________________
| દ્રવ્યોગમ વિષે મોદકપ્રિયકુમાર કથા |
(૭૩ શોણિત અને પિતાના વીર્યરૂપ બે પ્રકારના મળથી ઉત્પન્ન થએલ હોવાથી અશુચિ છે, તેના સંબંધના વશથી આ મોદક અશુચિ થયા છે. વળી જોવામાં આવે જ છે કે – કપૂર વગેરે પદાર્થો સ્વરૂપથી (સ્વભાવથી) સુગંધવાળા છે. તોપણ દેહના સંબંધથી ક્ષણમાત્રમાં દુર્ગધવાળા થઈ જાય છે. કેમ કે બીજા ક્ષણે જ અશુચિ સ્વરૂપવાળા શરીરના જ ગંધની પ્રાપ્તિ થાય છે. તેથી કરીને આ પ્રમાણે અશુચિરૂપ અનેક સેંકડો અપાયોથી વ્યાપ્ત એવા પણ આ શરીરને માટે જે (મનુષ્યો) ગૃહવાસને પામીને નરકાદિક કુગતિમાં પાડનારા પાપકર્મોને સેવે છે, તેઓ ચેતનાસહિત છે તો પણ મોહમય નિદ્રા વડે તેમનું વિવેકરૂપી ચેતન હણાયેલું હોવાથી પરમાર્થથી તો અચેતન જ જાણવા. તેઓને જે કાંઈ શાસ્ત્રાદિકનું જ્ઞાન હોય તે પણ પરમાર્થપણે તો કેવળ શરીરના પરિશ્રમ-ખેદરૂપ ફળવાળું જ છે, અથવા તો તે જ્ઞાન પણ પાપાનુબંધિકર્મના ઉદયથી તથા પ્રકારના ક્ષયોપશમનું કારણ હોવાથી અશુભ કર્મને જ કરનારું છે. તેથી તત્ત્વજ્ઞપુરુષોને તેવું જ્ઞાન ઉપેક્ષાનું જ સ્થાન છે. કારણ કે તે જ વિદ્વત્તા તત્વજ્ઞ પુરુષોને પ્રશંસા કરવા લાયક છે કે જે (વિદ્વત્તા) યથાવસ્થિત પદાર્થનું વિવેચન કરી ત્યાગ કરવા લાયકનો ત્યાગ અને ગ્રહણ કરવા લાયકને ગ્રહણ કરવાની પ્રવૃત્તિના ફળવાળી હોય. વળી જે વિદ્વત્તા સમગ્ર જન્મના અભ્યાસની પ્રવૃત્તિઓ કરીને કોઈપણ પ્રકારે (મહામુશ્કેલીથી) પરિપાકને પામી હોય તો પણ સર્વદા તથા પ્રકારના પાપકર્મના ઉદયના વશથી એકાંત અશુચિ એવા પણ સ્ત્રીઓના મુખ, જઘન, સ્તન વગેરે શરીરવયવોને વિષે મનોહરપણાનું વર્ણન કરવારૂપ ફળવાળી હોય, તે વિદ્વત્તા પણ આ ભવમાં શરીરના પરિભ્રમરૂપ ફળવાળી અને પરભવમાં કુગતિને વિષે પાડવાના કારણરૂપ છે. તેથી ઉપેક્ષા કરવા લાયક છે. વળી જે પરમર્પિષો સર્વદા સર્વજ્ઞના મતને અનુસરનારા તર્ક, આગમ અને શાસ્ત્ર (અથવા તર્કશાસ્ત્ર અને આગમશાસ્ત્રોનો અભ્યાસ કરવાથી યથાવસ્થિત (સત્યરીતે) હેય-ઉપાદેય વસ્તુને જાણનાર થઈને તથા આ પ્રમાણે શરીરનું અશુચિપણું ભાવીને યુવતિનાં શરીરને વિષે રાગી થતા નથી, તેમજ પોતાના શરીરને માટે પાપકર્મનું આચરણ કરતા નથી. પરંતુ જેઓ શરીરાદિકને વિષે નિઃસ્પૃહપણાએ કરીને નિરંતર સમ્યક શાસ્ત્રના અભ્યાસથી જ્ઞાનરૂપી અમૃતના સાગરમાં નિમગ્ન થયેલા છે, શત્રુ અને મિત્રને વિષે સમાન છે, પરીષહાદિકથી પરાભવ પામેલા નથી અને સમગ્ર કર્મનો નાશ કરવા માટે યત્ન કરે છે, તેઓ જ ધન્ય છે અને તેઓ જ તત્ત્વજ્ઞ છે. તેઓને હું નમસ્કાર કરું છું. તેઓએ આચરેલા માર્ગને હું હમણાં આચરું છું. આ પ્રમાણે વિચાર કરતાં તે મોદકપ્રિય કુમારને વૈરાગ્ય ઉત્પન્ન થવાથી સમ્યગુદર્શન, જ્ઞાન અને ચારિત્રનો ઉદ્ગમ થયો, અને ત્યારપછી કેવળજ્ઞાનનો ઉદ્ગમ થયો. ll૮૮-૮૯-૯૦ના
આ પ્રમાણે મોદકપ્રિય કુમારની કથા કહી. હવે ‘વારિત્રોત્રેનાધિ:' (ચારિત્રના ઉદ્ગમ વડે અહીં અધિકાર છે) એમ જે પ્રથમ કહ્યું હતું તેમાં શુદ્ધ એવા ચારિત્રના ઉદ્ગમ વડે એ છે એમ જાણવું, પણ અશુદ્ધનો અધિકાર નથી. કેમ કે અશુદ્ધ ચારિત્ર મોક્ષરૂપ કાર્યને સાધી શકે નહિ. જેમ હત-હણાયેલું બીજ અંકુરાને ઉત્પન્ન કરતું નથી. કેમ કે સર્વત્ર નહિ હણાયેલું જ કારણ કાર્યને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org