેવાય છે (૧૩) ‘દ્યિતે’ નહિ ઇચ્છતા એવા પણ નોકર કે પુત્ર વગેરેની પાસેથી સાધુને દેવા માટે જે ગ્રહણ કરાય તે આચ્છેદ્ય કહેવાય છે. (૧૪) તથા ‘ન નિકૃષ્ટ’ ભક્તાદિકના સર્વ સ્વામીઓએ સાધુને આપવા માટે જેની અનુજ્ઞા (સંમતિ) આપી ન હોય તે અનિસૃષ્ટ કહેવાય છે (૧૫) તથા ‘અધિ’ અધિકપણાએ કરીને ‘અવપૂર ં’ પોતાના માટે રાંધવા-પકવવા કાઢેવ ઓદનાદિક ‘આદ્રહળાવે: આધિશ્રયળાવે:' રાંધવા માટે ચૂલા આદિ ઉપર ચઢાવ્યા હોય તેમાં સાધુઓનું આગમન જાણીને તેમને યોગ્ય એવા ભક્ત (ભોજન)ની સિદ્ધિને માટે ઘણાપણાએ કરીને જે ભરવું-પ્રથમ કાઢી રાખેલમાં વધારે ઉમેરવું તે અધ્યવપૂર કહેવાય છે. જે અધ્યવપૂર તે જ (સ્વાર્થમાં પ્રત્યય કરવાથી) અધ્યવપૂરક કહેવાય છે. તેના યોગથી ભક્ત વગેરે પણ અધ્યવપૂરક કહેવાય છે (૧૬) આ રીતે સોળ ઉદ્ગમના દોષો થાય છે. આ પ્રમાણે ઉદ્ગમદોષોના નામો કહ્યા. ।।૯।
હવે ‘થોદ્દેશ નિર્દેશ:’ (જેવો ઉદ્દેશ કર્યો હોય તેવો નિર્દેશ કરવો જોઈએ) એવો ન્યાય હોવાથી પ્રથમ આધાકર્મદોષને કહેવાને ઇચ્છતા સતા તેના વિષયવાળી દ્વારગાથાને કહે છે :
मू.०- आहाकम्मिय नामा, एगट्ठा कस्स वा वि किं वा वि ॥ परपक्खेय सपक्खे चउरो गहणे य आणाई ॥९४॥
મૂલાર્થ : પ્રથમ આધાકર્મના એકાર્થવાળા નામો કહેવા, પછી કોના માટે કરેલું ભક્તાદિ આધાકર્મ થાય છે ? તે કહેવું, પછી આધાકર્મનું શું સ્વરૂપ છે ? તે કહેવું. પછી ૫૨૫ક્ષને વિષે અને સ્વપક્ષને વિષે તેનો વિચાર કરવો. તથા તે ગ્રહણ કરવાને વિષે ચાર પ્રકારો કહેવા તથા ગ્રહણ કરવામાં આજ્ઞાભંગાદિ દોષો કહેવા ૯૪૫
ટીકાર્થ : અહીં પ્રથમ આધાકર્મિકના એક અર્થવાળા નામો કહેવા જોઈએ, ત્યારપછી કોના માટે કરેલું ભક્તાદિ આધાકર્મ થાય છે ? તે વિચારવું જોઈએ અને ત્યારપછી આધાકર્મનું શું સ્વરૂપ છે ? તે વિચારવું જોઈએ. તથા ‘૫૨૫ક્ષ’ એટલે ગૃહસ્થલોકો અને ‘સ્વપક્ષ’ એટલે સાધ્વાદિકનો સમૂહ તેમાં પ૨પક્ષને નિમિત્તે કરેલું ભક્તાદિક આધાકર્મ થતું નથી, પરંતુ સ્વપક્ષને નિમિત્તે કરેલું હોય તો આધાકર્મ થાય છે તે કહેવા લાયક છે તથા આધાકર્મને ગ્રહણ કરવાના વિષયમાં અતિક્રમાદિ ચાર પ્રકાર હોય છે તે કહેવા. તથા ‘પ્રજ્ઞે’ આધાકર્મવાળા ભક્તાદિ ગ્રહણ કરવામાં ‘ઞજ્ઞાત્િ' એટલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org