________________
પ૬)
શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ . અધિકાર હોવાથી કર્મ શબ્દ વડે કરીને કર્મબંધના કારણભૂત અધ્યવસાયો ગ્રહણ કરવા. તેથી કરીને આયુષ્યને છોડીને બાકીના સાત કર્મબંધના કારણભૂત કષાય સંબંધી કે અકષાય સંબંધી પરિણામ વિશેષો (જ્ઞાનાવરણાદિક) જાતિભેદની અપેક્ષાએ સાત પ્રકારનો છે, તે અપ્રશસ્ત ભાવપિંડ છે (૭) તથા આઠ પ્રકારનો ભાવપિંડ પણ કર્મના વિષયવાળો છે તેમાં પણ આવી ભાવના કરવી. (આયુષ્યસહિત) આઠ કર્મબંધના કારણભૂત કષાય સંબંધી પરિણામ વિશેષો (જ્ઞાનાવરણીયાદિક) જાતિભેદની અપેક્ષાએ આઠ પ્રકારના છે, તે આઠ પ્રકારનો અપશસ્ત ભાવપિંડ જાણવો. (૮) તથા ‘ત્તિમ' ત્તિ નવ બ્રહ્મચર્યગુપ્તિના પ્રતિપક્ષભૂત નવ અબ્રહ્મગુપ્તિ (તે નવ પ્રકારનો અપ્રશસ્ત ભાવપિંડ છે) (૯) તથા “અધર્મ:' દશ પ્રકારના શ્રમણ) ધર્મનો પ્રતિપક્ષીભૂત જે અધર્મ તે દશ પ્રકારનો અપ્રશસ્ત ભાવપિંડ જાણવો. (૧૦) ૬૩. હવે પ્રશસ્ત અને અપ્રશસ્ત ભાવપિંડનું લક્ષણ કહે છે : मू.०- बज्झइ य जेण कम्मं, सो सव्वो होइ अप्पसत्थो उ ॥
मुच्चइ य जेण सो उण, पसत्थओ नवरि विन्नेओ ॥६४॥ મૂલાર્થ જે ભાવપિંડ વડે કર્મ બંધાય છે, તે સર્વ અપ્રશસ્ત હોય છે, વળી જે વડે કર્મથકી મૂકાય છે, તે પ્રશસ્ત ભાવપિંડ જાણવો. ૬૪.
ટીકાર્થ અહીં એકવિધ વગેરે ભેદોથી પ્રવર્તતા એવા જે ભાવપિંડ વડે ‘’ જ્ઞાનાવરણીયાદિક કર્મ બંધાય છે, અહીં ‘વ’ શબ્દ લખ્યો છે તે નહિ કહેલા પદાર્થના સમુચ્ચયને માટે છે તેથી તે ‘વ’ શબ્દ) દીર્ઘ સ્થિતિવાળુ, દીર્ઘ સંસારના અનુબંધવાળું અને વિપાકમાં કટુક (કડવું) એવું કર્મ જેના વડે બંધાય છે એમ સમુચ્ચય કરે છે. તે સર્વ પણ અપ્રશસ્ત ભાવપિંડ જાણવો. વળી એકવિધ વગેરેથી પ્રવર્તતા એવા જે (ભેદ) વડે કર્મથકી ધીમે ધીમે અથવા સર્વથા મુક્ત થવાય છે, તે પ્રશસ્ત ભાવપિંડ જાણવો. ૬૪ll
અહીં કોઈ શંકા કરે કે – “ઘણાનું એક ઠેકાણે મળવું તે પિંડ’ એમ કહેવાય છે, કેમ કે ‘fiડને fiટ' (જે મળવું તે પિંડ કહેવાય) એવી તેની વ્યુત્પત્તિ થાય છે માટે અને સંયમ વગેરે ભાવો જ્યારે પ્રવર્તે છે ત્યારે તે એક સંખ્યાવાળા જ હોય છે. કેમ કે એક સમયે એક જ અધ્યવસાયનું હોવાપણું છે. તેથી કરીને તે (ભાવો)નું પિંડપણું કેમ કહેવાય ? આ શંકાનો ઉત્તર આપે છે - म.०- दंसणनाणचरित्ताण, पज्जवा जेउ जत्तिया वावि ॥
सो सो होइ तयक्खो, पज्जवपेयालणा पिंडो ॥६५॥ મૂલાર્થ દર્શન, જ્ઞાન અને ચારિત્રના જે અને જેટલા પર્યાયો હોય છે, તે તે તે વખતે તે તે નામનો જ પર્યાય, તે) પર્યાયનું પ્રમાણ કરવા વડે કરીને પિંડ કહેવાય છે ll૬પી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org