________________
૭૪)
।। શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ ॥
ઉત્પન્ન કરી શકે છે. હવે અહીં ચારિત્રની શુદ્ધિનું કારણ બે પ્રકારે છે, તે આ પ્રમાણે-અત્યંતર અને બાહ્ય તે બંને પ્રકારનાં કારણને કહે છે :
મૂ.૦- હંસા-નાળમાં, ઘરળ યુદ્ધેયુ તેવુ તમ્બુદ્ધી ।। चरण कम्मसुद्धी, उग्गमसुद्धा चरणसुद्धि ॥९१॥
મૂલાર્થ : દર્શન અને જ્ઞાનથી ઉત્પન્ન થનારું ચારિત્ર છે. તે (દર્શન અને જ્ઞાન)ની શુદ્ધિ હોવાથી તે (ચારિત્ર)ની શુદ્ધિ થાય છે. ચારિત્ર વડે કર્મની શુદ્ધિ (ક્ષય) થાય છે. તથા ઉદ્ગમની શુદ્ધિથી ચારિત્રની શુદ્ધિ થાય છે. ૯૧૫
ટીકાર્થ : અહીં જે કારણ માટે જ્ઞાન અને દર્શનથી ઉત્પન્ન થયેલું ચારિત્ર છે, તે કારણ માટે તે બંનેની શુદ્ધિ હોય સતે જ તે ચારિત્રની શુદ્ધિ થાય છે, અન્યથા થતી નથી. તેથી અવશ્ય ચારિત્રની શુદ્ધિને માટે ચારિત્રી (સાધુ) એ સમ્યજ્ઞાન અને સમ્યગ્દર્શનને વિષે યત્ન કરવો જોઈએ. અને યત્ન એટલે નિરંતર સદ્ગુરુના ચરણકમળની સેવાપૂર્વક સર્વજ્ઞમતને અનુસરનાર તર્કશાસ્ત્ર અને આગમશાસ્ત્રનો (અથવા તર્ક, આગમ અને શાસ્ત્રનો) અભ્યાસ કરવો તેઃ આ કહેવા વડે ચારિત્રની શુદ્ધિનું અત્યંતર કારણ કહ્યું. અહીં કોઈ શકે કરે કે - ચારિત્રશુદ્ધિનું પણ શું પ્રયોજન છે કે જેથી આ પ્રમાણે તેની (ચારિત્રની) શુદ્ધિની અન્વેષણા થાય છે ? તે ઉપર જવાબ આપે છે કે - ‘પરમેન ર્મશુદ્ધિઃ' વિશુદ્ધ ચારિત્રવડે જ્ઞાનાવરણીયાદિક કર્મની શુદ્ધિ એટલે વિનાશ (ક્ષય) થાય છે. અને તે કર્મનો નાશ થવાથી આત્મા (જીવ) ને યશાવસ્થિત સ્વરૂપના લાભવાળો મોક્ષ પ્રાપ્ત થાય છે. તેથી મોક્ષના અર્થીવડે ચારિત્રશુદ્ધિની અપેક્ષા કરાય છે. તથા વળી કેવળ (ફક્ત) જ્ઞાન અને દર્શનની જ શુદ્ધિથી ચરિત્રની શુદ્ધિ થાય છે એમ નથી, પરંતુ ઉદ્ગમની શુદ્ધિથી (પણ) ચારિત્રની શુદ્ધિ થાય છે. આ કહેવા વડે બાહ્ય કારણ કહ્યું. તેથી કરીને ચારિત્રશુદ્ધિને માટે સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનવાળાએ પણ અવશ્ય ઉદ્ગમના દોષથી શુદ્ધ એવો આહાર ગ્રહણ કરવો. II૯૧॥ તે ઉદ્ગમના દોષ સોળ છે, તેને જ નામથકી બતાવે છે :
मू.०- 'आहाकम्मुद्देसिय, पूइकम्मे य 'मीसजाए य ॥ વળા પાટ્ટુડિયાળુ, પાઓગર-ીય પામિષ્યે ॥૨॥ પરિયટ્ટિા અમિત્તે, અમિન્ને માનોકે રૂ ૨ ।। ચ્છિન્ને સિક્કે, અન્ગ્રોવરણ્ ય સોલસમે રૂા
મૂલાર્થ : ૧. આધાકર્મ, ૨. ઔદેશિક, ૩. પૂતિકર્મ, ૪. મિશ્રજાત, ૫. સ્થાપના, ૬, પ્રાભૃતિકા, ૭. પ્રાદુષ્કરણ, ૮. ક્રીત, ૯. અપમિત્ય, ૧૦. પરિવર્તિત, ૧૧. અભિદ્ભુત, ૧૨. ઉભિન્ન,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org