________________
|| ગૃહસમુસ્થિત આધાકર્માદિ ૧૬ દોષો !
(૭૫
૧૩, માલાપહૃત, ૧૪. આચ્છેદ્ય, ૧૫. અનિસૃષ્ટ તથા ૧૬. અધ્યવપૂરક I૯૨-૯૩ી.
ટીકાર્થ ‘માધવમ તિ આધરં માધા' (વ્યુત્પત્તિ) અહીં ‘પસTલાતઃ' એ સૂત્ર વડે “હું પ્રત્યય થયો છે. આધા એટલે સાધુને નિમિત્તે ચિત્તનું પ્રણિધાન (એકાગ્રપણું) જેમ કે અમુક સાધુને કારણે (નિમિત્તે) મારે ભક્તાદિક રાંધવું છે. આવી આધા (પ્રાણિધાન) વડે જે કર્મ એટલે પાકાદિ ક્રિયા તે આધાકર્મ કહેવાય છે. તે (ક્રિયા) ના યોગ (સંબંધ)થી ભક્તાદિક પણ આધાધર્મ કહેવાય છે. અહીં દોષના અભિયાન - કહેવાનો પ્રસંગ છતાં પણ દોષવાળાનું જે કહેવું તે “દોષ અને દોષવાળાનાં’ અભેદની વિવક્ષાથી જાણવું. અથવા તો ‘માધાય' એટલે સાધુને મનમાં ધારણ કરીને જે ભક્તાદિ કરાય છે તે આધાકર્મ કહેવાય છે. અહીં ‘પૃષોદ્રાઃિ' એ સૂત્ર લાગવાથી (ાધાય માંના) ‘વ’ નો લોપ થયો છે. (૧) તથા “ઉદ્દેશ :' (વ્યુત્પત્તિ) એટલો જેટલો અર્થી (વાચકો) હોય તે સર્વનું ચિત્તમાં જે પ્રણિધાન (એકાગ્રપણુ) કરવું તે ઉદ્દેશ કહેવાય છે, તે ઉદ્દેશ વડે જે બનાવ્યું હોય તે ઔદેશિક કહેવાય છે. (૨). તથા ઉદ્દગમદોષના રહિતપણાએ કરીને ભક્તાદિના અવયવની સાથે સંપર્ક (સંબંધ-મિશ્રતા) થવાથી પૂતિ એટલે પૂતિરૂપ થએલા (દોષમિશ્ર) ભક્તાદિનું જે કર્મ એટલે કરવું તે પૂતિકર્મ કહેવાય છે, તેના યોગથી ભક્તાદિક પણ પૂતિકર્મ કહેવાય છે. (૩) તથા કુટુંબનું પ્રણિધાન અને સાધુનું પ્રણિધાન એ બંનેના મળવારૂપ મિશ્રભાવ વડે જે ભક્તાદિ થયું હોય તે મિશ્રજાત કહેવાય છે (૪) તથા “સ્થાપ્યો તિ સ્થાપના' સાધુને નિમિત્તે કેટલાક કાળ સુધી રાખી મૂકાય તે સ્થાપના કહેવાય છે. અથવા તો “સ્થાપનું સ્થાપના' આ સાધુઓને આપવાનું છે એવી બુદ્ધિથી આપવા લાયક વસ્તુને કેટલાક કાળ સુધી રાખી મૂકવી તે સ્થાપના કહેવાય છે. તેના યોગથી દેવા લાયક વસ્તુ પણ સ્થાપના કહેવાય છે (૫). તથા કોઈપણ ઇષ્ટજનને અથવા પૂજયને બહુમાન પૂર્વક જે ઇચ્છિત (ઇસ્ટ) વસ્તુ અપાય છે તે પ્રાભૃત કહેવાય છે તેથી અહીં પ્રાભૂતના જેવું પ્રાભૃત એટલે સાધુઓને ભિક્ષાદિક દેવાની વસ્તુ. પછી “પ્રાકૃતમેવ પ્રાકૃતિકા' (જ પ્રાભૂત તે જ પ્રાકૃતિકા) કહેવાય છે. અહીં ‘તિવર્નને સ્વાર્થ પ્રત્યય: પ્રતિતિકૂવવનાનિ' (સ્વાર્થમાં લાગેલા પ્રત્યયો હોય તો તે પ્રકૃતિ, લિંગ અને વચનનો ફેરફાર કરે છે) આ વચનથી પ્રાભૃત શબ્દ પ્રથમ નપુંસકલિંગે હતો તોપણ સ્વાર્થમાં ‘ પ્રત્યય લાગવાથી સ્ત્રીલિંગે કર્યો છે. અથવા તો 'g' એટલે પ્રકર્ષે કરીને “રા' એટલે સાધુને દાન આપવારૂપ મર્યાદા વડે “મૃતા' એટલે નીપજાવેલી જે ભિક્ષા તે “પ્રાકૃતા' કહેવાય છે. ત્યાર પછી સ્વાર્થમાં ૪ પ્રત્યય કરવાથી પ્રાકૃતિકા' શબ્દ બન્યો છે (૬). સાધુને નિમિત્તે મણિ વગેરે સ્થાપન કરવા વડે અથવા ભીંત વગેરેને દૂર કરવા વડે દેવા લાયક વસ્તુને જે :' પ્રગટપણે “વર' કરવી તે “હુર” કહેવાય છે. તેના યોગથી ભક્તાદિ પણ પ્રાદુષ્કરણ કહેવાય છે. (૭) તથા “ીત' એટલે સાધુને માટે જે વસ્તુ મૂલ્ય વડે ખરીદ કરી હોય તે (૮) તથા ‘મિત્તે મામિત્વ' એટલે પછીથી હું તને ઘણું આપીશ એમ કહીને સાધુને માટે જે વસ્તુ ઉછીની ગ્રહણ કરાય છે તે અપમિત્ય કહેવાય છે. અહીં જે ઉછીનું લઈને ગ્રહણ કરાય છે તે પણ ઉપચારથી અપમિત્ય એમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org