________________
।। એષણાપર્યાયો અને તેના ભેદો
(૬૩
તથા ભાવૈષણા પણ બે પ્રકારની છે. આગમથી અને નોઆગમથી. તેમાં એષણા શબ્દના અર્થનો જાણકાર હોય અને તેમાં ઉપયોગવાળો જે હોય તે આગમથી ભાવૈષણા કહેવાય છે. કેમકે ‘૩વયોનો માનિક્ષેપ' (ઉપયોગ એ ભાવનિક્ષેપ છે) એવું વચન છે. નોઆગમથી ગવેષણૈષણા વગેરે ભેદથી ત્રણ પ્રકારે છે. તેમાં નામૈષણા (આખી), સ્થાપનૈષણા (આખી), આગમથી દ્રવ્યેષણા (આખી) અને નોઆગમથી જ્ઞશરીર-ભવ્યશરીરરૂપ દ્રવ્યેષણા તથા ભાવૈષણા તો આગમથી, આટલી એષણા સુજ્ઞાત (સારી રીતે જાણેલ) હોવાથી તેને છોડીને બાકીની (નોઆગમથી જ્ઞશરીર ભવ્યશરીર વ્યતિરિક્ત એવી એક) દ્રવ્યેષણા અને (નોઆગમથી) ભાવૈષણાની વ્યાખ્યા કરવાને ઇચ્છતા સતા આ પ્રમઆમે (ગાથા ઉત્તરાર્ધ) કહે છે. ‘દ્વે’ ઇત્યાદિ ‘વ્યે' એટલે દ્રવ્યના વિષયવાળી અને ‘ભાવે' એટલે ભાવના વિષયવાળી તે એકેક એટલે દરેક ત્રિવિધા' એટલે ત્રણ પ્રકારની જાણવી. તેમાં દ્રવ્યના વિષયવાળી (જ્ઞશરીર ભવ્યશરીર વ્યતિરિક્ત એષણા) સચિત્તાદિક ભેદથકી ત્રણ પ્રકારની છે, તે આ પ્રમાણે સચિત્ત દ્રવ્યના વિષયવાળી, અચિત્ત દ્રવ્યના વિષયવાળી અને મિશ્રદ્રવ્યના વિષયવાળી તથા ભાવના વિષયવાળી (એષણા) પણ ગવેષણાદિક ભેદ થકી ત્રણ પ્રકારે છે. તે આ પ્રમાણે : ગવેષણૈષમા, ગ્રહણૈષણા અને ગ્રાસૈષણા. ।।૭૪॥
તેમાં સચિત્ત દ્રવ્યના વિષયવાળી દ્રવ્યેષણા પણ ત્રણ પ્રકારની છે. તે આ પ્રમાણે- દ્વિપદના વિષયવાળી ચતુષ્પદના વિષયવાળી અને અપદના વિષયવાળી. તેમાં પ્રથમ દ્વિપદ દ્રવ્યના વિષયવાળી એષણાને કહે છે :
मू. ० - जम्मं एसइ एगो, सुयस्स अन्नो तमेसए नहं ॥
सत्तुं एसइ अन्नो, पएण अन्नो य से मच्चुं ॥ ७५ ॥
મૂલાર્થ : કોઈક (મનુષ્ય) પુત્રના જન્મને ઇચ્છે છે, બીજો કોઈક નાસી ગયેલા તે પુત્રને શોધે છે, બીજો કોઈક પગલાંએ કરીને શત્રુને શોધે છે, અને બીજો કોઈક તે શત્રુના મૃત્યુને કહેવાને ઇચ્છે છે ।।૭૫
ટીકાર્થ : અહીં જો કે પૂર્વે એષણા વગેરે ચારે નામ એક અર્થવાળા કર્યાં છે, તોપણ તેનો કોઈક પ્રકારે અર્થનો ભેદ પણ છે. તે આ પ્રમાણે - એષણા એટલે માત્ર ઇચ્છા જ કહેવાય છે, અને તે (ઇચ્છા) ગવેષણાદિકમાં પણ હોય છે. તેથી કરીને જ ગવેષણાદિકને એષણાના પર્યાયો કહ્યા છે. પરંતુ ગવેષણાદિકનો તો પરસ્પર પણ અર્થનો ભેદ નિયત છે તે આ પ્રમાણે : ગવેષણ એટલે નહિ પ્રાપ્ત થતા પદાર્થની ચોતરફથી પરિભાવના (વિચારણા) કરી. માર્ગણા એટલે નિપુણ બુદ્ધિવડે શોધવું. અને તે ઉદ્ગોપન એટલે કહેવાને ઇચ્છેલા પદાર્થને લોકમાં પ્રકાશ કરવાની ઇચ્છા. (આ પ્રમાણે અર્થમાં ભેદ હોય છે) તેથી કરીને આ (એષણાદિક) ના અનુકમે ઉદાહરણો કહે છે. ‘' જેનું નામ બતાવ્યું નથી એવો કોઈપણ દેવદત્તાદિક સંતતિ વગેરેને માટે પુત્રના જન્મને = ઉત્પત્તિને
Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org