________________
(૬૫
| | નામાદિ ચાર પ્રકારની ગવેષણા | ટીકાર્થ : “ભવ:' જ્ઞાનાદિકરૂપ પરિણામ વિશેષ, તેના વિષયવાળી જે એષણા તે ભાવૈષણા કહેવાય છે. અર્થાત્ જે પ્રકારે જ્ઞાન, દર્શન અને ચારિત્રનો એક દેશથકી અથવા સમૂલઘાત (સર્વથકી) ઘાત ન થાય, તેમ પિંડાદિકની એષણા કરવી એ ભાવાર્થ છે. તે (ભાવૈષણા) પણ ‘ત્રિધા' ત્રણ પ્રકારે ‘મશ:' અનુક્રમે વીતરાગ પ્રભુએ કહી છે. કેવા અનુક્રમે કહી છે? તે કહે છે - “શે' ઇત્યાદિ, પહેલી ગવેષઔષણા ત્યાર પછી પ્રહરૈષણા અને ત્યાર પછી પ્રારૈષણા II૭ળા. શા માટે આ પ્રમાણે ગવેષણાદિકનો અનુક્રમ કહ્યો? તે ઉપર કહે છે :मू.०- अगविट्ठस्स उ गहणं, न होइ न य अगहियस्स परिभोगो।
एसणतिगस्स एसा, नायव्वा आणुपुव्वी उ ॥८॥ મૂલાર્થઃ ગવેષણા નહિ કરેલા પિંડાદિકનું ગ્રહણ હોઈ શકે નહિ, અને ગ્રહણ નહિ કરેલાનો પરિભોગ હોઈ શકે નહિ. તેથી ત્રણ એષણાની આ આનુપૂર્વી (અનુક્રમ) જાણવી. II૭૮.
ટીકાર્થ અહીં ‘ષિતશ્ય' ગવેષણા નહિ કરેલા એટલે પરિભાવિત (શોધન) નહિ કરેલા પિંડાદિકનું ગ્રહણ થઈ શકતું નથી તથા નહિ ગ્રહણ કરેલાનો પરિભોગ થઈ શકતો નથી. તેથી ‘ષા' આ પૂર્વે કહેલ ‘માનુપૂર્વી અનુક્રમ જાણવો. l૭૮ હવે ગવેષણાના નામાદિક ભેદોને કહે છે: मू.०- नामं ठवणा दविए, भावंमि गवेसणा मुणेयव्वा ।
दव्वंमि कुरंगगया, उग्गमउप्पायणा भावे ॥७९॥ મૂલાર્થ: નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવને વિષે (વિષયવાળી) ગવેષણા જાણવી. તેમાં દ્રવ્યને વિષે મૃગ અને હસ્તી જાણવા, તથા ભાવને વિશે ઉદ્દગમ અને ઉત્પાદના જાણવી. II૭૯
ટીકાર્થ : “રાતિ' નામગવેષણા તથા સ્થાપનાગવેષણા, એ બે એષણાની જેમ વિસ્તાર સહિત પોતાની મેળે જ જાણી લેવી. તથા ‘ત્રે' દ્રવ્યવિષયવાળી અને “માવે' ભાવવિષયવાળી (કહે છે) તેમાં દ્રવ્યવિષયવાળી ગવેષણા આગમ અને નોઆગમના ભેદથી બે પ્રકારની છે. તેમાં ગવેશણા શબ્દના અર્થનો જે જાણકાર હોય પણ તેમાં ઉપયોગવાળો ન હોય તે આગમથી દ્રવ્યગવેષણા છે. કેમ કે ‘અનુપયોગો દ્રવ્ય' (જે ઉપયોગ રહિત હોય તે દ્રવ્ય કહેવાય છે.) એવું વચન છે માટે. વળી નોઆગમથકી દ્રવ્યગવેષણા ત્રણ પ્રકારે છે. જ્ઞશરીર, ભવ્ય શરીર અને તવ્યતિરિક્ત (તે બંનેથી રહિત) એવા ભેદથકી. તેમાં જ્ઞશરીર અને ભવ્યશરીર એ બંનેથી વ્યતિરિક્ત ગવેષણા સચિત્તાદિક દ્રવ્યના વિષયવાળી છે. તેમાં કુરંગ અને ગજ ઉદાહરણ છે, તે બાબત મૂળ ગાથામાં કહ્યું છે કે વ્યંમ સુયા -' ‘ળે' એટલે દ્રવ્યના વિષયવાળી ગવેષણાને વિષે “સુરંગ:' મૃગો અને “ના.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org