________________
(૭૯
છેઆધાકર્મ નામનું સ્વરૂપ છે પ્રકારે છે. તેમાં આધા શબ્દના અર્થને જાણવામાં કુશળ અને તેમાં ઉપયોગવાળો જે હોય તે આગમથી ભાવાધા કહેવાય છે. કેમકે “ઉપયોગ માવનિક્ષેપ' (ઉપયોગ એ ભાવનિક્ષેપ છે) એવું વચન છે તથા જયાં ત્યાં (કોઈપણ ઠેકાણે) મનનું પ્રણિધાન (એકાગ્રતા) હોય તે નોઆગમથી ભાવાધા કહેવાય છે. તે આ પ્રમાણે : ભાવ એટલે મનનો પરિણામ (અધ્યવસાય) તેનું આધાન એટલે જે નિષ્પાદન (નીપજવું) તે ચિંત્વનને અનુસરે છે તે રૂપે મનનો પરિણામ થયે સતે થાય છે. અન્યથા થતું નથી. તેથી મનનું જે પ્રણિધાન તે ભાવાધા કહેવાય છે. વળી તે ભાવાધા અહીં પ્રસ્તાવથી સાધુને દાન આપવા માટે ઓદનને રાંધવા, રંધાવવા વગેરે વિષયવાળી જાણવી. તે આધા વડે જે ઓદનપાકાદિક કર્મ કરવું તે આધાકર્મ કહેવાય છે. તે તે બાબત નિર્યુક્તિકાર મહારાજ કહે છે :
मू.०- ओरालसरीराणं, उद्दवण तिवायणं च जस्सट्टा ॥
मणमाहित्ता कीरइ, आहाकम्मं तयं बेंति ॥९७॥ મૂલાર્થઃ ઐદારિક શરીરનું અપદ્રાવણ અને ત્રિપાતન જેને માટે મનની પ્રવૃત્તિપૂર્વક કરાય છે, તે આધાકર્મ કહેવાય છે. ૯૭
ટીકાર્થ જેઓને ઔદારિક શરીર હોય તે દારિક શરીરવાળા કહેવાય છે. તે તિર્યંચ અને મનુષ્ય એમ બે પ્રકારના છે. તેમાં તિર્યંચ એટલે એકેંદ્રિયથી આરંભીને પંચેન્દ્રિય પર્યત જાણવા. એકેંદ્રિયો પણ સૂક્ષ્મ અને બાદર એમ બે પ્રકારના છે. અહીં કોઈ શંકા કરે કે “અહીં અપદ્રાવણ (કદર્થના) ને યોગ્ય જે તિર્યંચો હોય તે ગ્રહણ કરવા જોઈએ. પરંતુ સૂક્ષ્મ એકેદ્રિયોને સૂક્ષ્મ હોવાને લીધે મનુષ્યાદિકે કરેલું અપદ્રાવણ સંભવતું નથી. તેથી તે (સૂક્ષ્મ) અહીં કેમ ઝણક કરી શકાય? ઉત્તર : અહીં જે પ્રાણી જે કારણથી વિરતિ પામ્યો નથી-અવિરતિ છે, તે પ્રાણી કાર્યને ન કરતો હોય તો પણ પરમાર્થથી કરતો જ જાણવો. જેમ કોઈ માણસ રાત્રિભોજનથી વિરતિ પામ્યો નથી, તે માણસ રાત્રિભોજન કરતો ન હોય તો પણ તે રાત્રિભોજનવાળો જ કહેવાય છે. તેમ ગૃહસ્થ પણ સૂક્ષ્મ એકેન્દ્રિયના અપદ્રાવણથી નિવૃત્ત થયો નથી. તેથી સાધુને માટે સમારંભ કરતો તે ગૃહસ્થ તે સૂક્ષ્મનું પણ અપદ્રાવણ કરનાર જાણવો. એ કારણથી સૂક્ષ્મનું ગ્રહણ કર્યું છે. અથવા તો અહીં બાદર એકેંદ્રિયો જ ગ્રહણ કરવા, પણ સૂક્ષ્મ ગ્રહણ કરવા નહિ. તે વિષે ભાષ્યકાર મહારાજા હમણાં જ કહેશે કે - “ગોરા હi તિરિવવવમyયા ડી સુહુવન્ના ' અથવા તો અહીં ઔદારિકના ગ્રહણ વડે સૂક્ષ્મસિવાયના તિર્યંચ અને મનુષ્ય જાણવા. તે ઔદારિક શરીરવાળા જીવોનું જે અપદ્રાવણ એટલે અતિપાત (વિનાશ) સિવાયની પીડા આનો ભાવાર્થ શું? તે કહે છે - સાધુને માટે ઓદનાદિકનો સંસ્કાર કરાતે સતે જ્યાં સુધી શાલિ વગેરે વનસ્પતિકાયાદિકના પ્રાણનો નાશરૂપ અતિપાત થતો નથી, ત્યાં સુધી તેની થતી સર્વ પીડા અપદ્રાવણ કહેવાય છે. જેમકે સાધુને ઉદ્દેશીને શાલિ ઓદનને માટે શાલિની ડાંગરને જ્યાં સુધી બે વાર ખાંડે ત્યાં સુધી અપદ્રાવણ છે, અને ત્રીજી વાર ખાંડે ત્યારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org