________________
૬૮)
// શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ II જાણ્યું. તેથી તેમણે તેને ઘેર પ્રવેશ કરતા સાધુઓને નિવાર્યા કે - “હે સાધુઓ. ત્યાં સાધુને નિમિત્તે આહાર કરેલો છે, તેથી તમે ત્યાં જશો નહિ” આ પ્રમાણે ગુરુએ કહ્યું, ત્યારે જેઓએ તેમનું વચન અંગીકાર કર્યું, તેઓ આધાકર્મના પરિભોગથી ઉત્પન્ન થતા પાપકર્મથી બંધાયા નહિ, અને તેઓએ ગુરુની આજ્ઞા પણ પાળી, તેથી સંયમપ્રવૃત્તિના શુદ્ધ અને શુદ્ધતર ભાવ પરિણામથી મુક્તિના સુખને ભજનારા થયા. અને જેઓ આહારના લંપટપણાથી થતા દોષોની અવગણના કરી જેમ મત્સ્ય બડિશ (કાંટા) ને વિષે સ્થાપન કરેલા માંસમાં પ્રવૃત્ત થાય છે તેમ - આધાકર્મને વિષે પ્રવૃત્ત થયા, તેઓ કુગતિના કારણરૂપ આધાકર્મના પરિભોગથી અને ગુરુની આજ્ઞાના ભંગથી અતિદીર્ઘ સંસારને ભજનારા ભોગવવાળા થયા ll૮રા હવે હાથીનું દષ્ટાંત કહે છે – मू.०- हत्थिग्गहणं गिम्हे, अरह हिं भरणं च सरसीणं ॥
अच्चुदएण नलवण, आरूढा गयकुलागमणं ॥८३॥ મૂલાર્થઃ ગ્રીષ્મઋતુમાં હાથીને ગ્રહણ કરવા છે, તેથી મોટા સરોવરોને અરઘટ્ટના પાણીથી ભર્યા. ત્યાં ઘણા જળને લીધે નળના બિરુના) વન અત્યંત ઉગ્યા. તેથી ત્યાં હાથીઓના સમૂહનું આવવું થયું. l૮all
ટીકાર્થ “મારે હાથીઓ ગ્રહણ કરવા છે' એમ રાજાને વિચાર થયો. તેથી તેને ગ્રહણ કરવા માટે ગ્રીષ્મઋતુમાં પણ પુરુષોને મોકલ્યા. તેઓએ અરઘટ્ટ (રેંટ) વડે મોટા સરોવરોને ભર્યા. ત્યારે અત્યંત જળને લીધે નળના વનો ઘણા ઉગ્યા. ત્યારબાદ ત્યાં હાથીના સમૂહનું આવવું થયું. આ ગાથાનો અક્ષરાર્થ છે. તેનો ભાવાર્થ કથાનકથી જાણવો. તે આ પ્રમાણે : આનંદ નામનું નગર છે. ત્યાં રિપુમર્દન નામે રાજા હતો. તેને ધારિણી નામની ભાર્યા હતી. તે નગરની પાસે લાખો હાથીઓના સમૂહથી વ્યાપ્ત એવું વિદ્યાચળનું વન છે. તેથી એકદા હાથીનું બળ (સૈન્ય) એ મહાબળ છે, માટે મારે અવશ્ય હાથીઓ ગ્રહણ કરવા.' એમ વિચારીને રાજાએ હાથીઓ પકડવા માટે તત્કાળ પુરુષોને પ્રેરણા (આજ્ઞા) કરી. ત્યારે તે પુરુષોએ વિચાર કર્યો કે – “હાથીઓને નળ (બરૂ)નો ચારો ઇષ્ટ છે, પણ તે હાલ ગ્રીષ્મઋતુમાં સંભવતો નથી, પરંતુ વર્ષાઋતુમાં સંભવે છે. તેથી હમણાં અરઘટ્ટવડે મોટા સરોવરોને આપણે ભરીએ. તેથી નળનાં વનો અત્યંત ઉગેલા થશે.” આ પ્રમાણે વિચારી તેઓએ તે પ્રમાણે કર્યું અને નળ (બરૂ)નાં વનની પાસે ચોતરફ પાશ માડ્યા. એવામાં યૂથાધિપતિ સહિત હાથીનો સમૂહ ભમતો ભમતો ત્યાં આવ્યો. તે વખતે ચૂંથાધિપતિએ તે નળવનને જોઈ હાથીઓને કહ્યું કે – “હે હાથીઓ, આ નળવનો સ્વાભાવિક રીતે ઉગેલા નથી. પરંતુ આપણને બાંધવા માટે કોઈ પૂર્વે આ ફૂટ રચના કરી છે. કેમ કે આ પ્રમાણે અત્યંત ઉગેલા નળવનો કે અતિજળથી ભરેલા મોટા સરોવરો વર્ષાઋતુમાં જ સંભવે છે, પણ હાલમાં ગ્રીષ્મઋતુમાં સંભવતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org