________________
| દૃષ્ટાંતિક યોજનામાં સામેતાચાર્યની કથા છે
(૬૭
નથી. કદાચ સંભવે તો પણ ઢગલે ઢગલાના આકારે તો ઘટતા જ નથી. કદાચ તમે માનતા હો કે - તથા પ્રકારના વાતા એવા વાયુના સંબંધથી ઢગલેઢગલાને આકારે આ ફળો ઘટે છે તો તે પણ અયુક્ત છે. કેમકે પહેલાં પણ વાયુ તો વાતા જ હતા. પરંતુ કદાપિ આ પ્રમાણે ઢગલેઢગલાને આકારે થયા જ નથી.” !!૮૦-૮૧ તથા વળી આ વાતને જ નિર્યુક્તિકાર કહે છે :મૂ.૦- વિફર્ચ સુiા, નયા સીવન્નિ રીય છે.
पुरा वि वाया वायंता, न उण पुंजकपुंजका ॥८२॥ મૂલાર્થઃ જે વખતે શ્રીપર્ણીવૃક્ષ ફળે છે, તે મૃગોને વિદિત જ છે. પહેલાં પણ વાયુ વાયા હતા, પરંતુ ઢગલેઢગલા થયા હોતા !૮રો
ટીકાર્થ “જે વખતે શ્રીપર્ણવૃક્ષ નીતિ' (ધાતુઓના અનેક અર્થ હોવાથી ભીતિ તિ.') ફળે છે. (તે વખત = કાળ) “વિત’ પ્રસિદ્ધ છે. એટલે કે- આ મૃગોના જાણવામાં છે. તેથી હમણાં ફળો સંભવતા નથી. કદાચ સંભવે તો પણ ઢગલેઢગલાના આકારે શી રીતે રહેલા હોય? જો વાયુના વશથી તમે કહેતા હો તો પૂર્વે પણ વાયુ વાયા હતા, પરંતુ ફળોના આવા ઢગલેઢગલા કદાપિ થયા નથી. તેથી આપણને બાંધવા માટે કોઈએ આ ફૂટ(કપટ) કર્યું છે. તેથી તમે તેની પાસે જશો નહિ.” આ પ્રમાણે યૂથપતિએ કહ્યું, ત્યારે જેઓએ તેનું વચન અગિકાર કર્યું, તેઓ દીર્ઘ આયુષ્યવાળા થઈ વનમાં સ્વેચ્છાવિહારી થવાપૂર્વક સુખના ભાજન થયા. પણ જેઓએ આહારના લંપટપણાથી તેનું વચન અંગીકાર ન કર્યું. તેઓ પાશબંધનાદિક દુઃખને ભોગવવાવાળા થયા. અહીં શ્રીપર્ણીફળની જેવા મોદકરૂપ દ્રવ્યને વિષે યૂથાધિપતિને જે સદોષપણા અને નિર્દોષપણાનો વિચાર થયો, તે દ્રકવ્યગવેષણા જાણવી. અહીં નિયુક્તિકારે “પત્થનાસભ્ય ૩વના ૩' (પ્રશસ્ત અને અપ્રશસ્ત ઉપમા) આમ કહેવાથી દષ્ટાંતિક અર્થ પણ સૂચિત કર્યો છે એમ જાણવું, તે આ પ્રમાણે યુથાધિપતિને સ્થાને આચાર્ય અને મૃગસમૂહને સ્થાને સાધુઓ જાણવા. તેમાં જે ગુરુની આજ્ઞાથી આધાકર્માદિ દોષવડે દૂષિત થયેલા આહારનો ત્યાગ કરનારા છે, તે પ્રશસ્તમૃગ જેવા જાણવા : પરંતુ જેઓ આહારના લંપટપણાથી ગુરુની આજ્ઞા દૂર કરીને આધાકર્માદિનો પરિભોગ કરનારા થયા, તેઓ અપ્રશસ્તમૃગ સરીખા જાણવા.
આ અર્થને વિષે આ કથાનક જાણવું : હરત નામનું ગામ છે. ત્યાં આગમને અનુસાર વિહાર કરતા સમિત નામના આચાર્ય મહારાજ આવ્યા. તે ગામમાં જિનદત્ત નામે એક શ્રાવક હતો. તે જિનાગમ અને સાધુભક્તિને વિષે તન્મય ચિત્તવાળો અને દાન દેવામાં નિપુણ હતો. તેણે એકદા સાધુને નિમિત્તે આધકર્મ દોષવાળું ભક્ત કરાવ્યું. આ સર્વ વૃત્તાંત સૂરિમહારાજાએ કોઈપણ પ્રકારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org