________________
+ આહારપિંડનો અધિકાર છે
(પ૯ શંકાઃ જો એમ છે તો બાકીના પિંડો શા માટે કહ્યાં ?
ઉત્તરઃ ‘ગ્વાgિ' ઇત્યાદિ બાકીના નામાદિક પિંડો ‘૩ન્વરતાર્થશા' સાર્થક એવા પિડશબ્દ વડે ઉચ્ચારિત એટલે પ્રતિપાદન કરેલો (કહેલો) જે અર્થ તેને સદેશ એટલે તેને તુલ્ય છે. કેમકે તેમનું પણ પિંડ એ પ્રમાણે ઉચ્ચાર કરવાપણું છે માટે. તેથી કરીને શિષ્યોની મતિનું જે “વિપ' પ્રકોપન એટલે શીધ્રપણે તે તે (નામાદિ) અર્થના વ્યાપકપણાએ કરીને જે પ્રસરવું (વિસ્તાર પામવું) તેને માટે કહ્યા છે. અહીં ભાવાર્થ આ પ્રમાણે જાણવોઃ જગતમાં નામાદિક પણ પિંડો કહેવામાં આવે છે, કેમકે - તેમાં પણ પૂર્વે કહેલા પ્રકારે કરીને પિંડ શબ્દની પ્રવૃત્તિ જોવામાં આવે છે. માત્ર અહીં તે પિંડોમાંથી અચિત્ત દ્રવ્યપિંડે કરીને અને પ્રશસ્ત ભાવપિંડે કરીને અધિકાર છે. પણ અપ્રસ્તુતપણું હોવાથી બાકીના પિંડે કરીને અધિકાર નથી. આ પ્રસ્તુત) અર્થને છૂટા છૂટાપણાએ કરીને વિસ્તાર કરીને) પ્રતિપાદન કરવા માટે બાકીના નામાદિકપિડનો ઉપવાસ કર્યો છે. (કહ્યો છે.) II૬૭
શંકા મુમુક્ષુ (મોક્ષની ઇચ્છાવાળા) જીવોને સમગ્ર કર્મરૂપી શૃંખલાના બંધનથી મુક્ત થવા માટે પ્રશસ્ત ભાવપિંડનું પ્રયોજન ભલે હો. પરંતુ અચિત્ત દ્રવ્યપિંડનું અહીં શું પ્રયોજન છે ? ઉત્તર : ભાવપિંડની વૃદ્ધિ થવામાં દ્રવ્યપિંડનો ઉપખંભ (ટકો) છે માટે. એ જ વાત કહે છે : मू.०- आहारउवहिसेज्जा, पसत्थपिंडस्सुवग्गहं कुणइ ॥
आहारे अहिगारो अट्ठहिं ठाणेहिं सो सुद्धो ॥६८॥ મૂલાર્થ આહાર, ઉપાધિ અને શવ્યા (આ ત્રણ પિંડ) પ્રશસ્ત ભાવપિંડનો ઉપગ્રહ કરે છે. તેમાં અહીં આહારપિંડનો અધિકાર છે અને તે (આહારપિંડ) આઠ સ્થાને કરીને શુદ્ધ હોય છે. ૬૮
ટીકાર્થઃ અહીં અચિત્તદ્રવ્યપિંડ ત્રણ પ્રકારનો છે. તે આ પ્રમાણે – આહારરૂપ, ઉપધિરૂપ અને શધ્યારૂપ. આ ત્રણે પ્રકારનો પિંડ પ્રશાસ્તી ' જ્ઞાન, સંયમ વગેરરૂપ પ્રશસ્ત ભાવપિંડને “પપ્રમ' ઉપખંભ (ટેકો) કરે છે. તેથી આ ત્રણે પ્રકારના દ્રવ્યપિંડ વડે સાધુઓને પ્રયોજન છે, તો પણ આ ગ્રંથમાં કેવળ ‘સાહારે' આહારપિંડને વિષે ‘ધાર:' પ્રયોજન છે. અને તે (આહારપિંડ) ઉદ્ગમાદિક આઠ સ્થાને કરીને શુદ્ધ એવો સતો જે પ્રકારે યતિઓને ગષણા કરવા લાયક હોય છે, તે પ્રકારે કહેવામાં આવશે. ૬૮.
અહીં વિશેષ કરીને આહારપિંડનું પ્રયોજન છે, તેનું શું કારણ? એમ કોઈ શંકા કરે તો તે બાબત કહે છે : मू.०- निव्वाणं खलु कज्जं, नाणाइतिगं च कारणं तस्स ॥
निव्वाणकारणाणं, च कारणं होइ आहारो ॥६९॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org