________________
૮૦)
॥ શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ ॥
તે અતિપાત (વિનાશ) છે. કેમકે ત્રીજી વાર ખાંડે ત્યારે શાળના જીવોનો અવશ્ય અતિપાત થાય છે તેથી ત્રીજી વાર જે ખાંડવું તે અતિપાતના ગ્રહણ વડે ગ્રહણ કરાય છે. તે વિષે ભાષ્યકાર મહારાજ હમણાં જ કહેશે કે - ‘ડાં પુળ નાળસુ ગવાયનિષ્ક્રિય પીડ ।' વળી અતિપાત રહિત જે પીડા તે અપદ્રાવણ કહેવાય છે એમ જાણે (અહીં ‘વળ' શબ્દથકી પર વિભક્તિનો લોપ થયો છે તે આર્ષપ્રયોગને લીધે થયો છે.) તથા ‘તિપાયનું તિ’ ત્રણ એટલે કાયા, વાણી અને મન. અથવા ત્રણ એટલે દેહ, આયુષ્ય અને ઇંદ્રિય, અને (તેનું) પાતન એટલે અતિપાત વિનાશઃ અહીં ત્રણ પ્રકારના સમાસની વિવક્ષા છે તે આ પ્રમાણે ષષ્ઠિતત્પુરુષ, પંચમી તત્પુરુષ અને તૃતીયા તત્પુરુષ તેમાં ષષ્ઠિ તત્પુરુષ સમાસ પ્રમાણે કાય, વાણી અને મન એ ત્રણનું જે પાતન એટલે વિનાશ તે ત્રિપાતન કહેવાય છે. આ ત્રિપાતન પરિપૂર્ણ ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યનું જાણવું પરંતુ એકેન્દ્રિયોને તો કેવળ કાર્યનું જ અતિપતન હોય છે. અથવા તો દેહ, આયુષ્ય અને ઇંદ્રિય એ ત્રણનું જે પાતન એટલે વિનાશન તે ત્રિપાતન કહેવાય છે. આ ત્રિપાતન સર્વે તિર્યંચ અને મનુષ્યોને પરિપૂર્ણ ઘટે છે. કેવળ જે પ્રકારે જેઓને સંભવે તે પ્રકારે તેઓનું કહેવું, જેમકે - એકેન્દ્રિયોને ઔદારિક દેહનું, તિર્યંચાયુષ્યરૂપ આયુષ્યનું અને સ્પર્શેન્દ્રિયરૂપ ઇંદ્રિયનું એમ ત્રિપાતન ઘટે છે. દ્વીંદ્રિયોને ઔદારિકરૂપ દેહનું તિર્યંચરૂપ આયુષ્યનું અને સ્પર્શ તથા રસરૂપ બે ઇંદ્રિયનું એમ ત્રિપાતન ઘટે છે. વગેરે. હવે પંચમી તત્પુરુષ સમાસ આ પ્રમાણે - ત્રણ થકી એટલે કાય, વાણી અને મન થકી અથવા દેહ આયુષ્ય અને ઇંદ્રિય થકી જે પાતન એટલે ચ્યાવન (પાડવું) તે ત્રિપાતન કહેવાય છે. અહીં પણ ત્રણ થકી એટલે પરિપૂર્ણ કાય, વાણી અને મન થકી પાતન ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યોનું જ સમજવાનું છે. એકેંદ્રિયોને તો કેવળ કાય થકી જ (પાતન હોય છે) અને વિકલેન્દ્રિય તથા સંસ્મૃચ્છિમ તિર્યંચ અને મનુષ્યોને તો (પણ) કાય અને વાણી એ બે થકી પાતન હોય છે. (જ્યારે) દેહ, આયુષ્ય અને ઇંદ્રિયરૂપ ત્રણ થકી પાતન તો (તે) સર્વેને પરિપૂર્ણ સંભવે છે. કેવળ જે પ્રકારે જેઓને સંભવે તે પ્રકારે તેઓને પૂર્વની જેમ કહેવું. તથા તૃતીયા તત્પુરુષ સમાસ આ પ્રમાણે વિનાશ કરનારા ગૃહસ્થે પોતાના જ કાયા, વાણી અને મન એ ત્રણ વડે કરીને જે પાતન એટલે વિનાસ કરવો તે ત્રિપાતન કહેવાય છે. (એમ ત્રણ પ્રકારે સમાસ કહ્યો) મૂળગાથામાં ‘વ' શબ્દ લખ્યો છે તે સમુચ્ચય અર્થમાં છે. ભિન્ન વિભક્તિનો નિર્દેશ અને ‘વ’ શબ્દનું ગ્રહણ જે કર્યું છે તે ‘જે, ધાન્યના જીવનું સાધુને માટે અપદ્રાવણ કરીને ગૃહસ્થ પોતાને માટે અતિપાતન કરે તે ધાન્ય સાધુને કલ્પે છે, પરંતુ ગૃહસ્થ જેનું ત્રિપાતન પણ સાધુને માટે કરે, તે સાધુને કલ્પે નહિ' એમ જણાવવા માટે કર્યું છે. આ માણે ઔદારિક શરીરવાળાનું અપદ્રાવણ અને ત્રિપાતન જે કોઈ એક કે અનેક સાધુને માટે એટલે સાધુને નિમિત્તે ‘મન આધાય' ચિત્તની પ્રવૃત્તિ કરીને કરાય છે તે આધાકર્મ કહેવાય છે, એમ તીર્થંકરો અને ગણધરો કહે છે. ૧૯૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org