________________
૭૨)
॥ શ્રી પિંડનિયુક્તિગ્રંથનો અનુવાદ ॥
આ દેહ જ બે પ્રકારના મળથી ઉત્પન્ન થયેલ છે, તેથી તે મોદક અશુચિ થયા. આ પ્રમાણે તેને વૈરાગ્ય ઉત્પન્ન થવાથી દર્શન, જ્ઞાન અને ચારિત્ર એકી સાથે અથવા ક્રમે કરીને ઉત્પન્ન થયા. અને પછી કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. ૮૮-૮૯-૯૦
ટીકાર્થ : ‘વાસગૃહાત્’ વાસભવનમાંથી ‘અનુયાત્રા’ નીકળવું. ત્યારબાદ સભામાં યોગ્ય ક્રીડા કરી. ત્યારપછી ‘તે’ ભોજનને સમયે તે ‘તદ્ગુપ્રિયસ્વ' મોદકપ્રિય (જેને મોદક પ્રિય છે એવા નામના) કુમારને યોગ્ય એવા મોદક કરીને માતાએ ઘટ અને શરાવને વિષે મોકલ્યા. તે મોદક પરિવારની સાથે તેણે સ્વેચ્છાપૂર્વક ખાધા. ત્યાર પછી ફરીથી યોગ્યક્રીડા જોવામાં આસક્ત ચિત્તપણાએ કરીને રાત્રિએ જાગરણ કરવાથી તેને તે મોદક જીર્ણ થયા નહિ (પચ્યા નહિ) તેથી અજીર્ણદોષના પ્રભાવથી અત્યંત અશુચિગંધવાળો અપાનવાયુ છૂટ્યો તે વખતે તેને આહારના ઉદ્ગમની ચિંતા થઈ કે ‘ત્રિસમુત્ચા:' ઘી, ગોળ અને કણિક (આટા)થી ઉત્પન્ન થયેલા આ મોદક છે, તેથી શુચિપદાર્થથી ઉત્પન્ન થયેલા છે. (અહીં મૂળસૂત્રમાં ‘સુસમુત્થો’ એક વચન લખ્યું છે તે જાતિને આશ્રીને લખ્યું છે એમ સમજવું) પરંતુ કેવળ આ દેહ જ બે પ્રકારના મળથી ઉત્પન્ન થયેલ છે. તેથી તે (દેહ)ના સંબંધથી (આ મોદક) અશુચિ થયા છે.” આ પ્રમાણે વિચારતાં તેને વૈરાગ્ય ઉત્પન્ન થવાથી જ્ઞાન, દર્શન અને ચારિત્રનો એકી સાથે અથવા અનુક્રમે ઉદ્ગમ થયો. ત્યારપછી કેવળજ્ઞાનનો ઉદ્ગમ થયો. આ પ્રમાણે ગાથાના અક્ષરોનો અર્થ છે. પણ તેનો ભાવાર્થ તો કથાનકથી જાણવો તે આ પ્રમાણે :
શ્રીસ્થલક નામનું નગર છે. તેમાં ભાનુ નામે રાજા હતો. તેને રુકિમણી નામની ભાર્યા હતી. તે બંનેને સુરૂપ નામનો પુત્ર હતો. તે પુત્ર સુખપૂર્વક પાંચ ધાત્રી વડે પાલન કરતો જાણે પ્રથમ દેવલોકનો કુમાર હોય તેમ અનેક સ્વજનોના હૃદયને આનંદ પમાડતા એવા કુમારપણાને પામ્યો. ત્યારપછી શુક્લપક્ષના ચંદ્રબિંબની જેમ દિવસે દિવસે કળાવડે વૃદ્ધિ પામતો તે અનુક્રમે મનોહર એવી સ્ત્રીજનના મનને આનંદ આપનાર યુવાવસ્થાને પામ્યો. તેને સ્વભાવથી જ મોદક રૂચતા હતા. તેથી લોકમાં તેનું મોદકપ્રિય એવું નામ પ્રસિદ્ધ થયું. તે કુમાર એક દિવસ વસંતસમયે વાસભવનમાંથી પ્રાતઃકાળે ઊઠીને આસ્થાનમંડપ (સભા)માં આવ્યો. ત્યાં પોતાના શરીરના સુંદરપણાથી દેવાંગનાના રૂપના અહંકારને દૂર કરનારી મનોહર સ્ત્રીઓના ગીત, નૃત્ય વગેરે સાંભળવા જોવા પ્રવર્તો ત્યાં રહેલા તેને ભોજનવેળા પ્રાપ્ત થઈ ત્યારે તેના ભોજનને નિમિત્તે તેની માતાએ ઉત્તમ શરાવના સંપુટમાં અને બાકીના પરિવારના નિમિત્તે ઘડામાં મોદક નાખીને મોકલ્યા. ત્યાં તેણે પરિવાર સહિત ઇચ્છા પ્રમાણે મોદક ખાધા. પછી રાત્રિએ પણ ગીત, નૃત્યાદિકમાં વ્યાકુળચિત્તપણાને લીધે જાગરણ થવાથી તે મોદક જીર્ણ થયા નહિ. (પચ્યા નહિ) તેથી અજીર્ણના દોષના પ્રભાવથી તેનો અધોવાયુ અત્યંત અશુચિગંધવાળો નીકળ્યો તે ગંધના પુદ્ગલો ચોતરફ ભમતા ભમતા તેની નાસિકામાં પેઠાં. તે વખતે તેવા પ્રકારના તે અશુચિગંધને સુંઘીને તે વિચાર કરવા લાગ્યો કે - ‘આ મોદક ઘી, ગોળ અને કણિકના બનેલા છે, તેથી શુચિદ્રવ્યથી જ ઉત્પન્ન થયેલા છે, પરંતુ કેવળ આ જે દેહ માતાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org