________________
(૭૧
| દ્રવ્યોમ વિષે મોદકપ્રિયકુમાર કથા | તે દ્રવ્યના વિષયવાળો છે. વળી તે દ્રવ્યોમ જેનાથી, જે કાળે અને જે પ્રકારે થાય છે, તે કહેવા લાયક છે. ૮૭
ટીકાર્થ: ‘જ્યોતિષ' ચંદ્ર, સૂર્ય વગેરેનો ‘તૃપનાં' ડાભ વગેરે ઘાસનો ‘ધીનાં' શાલિ વગેરે ધાન્યનો “ધન' મેઘનો, ‘ઋણસ્ય' લેણદારને દેવાલાયક દ્રવ્યાદિકનો તથા “રા' રાજાને દેવા લાયક ભાગ (અંશ)નો, આ ઉપલક્ષણ છે તેથી બીજા પણ દ્રવ્યોનો જે ઉદગમ તે “ચ્ચે' દ્રવ્યના વિષયવાળો જાણવો. વળી તે દ્રવ્યોદ્ગમ ‘વત:' જેનાથકી “યા' જે કાળે અને “યથા' જે પ્રકારે હોય છે, તે તથા પ્રકારે કહેવા લાયક છે. તેમાં જ્યોતિષ અને મેઘનો ઉદ્ગમ આકાશ થકી છે, તૃણ અને ઔષધિનો ઉદ્ગમ ભૂમિથકી છે, ઋણનો ઉદ્ગમ વેપાર વગેરેથી છે અને કરનો ઉદ્ગમ રાજાના નીમેલા અધિકારી થકી છે. તથા જે કાળે એટલે જ્યોતિષને મળે સૂર્યનો ઉદ્ગમ પ્રાતઃકાળે છે. બીજા
જ્યોતિષોમાંથી કોઈનો કોઈક કાળે ઉદ્દગમ હોય છે. અને તૃષ્ણ વગેરેનો ઉદ્ગમ પ્રાયઃ શ્રાવણાદિક માસમાં હોય છે, તથા જે પ્રકારે એટલે જયોતિષ અને મેઘનો ઉદ્ગમ (ચોતરફ) પ્રસરવા વડે કરીને તૃણ અને ઔષધિનો ઉગમ ભૂમિને ફોડીને બહાર નીકળવાવડે કરીને, ઋણનો ઉદ્ગમ પાંચ, સો વગેરેના વ્યાજ વધવા વડે કરીને અને કરનો ઉદ્દગમ દરવર્ષે દરેક ઘરથી બન્ને દ્રમ (રૂપિયા) ગ્રહણ કરવા વડે કરીને થાય છે. એ જ પ્રમાણે બીજા દ્રવ્યોનો પણ જેનાથી, જે કાળે અને જે પ્રકારે ઉદ્ગમ (પ્રાદુર્ભાવ) થતો હોય તે તે પ્રકારે યથાયોગ્ય ભાવવો જેમ સંભવતો હોય તેમ કહેવો. ૫૮૭
અહીં પૂર્વે ‘વંમિ તદુપટ્ટ' એમ કહ્યું હતું, તે કહેવાવડે લડુકપ્રિય (લાડુ છે પ્રિય જેને એવા) કુમારની કથા સૂચવી છે, તેથી હમણાં તે જ કથાને ત્રણ હાથા વડે બતાવે છે –
मू.०- वासहरा अणुजत्ता, अत्थाणी जोग्गकिड्डकाले य ॥
घडगसरावेसु कया, उ मोयगा लड्डुगपियस्स ॥४८॥ जोग्गा अजिण्ण मारुय-निसग्ग ति समुत्थ तो सुइसमुत्थो ॥ आहारुग्गमचिंता, असुइत्ति दुहा मलप्पभवो ॥८९॥ तस्सेवं वेरग्गु-ग्गमेण सम्मत्तनाणचरणाणं ॥
जुगवं कमुग्गमो वा, केवलनाणुग्गमो जाओ ॥१०॥ મૂલાર્થઃ (કુમારનું) વાસભવનમાંથી નીકળવું થયું અને અસ્થાની (સભા)માં ગયો, ત્યાં યોગ્ય ક્રીડા કરવા લાગ્યો. પછી કરેલા મોદક ભોજનકાળે તે લડુકપ્રિય કુમારને ઘટ અને સરાવને વિષે મોકલ્યા. તે ખાધા. પછી રાત્રે યોગ્યક્રીડા જોવાથી અજીર્ણ થયું. દુર્ગધી વાયુ નીકળ્યો. પછી આહારના ઉદ્દગમનો વિચાર થયો. તેમાં ત્રણ વસ્તુથી ઉત્પન્ન થએલા મોદક પવિત્ર વસ્તુથી થયેલા છે. કેવળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org