________________
૬૦)
શ્રી પિડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ . મૂલાર્થઃ મુમુક્ષુને નિર્વાણ (મોક્ષ) એ જ કાર્ય છે, તેનું કારણ જ્ઞાનાદિક ત્રણ છે, અને તે નિર્વાણના કારણનું પણ કારણ શુદ્ધ આહાર છે. ૬૯
ટીકાર્થઃ અહીં મુમુક્ષુઓનું કાર્ય એટલે કર્તવ્ય નિવણ જ છે. બીજું કાંઈ પણ કર્તવ્ય નથી. ‘તુ' શબ્દ, નિશ્ચયના અર્થમાં જણાવેલ છે. કેમકે બાકીનાં સર્વ (સ્વર્ગ-રાજ્ય વગેરે) તુચ્છ છે. હવે તે નિર્વાણનું કારણ જ્ઞાનાદિત્રિક એટલે જ્ઞાન, દર્શન અને ચારિત્ર છે. કેમકે “
સ ર્જનશાનવારિવાળિ મોક્ષમ:' સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્ર એ મોક્ષમાર્ગ છે. (તસ્વાર્થ અ. ૧. સૂ. ૧) એવું વચનનું પ્રમાણપણું છે. તેથી કરીને તે (જ્ઞાનાદિત્રિક) અવશ્ય ગ્રહણ કરવા લાયક છે. કેમકે ઉપાયની સેવા કર્યા વિના ઉપેયની પ્રાપ્તિનો અસંભવ છે. તથા નિર્વાણના કારણરૂપ તે જ્ઞાનાદિકનું કારણ આઠ સ્થાને કરીને શુદ્ધ એવો આહાર છે. કેમકે-આહાર વિના ધર્મકાયની- ધર્મને માટેના શરીરની સ્થિતિનો અસંભવ છે અને ઉદ્ગમાદિ દોષ વડે દૂષિત અશુદ્ધ થયેલો આહાર ચારિત્રનો નાશકર્તા છે. ૬૯ નિર્વાણનું કારણ જ્ઞાનાદિક અને તેનું કારણ આહાર છે, એ વાતને જ દષ્ટાંત વડે સિદ્ધ કરે છે : मू.०- जह कारणं तु तंतू, पडस्स तेसिं च होंति पम्हाइं ॥
नाणाइतिगस्सेवं, आहारो मोक्खनेमस्स ॥७०॥ મૂલાર્થ જેમ પટ (વસ્ત્રોનું કારણ તંતુ છે, અને તે તંતુનું કારણ પક્ષ્મ (તંતુનો અગ્ર ભાગકોષ છે (રૂ) છે, તેમ મોક્ષના કારણરૂપ જ્ઞાનાદિકત્રિકનું કારણ આહાર છે. ૭OI
ટીકાર્થ : જેમ પટનું કારણ તંતુ છે, અને તે તંતુનું પણ કારણ પશ્ન - રૂ છે. “વ૬' એ જ પ્રકારે જ્ઞાનાદિક ત્રણનું “
મોને મમ્મ' ત્તિ નેમ શબ્દ. “કાર્ય અર્થમાં રૂઢ હોઈને દેશી ભાષાનો છે. તેથી મોક્ષ છે “નેમ:' કાર્ય જેનું એવા જ્ઞાનાદિત્રિકનું કારણ આહાર હોય છે. I૭ના
પ્રાણીઓનાં ચિત્તની વૃત્તિ વિચિત્ર હોવાથી અહીં કોઈક જ્ઞાનાદિક મોક્ષનું કારણ છે એમ અંગીકાર કરતા જ નથી ! તેથી કરીને તેના પ્રત્યે જ્ઞાનાદિકનું મોક્ષકારણપણું દષ્ટાંતવડે જણાવે છે.
मू.०- जह कारणमणुवहयं, कज्जं साहेइ अविकलं नियमा ॥
मोक्खक्खमाणि एवं, नाणाईणि उ अविगलाइं ॥७१॥ મૂલાર્થ જેમ નહિ હણાયેલું અને પરિપૂર્ણ સામગ્રીવાળું કારણ અવશ્ય કાર્યને સાધે છે, તેમ પરિપૂર્ણ જ્ઞાનાદિક મોક્ષ સાધવામાં સમર્થ છે. I૭૧ી.
ટીકાર્થ જેમ બીજ વગેરે રૂપ કારણ મનુપહિતમ્' અગ્નિ વગેરે વડે વિનાશ પામ્યું ન હોય અને ‘વિનં' પરિપૂર્ણ સામગ્રીસહિત હોય તો તે અવશ્ય અંકુરાદિરૂપ કાર્યને ઉત્પન્ન કરે છે. “વિમ્' એ જ પ્રકારે મોક્ષનાં) જ્ઞાનાદિક (કારણો) પણ વિનિ ' પરિપૂર્ણ અને “તું' શબ્દથી વિનાશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org