________________
૬ ૨)
|| શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ છે મૂલાર્થઃ એષણા, ગવેષણા, માર્ગણા અને ઉદ્ગોપના આ સર્વે) એષણાના એકાર્થિક નામો છે એમ જાણવા. /I૭all
ટીકાર્થઃ એષણા, ગવેષણા, માર્ગણા અને ઉદ્દગોપના આ સર્વે તથા ' શબ્દ લખ્યો છે તેથી અન્વેષણા વગેરે એષણાનાં એકાર્થિક નામો છે. તેમાં “પુ રૂછીયા' (ઇષ ધાતુ ઇચ્છાના અર્થમાં છે તેથી) “પુષM NOT' એટલે ઇચ્છા, ગવેષણા એટલે અન્વેષણા. “મવેષ નવેષા, માણે મા , સપનું સપના' (એ પ્રમાણે વ્યુત્પત્તિ થાય છે) II૭૩
આ પ્રમાણે એકાર્થિક નામોને કહીને હવે ભેદોને કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકાર કહે છે : मू.०- नामं ठवणा दविए, भावंमि य एसणा मुणेयव्वा ॥
दव्वे भावे एक्के-क्या उ तिविहा मुणेयव्वा ॥७४॥ મૂલાર્થ : નામ, સ્થાપના દ્રવ્ય અને ભાવને વિષે એષણા જાણવી. તેમાં દ્રવ્ય અને ભાવના વિષયવાળી એક એક (દરેક) એષણા ત્રણ ત્રણ પ્રકારે જાણવી. I૭૪ll
ટીકાર્થ : એષણા ચાર પ્રકારની છે. તે આ પ્રમાણે - નામેષણા, સ્થાપનૈષણા તથા ‘' દ્રવ્યના વિષયવાળી એષણા (બૈષણા) અને ‘માવે' ભાવના વિષયવાળી (એષણા) તેમાં નામૈષણા એટલે એષણા એવું નામ (એવા અક્ષર) અથવા એષણા શબ્દ અર્થરહિત કોઈપણ જીવ કે અજીવનું એષણા' એવું નામ કરાય તે નામ અને નામવાળાનો અભેદ ઉપચાર હોવાથી નામૈષણા કહેવાય છે. અથવા તો નામ વડે કરીને એષણા એ પ્રમાણે વ્યુત્પત્તિ કરવાથી નામષણા એમ કહેવાય છે તથા સ્થાપનૈષણા એટલે એષણાવાળા સાધુ વગેરેની સ્થાપના. અહીં એષણા સાધ્વાદિકથી જુદી નથી, તેથી ઉપચારથકી સાધુ વગેરે જ “એષણા” એમ કહેવાય છે, તેથી સ્થાપનારૂપે કરાતા તે (સાધ્વાદિક) સ્થાપનૈષણા કહેવાય છે. કેમકે-જે સ્થાપન કરાય તે સ્થાપના, અને સ્થાપના એવી જ એષણા (એમ સમાસ કરવાથી) તે સ્થાપનૈષણા કહેવાય છે. તથા દ્રવ્યેષણા બે પ્રકારની છે :- આગમથી અને નોઆગમથી. તેમાં એષણા શબ્દના અર્થને જાણતો હોય પણ તેમાં ઉપયોગવાળો ન હોય તે આગમથી દ્રવ્યેષણા કહેવાય છે. કેમકે “અનુપયોગો દ્રવ્ય' (ઉપયોગ રહિત જે હોય તે દ્રવ્ય) એવું વચન છે માટે નોઆગમથી દ્રવ્યષણા ત્રણ પ્રકારે છે. તે આ પ્રમાણે જ્ઞશરીરદ્રવ્યેષણા, ભવ્યશરીરદ્રવ્યેષણા, અને જ્ઞશરીર-ભવ્ય શરીરથી વ્યતિરિક્ત દ્રવ્યેષણા) તેમાં એષણા શબ્દના અર્થને જાણનાર (પ્રાણી)નું જે શરીર જીવરહિત થઈને સિદ્ધશિલાના તળિયા વગેરે પર્યત રહેલું હોય, તે ભૂતકાલીન ભાવપણાએ કરીને (ભૂતકાળે જાણનાર હતું તે પણાએ કરીને) જ્ઞશરીર બૈષણા કહેવાય છે. તથા જે બાળક હમણાં એષણા શબ્દના અર્થને જાણતો નથી, પણ આગળ ઉપર વૃદ્ધિ પામતા તે જ શરીરની ઉંચાઈ વડે જાણશે. તે ભવિષ્યકાલીન ભાવનું કારણ હોવાથી ભવ્ય શરીર દ્રવ્યેષણા કહેવાય છે. તથા જ્ઞશરીર અને ભવ્ય શરીરથી વ્યતિરિક્ત (જુદી) દ્રવ્યેષણા તો સચિત્તાદિક દ્રવ્યના વિષયવાળી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org