________________
છે દ્વિવિધ ભાવપિંડનું લક્ષણ છે
(૫૭ ટીકાર્થ : અહીં ચારિત્ર શબ્દના ગ્રહણ કરવાથી તપ વગેરે પણ ગ્રહણ કરાય છે. કેમકે - તે (તપ) પણ વિરતિના પરિણામરૂપ હોવાથી ચારિત્રનો જ ભેદ છે. તેથી કરીને દર્શન, જ્ઞાન અને ચારિત્ર એ દરેકના જે જે “ર્યવા:' અવિભાગ પરિચ્છેદરૂપ પર્યાયો જ્યારે જ્યારે પાર્વતો' જેટલા (જેટલી સંખ્યાવાળા) હોય છે, તે તે ત્યારે ત્યારે તે તે નામવાળો એટલે દર્શન નામવાળો, જ્ઞાન નામવાળો અને ચારિત્ર નામવાળો ‘ર્થવવેયાતનાપિvg:' પર્યાયનું પ્રમાણ કરવા વડે કરીને પિંડ એટલે કે-પર્યાયના સમૂહની વિવક્ષાએ કરીને પિંડ હોય છે. આનો ભાવાર્થ આ પ્રમાણે છે – અહીં જ્યારે કેવળ એક સંયમ જ મુખ્યપણે વિવક્ષા કરાય છે, પણ સતા (વિદ્યમાન) એવા પણ જ્ઞાન અને દર્શનની વિવક્ષા કરાતી નથી, કેમકે તે બે વિના સંયમ હોઈ શકે નહિ તેથી તે બંનેના અંતર્ભાવની તેમાં જ (સંયમમાં જ) વિવેક્ષા હોય છે, ત્યારે તે સંયમના અવિભાગ પરિચ્છેદ નામના જે પર્યાયો છે, તે (પર્યાયો) સમુદાયપણે એક ઠેકાણે પિંડરૂપ થઈને રહે છે. કેમકે તાદાભ્ય (તન્મયપણારૂપ) સંબંધે કરીને પરસ્પર બંધાયેલા છે માટે તેથી કરીને સંયમના પર્યાયોના સમૂહની અપેક્ષાએ આ પિંડ છે એમ એકવિધ ભાવપિંડપણે કહેવાતો સંયમ વિરોધ પામતો નથી. પરંતુ જયારે તે જ સંયમરૂપ અધ્યવસાયને વિષે જ્ઞાનની વિરક્ષા અને ક્રિયા ચારિત્ર)ની વિવફા જુદી કરવામાં આવે, જેમકે – વસ્તુનો યથાર્થ પરિચ્છેદરૂપ જે અંશ તે જ્ઞાન અને પ્રાણાતિપાતાદિકની વિરતિરૂપ જે પરિણામવિશેષ તે ક્રિયા, એ પ્રમાણે જુદી વિવક્ષા કરવામાં આવે, ત્યારે જ્ઞાનના અવિભાગ પરિચ્છેદરૂપ જે પર્યાયો તે પરસ્પર તાદાભ્ય સંબંધે કરીને રહેલા છે. તેથી તે જ્ઞાનપિંડ કહેવાય છે. અને ક્રિયાના અવિભાગ પરિચ્છેદરૂપ જે પર્યાયો તે ક્રિયાપિંડ કહેવાય છે. તેથી જ્ઞાન અને ક્રિયા નામનો ભાવપિંડ, બે પ્રકારનો કહેવામાં વિરોધ પામતો નથી. વળી જયારે તે જ સંયમરૂપ અધ્યવસાયને વિષે જ્ઞાનની વિવક્ષા, દર્શનની વિવક્ષા અને ચારિત્રની વિવક્ષા જુદી કરાય છે, જેમકે – વસ્તુનો યથાર્થ પરિચ્છેદરૂપ જે અંશ તે જ્ઞાન છે, તે જ વસ્તુનું જ્ઞાન કરાતે સતે કરતી વખતે) “જિનેશ્વરોએ આ પ્રમાણે કહ્યું છે તેથી આ તે જ પ્રમાણે છે. એમ અંગીકાર કરવાનું કારણરૂપ - રૂચિરૂપ જે આત્માનો પરિણામ વિશેષ તે દર્શન છે, અને પ્રાણાતિપાતાદિકની વિરતિરૂપ જે પરિણામ વિશેષ તે ચારિત્ર છે. એમ જુદી વિવા કરાય છે ત્યારે જ્ઞાનના અવિભાગ પરિચ્છેદરૂપ જે પર્યાયો તે સમુદાયને પામ્યા સતા જ્ઞાનપિંડ કહેવાય છે, જે દર્શનના પર્યાયો તે દર્શનપિંડ અને જે ચારિત્રના પર્યાયો તે ચારિત્રપિંડ કહેવાય છે. એમ ત્રણ પ્રકારનો જ્ઞાન, દર્શન અને ચારિત્ર નામનો ભાવપિંડ ઘટે છે. વળી જ્યારે તમરૂપ પરિણામ હોય છે અને ચારિત્રથી જુદો વિવાય છે, ત્યારે ત્રણ પિંડ પૂર્વે કહેલા અને ચોથો તપપિડ એમ ચાર પ્રકારનો ભાવપિંડ થાય છે. વળી જ્યારે કેવળ પાંચ મહાવ્રતોની જ વિવક્ષા કરાય છે અને જ્ઞાનદર્શન તથા તપ તે મહાવ્રતોમાં જ અંતર્ભત થાય છે, ત્યારે પ્રાણાતિપાતની વિરતિના પરિણામના જે અવિભાગ પરિચ્છેદરૂપ પર્યાયો છે તે પરસ્પર એકઠા થવાથી પ્રાણાતિપાતવિરતિપિંડ કહેવાય છે. અને મૃષાવાદવિરતિપરિણામના જે પર્યાયો છે તે મૃષાવાદવિરતિપિંડ કહેવાય છે. એ જ પ્રમાણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org