________________
૭૦)
| શ્રી પિંડનિયુક્તિગ્રંથનો અનુવાદ છે. ઉદ્ગમ એવું જે નામ તે નામ અને નામવંતનો અભેદ ઉપચાર કરવાથી નામોદ્ગમ કહેવાય છે, અથવા તો નામવડે જે ઉદ્ગમ તે નામોમ એવી વ્યુત્પત્તિથી નામોદ્દગમ કહેવાય છે. તથા સ્થાપન કરાતો જે ઉદ્દગમ તે સ્થાપનોદ્ગમ કહેવાય છે. તથા દ્રવ્ય દ્રવ્યના વિષયવાળો અને ‘મા’ ભાવના વિષયવાળો ઉદ્ગમ હોય છે. I૮પા
તેમાં દ્રવ્યોગમ બે પ્રકારનો છે. આગમથી અને નોઆગમથી. નોઆગમથી પણ ત્રણ પ્રકારે છેઃ જ્ઞશરીર, ભવ્ય શરીર અને તેનાથી વ્યતિરિક્તઃ તેમાં આગમથી અને નોઆગમથી જ્ઞશરીર તથા ભવ્યશરીરરૂપ (બે) દ્રવ્યોદ્ગમ્, દ્રવ્યગવેષણાની જેમ જાણવા. અને જ્ઞશરીર તથા ભવ્યશરીરથી વ્યતિરિક્ત દ્રવ્યોદ્ગમને તથા નોઆગમથી ભાવોદ્ગમને પ્રતિપાદન કરે છે : मू.०- दव्वंमि लड्डगाई, भावे तिविहोग्गमो मुणेयव्वो ॥
दसणनाणचरित्ते, चरित्तुग्गमेणेत्थ अहिगारो ॥८६॥ મૂલાર્થઃ લાડુ વગેરે દ્રવ્યના વિષયવાળો ઉદ્ગમ જાણવો તથા ભાવને વિષે દર્શન, જ્ઞાન અને ચારિત્રના વિષયવાળો ઉદ્દગમ જાણવો. અહીં ચારિત્ર ઉદ્ગમવડે અધિકાર છે. ICE
ટકાર્થ: “દ્રવ્યના વિષયવાળો ઉગમ “નડ્ડાવી લાડુ વગેરેના વિષયવાળો એટલે લાડુ વગેરે સંબંધી જાણવો. અહીં આદિ શબ્દ છે તેથી જ્યોતિષ વગેરકેનું ગ્રહણ કરવું. તથા ‘માવે' ભાવના વિષયવાળો ઉદ્ગમ વિવિધ:' ત્રણ પ્રકારનો જાણવો તે આ પ્રમાણે “તને દર્શનના વિષયવાળો ‘જ્ઞાને' જ્ઞાનના વિષયવાળો અને ‘વત્રેિ ચારિત્રના વિષયવાળો જાણવો. વળી અહીં તો ચારિત્ર ઉદ્ગમે કરીને અધિકાર:' પ્રયોજન છે. કેમકે મોક્ષનું પ્રધાન અંગ ચારિત્ર છે. તે આ પ્રમાણે જ્ઞાન અને દર્શન હોય તો પણ તે ચારિત્ર વિના કર્મમળને દૂર કરવા સમર્થ નથી. (જેમકે - શ્રેણિક વગેરેને વિષે જ્ઞાન, દર્શન છતા પણ ચારિત્ર નહિ હોવાથી કર્મમળના નાશની અપ્રાપ્તિ રહી છે.) પરંતુ ચારિત્ર તો જ્ઞાન, દર્શન વિના હોતું જ નથી. તથા સ્વરૂપે કરીને પણ નવા કર્મના ઉપાદાનનો નિષેધ અને પૂર્વે બાંધેલા કર્મનો નાશ કરવાના સ્વરૂપવાળું છે. તેથી તે પ્રધાન કારણ છે, અને બુદ્ધિમાનની પ્રવૃત્તિઓ પ્રધાન કારણને અનુસરનારી હોય છે. તેથી અહીં (આ ગ્રંથમા) ચારિત્ર ઉદ્ગમવડે પ્રયોજન છે. I૮
લડકાદિક એ ઠેકાણે આદિ શબ્દવડે પ્રાપ્ત થયેલ જ્યોતિષ ઉદ્ગમાદિ રૂપ દ્રવ્યોદ્દગમનો વિસ્તાર કરવા માટે કહે છે :
मू.०- जोइसतणोसहीणं मेहरिणकराणमुग्गमो दव्वे ॥
सो पुण जत्तो य जया, जहा य दव्वुग्गमो वच्चो ॥८७॥ મૂલાર્થઃ જયોતિષ, તૃણ, ઔષધિ, મેઘ, ઋણ (કરજ) અને રાજનો કર આ સર્વનો જે ઉગમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org