________________
|| પિંડસમાપ્તિ અને એષણાનો પ્રારંભ |
(૬૧
પામેલા ન હોય તો તે અવશ્ય “ોક્ષક્ષમfણ' મોક્ષરૂપ કાર્યને સાધનાર થાય છે તે આ પ્રમાણે : સંસારના નાશરૂપ મોક્ષ છે, અને સંસારનું કારણ મિથ્યાત્વ, અજ્ઞાન અને અવિરતિ છે. અને તેના પ્રતિપક્ષરૂપ જ્ઞાન આદિ છે, તેથી જેમ હિમના પડવાથી ઉત્પન્ન થયેલ શીત (ઠંડી) અગ્નિની સેવાથી નાશ પામે છે તેમ મિથ્યાત્વાદિકથી ઉત્પન્ન થયેલ કર્મ અવશ્ય જ્ઞાનાદિકની સેવાથી નાશ પામે છે. મોક્ષનાં કારણ જ્ઞાનાદિક છે, અને તે પરિપૂર્ણ હોય, તેમજ ‘તુ' શબ્દથી અનુપહિત (હણાયેલા) ન હોવાં જોઈએ, અને ચારિત્રનું અનુપહપણું ઉદ્ગમાદિ દોષ રહિત શુદ્ધ આહાર ગ્રહણ કરવાથી થાય છે, અન્યથા થતું નથી. તેથી (એ રીતે મોક્ષની સાધના માટે આહાર જરૂરી હોવાથી) આઠ સ્થાનો વડે શુદ્ધ એવો આહાર સાધુઓએ ગ્રહણ કરવો, એમ અહીં કહેવાની મતબલ છે. તેથી આહારપિંડનો અહીં અધિકાર છે. જેના
આ પ્રમાણે પિંડ કહ્યો. હવે એષણા કહેવી જોઈએ. તેથી પિડનો ઉપસંહાર (સમાપ્તિ) અને એષણાનો ઉપક્ષેપ (આરંભ) કરવાને ઇચ્છતા સતા કહે છે. मू.०- संखेवपिंडियत्थो, एवं पिंडो मए समक्खाओ ॥
फुडवियडपायडत्थं, वोच्छामि एसणं एत्तो ॥७२॥ મૂલાર્થ આ પ્રમાણે સંક્ષેપથી એકઠા મળેલા અર્થવાળો પિંડ મેં કહ્યો. હવે પછી સ્ફટ, વિકટ અને પ્રકટ અર્થવાળી એષણાને હું કહીશ. //રા
ટીકાર્થ: ‘પૂર્વ પૂર્વે કહેલા પ્રકારે કરીને “સંક્ષેપfપંહિતાર્થ: સંક્ષેપ કરીને એટલે સમાસ કરીને અર્થાત્ સામાન્યપણાએ કરીને “fપંડિતઃ' એક ઠેકાણે મેળવ્યો છે એટલે કે માત્ર તાત્પર્યમાં સ્થાપન કર્યો છે અર્થ એટલે અભિધેય જેનો તે તથારૂપનો પિંડ મેં કહ્યો. “ત:' હવે પછી “Uni' એષણાને કહેનારી ગાથાની શ્રેણિને “ફુટવિટ_રાથ” ફુટ એટલે કે નિર્મળ, પરંતુ તાત્પર્ય નહિ સમજવાથી મલિન એવો નહિ, વિકટ એટલે સૂક્ષ્મમતિવાળા જાણી શકે તેથી દુર્ભેદ (જાણવો મુશ્કેલ) તથા પ્રકટ એટલે તેવા પ્રકારના વિશેષ વચનની રચનાના વિશેષથકી જે સુખે કરીને જાણી શકાય અર્થાત્ અક્ષરાર્થ ન કર્યો હોય તો પણ પ્રાયઃ પોતાની મેળે જ જાણે સ્કુરાયમાન હોય એ પ્રકારે જે જાણી શકાય તે પ્રકટ કહેવાય છે, આવા પ્રકારનો (સ્ફટ, વિકટ અને પ્રકટ) છે અર્થ એટલે અભિધેય જેનો એવી તે એષણાને હું કરીશ. IIછરા
તેમાં “વ્યાખ્યા, તત્ત્વ-ભેદ અને પર્યાયો વડે કરાય છે' એવું વચન હોવાથી પ્રથમ સુખેથી બોધ થવા માટે એષણાના એકાર્થિક (એક અર્થવાળા) પર્યાયોને કહેવાની ઇચ્છાથી કહે છે – मू.०- एसण गवेसणा मग्गणा य उग्गोवणा य बोद्धव्वा ॥
एए उ एसणाए, नामा एगट्ठिया होति ॥७३॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org