________________
૬૬)
॥ શ્રી પિંડનિયુક્તિગ્રંથનો અનુવાદ I
હાથીઓ દૃષ્ટાંત છે. તથા ‘ભાવે' ભાવિષયવાળી ગવેષણા ‘ઘૂમ ૩બાયળત્તિ -(સૂચનાત્ સૂત્રમ' સૂચના કરવાથી સૂત્ર કહેવાય છે, એ ન્યાય થકી) ઉદ્ગમ અને ઉત્પાદના દોષથી રહિત એવા આહારના વિષયવાળી ગવેષણા છે. લી
ઉપર જે કહ્યું કે -‘મિ ગયા' તેમાં કુરંગનું દૃષ્ટાંત બે ગાથા વડે કહેવાને ઇચ્છતા સતા (નિર્યુક્તિકાર) કહે છે :
मू. ० - जियसत्तु देवि चित्तसभ, पविसणं कणगपिट्ठपासणया ॥ - दुब्बल - पुच्छा, कहणं आणा य पुरिसाणं ॥८०॥
વોહન
सीवन्निसरिसमोयग - करणं सीवन्निरुक्खट्ठे सु ॥
સામળ પંચાળ, પન્નત્ય-અપત્ય-વા- ૩ ૫૮૫
મૂલાર્થ : જિતશત્રુ રાજા અને રાણીનો ચિત્રસભામં પ્રવેશ, ત્યાં કનકપુષ્ઠ (સુવર્ણ જેવી પીઠવાળા) મૃગનું જોવું, તેનો દોહલો થયો. તે પૂરો ન થવાથી દુર્બળતા, તે જોઈ રાજાનું પૂછવું, ત્યારે તેણીનું કહેવું, ત્યારે રાજાએ પુરુષોને આજ્ઞા આપી (૮૦) તેઓએ વનમાં જઈ શ્રીપર્ણીફળની જેવા મોદક કરી શ્રીપર્ણીવૃક્ષની નીચે મૂક્યા. ત્યાં કુરંગો આવ્યા. આ પ્રશસ્ત અપ્રશસ્ત ઉપમા જાણવી. ૮૧।।
ટીકાર્થ : બંને ગાથાનો અર્થ સુગમ છે. વિશેષ એ કે - આનો ભાવાર્થ કથાનકથી જાણવો, તે આ પ્રમાણે : ક્ષિતિપ્રતિષ્ઠિત નામનું નગર હતું. તેમાં જિતશત્રુ રાજા હતો, તેની ભાર્યા સુદર્શના નામની પટ્ટરાણી હતી. તે કોઈ વખત ગર્ભિણી હતી ત્યારે રાજાની સાથે ચિત્રસભામાં પેઠી. ત્યાં ચિત્રમાં આળેખેલા કનકપૃષ્ટ મૃગોને જોઈ તેનં માંસ ખાવાનો તેણીને દોહદ થયો. દોહદ પૂર્ણ નહિ થવાથી ખેદને લીધે તેણીનું શરીર દુર્બળ થયુ. તે જાઇ રાજાએ ખેદ સહિત તેણીને પૂછ્યું કે ‘હે પ્રિયા, તારા શરીરમાં કેમ અતિ દુર્બળતા થઈ ?' ત્યારે તેણીએ પોતાનો દોહદ કહ્યો. તે સાંભળી રાજાએ તરત જ કનકપુષ્ઠ મૃગોને લાવવા માટે પોતાના પુરુષો (નોકરો)ને મોકલ્યા. તે પુરુષોએ પોતાના ચિત્તમાં વિચાર કર્યો કે - ‘આ જગતમાં જેને જે પ્રિય હો તે તેમાં આસક્ત થઈ પ્રમાદપણાને ભજતો સતો સુખેથી જ બંધાય છે. અને કનકપુષ્ઠ મૃગોને શ્રીપર્ણીનાં ફળો અતિપ્રિય છે. તે ફળો આ સમયે હોતા નથી. તેથી તે ફળની જેવા મોદકો કરીને શ્રીપર્ણીવૃક્ષોની નીચે ઢગલે ઢગલા કરીને તેની પાસે પાસલા સ્થાપન કરીએ.’ આ પ્રમાણે વિચારીને તેઓએ તે જ પ્રમાણે કર્યું. પછી તે કનકપુષ્ઠ મૃગો પોતાના યૂથપતિની સાથે સ્વેચ્છાપૂર્વક ભમતા ભમતા ત્યાં આવ્યા. તે વખતે યૂથના અધિપતિએ શ્રીપર્ણીફળના આકારવાળા ઢગલે ઢગલા રૂપે રહેલા મોદકો જોઈને મૃગોને કહ્યું કે – “હે મૃગો, તમને બાંધવા માટે કોઈ ધૂતારાએ આ ફૂટ (કપટ) કર્યું છે. કેમકે - હાલમાં શ્રીપર્ણીફળો સંભવતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org