________________
// ભાવગવેષણાને વિષે ઉગમના પર્યાયો છે.
(૬૯ નથી. જો કદાચ તમે એમ કહેતા હો કે પાસે રહેલા વિદ્યાચળના નિર્ઝરણાના પ્રવાહથી આ પ્રમાણે ભરેલા મોટા સરોવરો અને ઘણા ઊગેલા નળવનો થયા છે, તેથી આ કાંઈ કૂટરચના નથી. આવું તમારું કહેવું આયુક્ત છે. કેમકે અન્યકાળ (ગયેલી ગ્રીષ્મઋતુઓમાં) પણ ઝરણાઓ તો હતા જ, પરંતુ આવી રીતે કોઈપણ વખત ઘણા જળથી ભરેલા મોટા સરોવરો નહોતા.” II૮૩ આ અર્થનો જ સંગ્રહ કરનારી ગાથાને નિયુક્તિકાર કહે છે - मू.०- विइयमेयं गजकुलाणं, जया रोहंति नलवणा ॥
अन्नया वि झरंति हृदा, न य एवं बहुओदगा ॥८४॥ મૂલાર્થઃ હાથીના કુળ (સમૂહ) આ જાણેલું જ છે કે - જ્યારે નળવનો અત્યંત ઉગે છે, અન્યદા પણ દ્રહો ઝરે છે, પરંતુ આ પ્રમાણે ઘણા પાણીવાળા સરોવરો હોતા નથી. II૮૪
ટીકાર્થ: હાથીના કુળને આ જાણિતું જ છે કે – જયારે જે કાળે) નળ (બરૂ)નાં વનો ‘રોહૃતિ' અત્યંત ઉગેલા હોય છે. અર્થાત્ વર્ષાઋતુ સિવાય ન જ હોય તે હસ્તિકુળને જાણીતું જ છે.) તેથી આ (નળવનો) સ્વાભાવિક નથી. જો કદાચ નિર્ઝરણાના વશથી આ પ્રમાણે આ વનો ઉગ્યા છે, એમ કોઈ કહે, તો તે ઉપર કહે છે કે – અન્યદા પણ દ્રહો ઝરે છે. પરંતુ કદાપિ આવા ઘણા જળવાળા મોટા સરોવરો થયા નથી; તેથી કોઈ ધૂર્ત આ કૂટ રચના કરી છે, માટે તમે તેમાં જશો નહિ. આ પ્રમાણે યૂથપતિએ કહ્યું, ત્યારે જેઓએ તેનું વચન અંગિકાર કર્યું, તેઓ દીર્ઘકાળ સુધી વનને વિષે સ્વેચ્છા મુજબ ફરવાના સુખને ભજનારા થયા. અને જેઓએ અંગીકાર ન કર્યું, તેઓ બંધન-સુધા વગેરે દુઃખને ભોગવનારા થયા. અહીં પણ હાથીના યૂથપતિને ‘નળવન સદોષ છે કે નિર્દોષ છે?” એમ જે વિચાર થયો તે દ્રવ્યગવેષણા જાણવી. દણંતિકની યોજના પૂર્વની જેમ પોતાની મેળે જ જાણી લેવી. ૮૪
આ પ્રમાણે દ્રવ્યગવેષણા કહી હવે ભાવગવેષણા કરવા લાયક છે અને તે ઉગમ અશુદ્ધ આહારના વિષયવાળી છે. તેમાં પ્રથમ ઉગમના એક અર્થવાળા નામો તથા નામાદિક ભેદોને કહે છે :
मू.०- उग्गम उग्गोवण मग्गणा य एगट्ठियाणि एयाणि ॥
नाम ठवणा दविए, भावंमि य उग्गमो होइ ॥८५॥ મૂલાર્થઃ ઉદ્દગમ, ઉજ્ઞોપના અને માર્ગણા એ એકાર્થિક શબ્દો છે. વળી તે ઉદ્દગમ, નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એમ ચાર પ્રકારનો છે. I૮પા
ટીકાર્થઃ ઉદ્ગમ્, ઉદ્ગોપના અને માર્ગણા એ એકાર્થિક નામો છે. તે ઉગમ ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે : “નામ તિ' નામોદ્ગમ એટલે ‘ઉદ્ગમ' એવું જે નામ, અથવા તો જીવ કે અજીવનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org