________________
૫૪)
|| શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ | સાત પિડેષણા સાત પાનૈષણા અને સાત *અવગ્રહ પ્રતિમા છે. તેમાં પિષણા અને પારૈષણા સંસૃષ્ટાદિક સાત છે, તે આ પ્રમાણે “સંસદૃમ સટ્ટા, ૩૯ તદ અપફ્લેવડા જેવા સાદિયા પfહયા,
સ્કૃધH ય સમય Inશા' (અસંસૃષ્ટા, સંસૃષ્ટા, ઉદ્ઘતા તથા અલ્પલેપા, અવગૃહિતા, પ્રગૃહિતા અને સાતમી ઉઝિયમ) અવગ્રહપ્રતિમા એટલે વસતિ સંબંધિ વિશેષ પ્રકારના નિયમો (૭) તથા જે આઠ પ્રકારનો પિંડ તે આઠ પ્રવચનમાતા જાણવી. તે પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ મળીને આઠ છે. (૮) તથા જે નવ પ્રકારનો પિંડ તે નવ બ્રહ્મચર્યગુપ્તિ જાણવી. તેનું સ્વરૂપ આ પ્રમાણે છે. ‘વાદિ હરિદ્રિય સુકુંતર પુલ્વીતિય પણ I મમાયાદાર વિમૂળ ૨ નવ વંમપુત્તીનો ' વસતી
*સાત અવગ્રહ પ્રતિમા આ પ્રમાણે - જે ગ્રહણ કરાય તે અવગ્રહ (ઉપાશ્રય) કહેવાય છે. તેની જે પ્રતિમા એટલે અભિગ્રહ (નિયમ) તે અવગ્રહ પ્રતિમા કહેવાય છે. તેમાં આવા પ્રકારનો ઉપાશ્રય મારે ગ્રહણ કરવો, તે સિવાય બીજા પ્રકારનો ગ્રહણ ન કરવો, એમ પ્રથમથી જ વિચારીને - ચિતવીને તેવા જ પ્રતિશ્રયને માગીને ગ્રહણ કરનારને પહેલી પ્રતિમા (૧), તથા જેને આવો અભિગ્રહ હોય કે - હું બીજાઓને માટે અવગ્રહઉપાશ્રયને ગ્રહણ કરીશ, અને બીજાઓએ ગ્રહણ કરેલા અવગ્રહમાં હું રહીશ, એ બીજી પ્રતિમા તેમાં પહેલી સામાન્ય છે (સર્વ કોઈ સાધુ માટેની છે.) અને આ બીજી પ્રતિમા તો ગચ્છમાં રહેલા સાંભોગિક અને ઉઘુક્તવિહારી સાધુઓને હોય છે. કેમ કે તેઓ અન્યોન્યને-એકબીજાને માટે માગી શકે છે. (૨) હું બીજાને માટે અવગ્રહની યાચના કરીશ અને બીજાએ તે ગ્રહણ કરે છે તો તેમાં હું નહિ રહું, આ પ્રતિમા અહાનંદિક (યથાલંદિક) સાધુઓને હોય છે. કારણ કે-તેઓ આચાર્ય પાસેથી અવશેષ રહેલા સૂત્રને (ભણવાને) ઈચ્છતા સતા આચાર્યને માટે તે (ઉપાશ્રય)ની યાચના કરે છે. (૩) હું બીજાને માટે અવગ્રહની યાચના નહિ કરું, પણ બીજાએ ગ્રહણ કરેલા અવગ્રહમાં તો હું રહીશ. આ પ્રતિમા ગચ્છને વિષે જ ઉઘુક્તવિહારી અને જિનકલ્પાદિકને માટે પરિકતુલનાને કરતા એવા સાધુને હોય છે. (૪) હું પોતાને માટે અવગ્રહની યાચના કરીશ, બીજાને માટે નહિ કરું. આ પ્રતિમા જિનકલ્પિકને હોય છે. (૫) હું જેનો અવગ્રહ કરીશ તેનાજ “*િ સાદડી વગેરે અથવા સંસ્મારકને ગ્રહણ કરીશ. અન્યથા (ન મળે તો) “ઉત્કટુકી ઊભા પગે બેસવાના આસનવાળો અથવા પલાંઠી વાળીને બેઠેલો સતો રાત્રિને નિર્ગમન કરીશ. આ પ્રતિમા જિનકલ્પિકાદિકને હોય છે. (૬) સાતમી પ્રતિમા આ જ પૂર્વે કહી તે (છઠ્ઠી) જ છે, વિશેષ એ કે યથાસંતૃત (સ્વાભાવિક રીતે સંથારા રૂપ રહેલ) શિલા વગેરેને હું ગ્રહણ કરીશ. બીજું કાંઈ પ્રહણ નહિ કરું. (૭) !
અસંસૂ નામની એષણા હસ્ત અને પાત્ર વડે ચિતવવા લાયક છે, એટલે કે અસંસૃષ્ટ હસ્ત અને અસંસૃષ્ટ પાત્ર, એટલે કે તે બંને ખરડાયેલા ન હોય. એમ કહેવાની મતલબ છે. આ પ્રમાણે ગ્રહણ કરનાર (સાધુ) ને પહેલી એષણા હોય છે. અહીં પહેલી અસંસૃષ્ટા અને બીજી સંસૃષ્ટા કહેવી જોઈએ તેને બદલે જે વિપર્યય કર્યો છે તે ગાથાના ભંગના ભયને લીધે કર્યો છે. (૧) સંસૃષ્ટા નામની એષણા પણ તે જ બે વડે ચિંતવવા લાયક છે. એટલે કે સંસૃષ્ટહસ્ત અને સંસ્કૃષ્ટ પાત્ર, સંસ્કૃષ્ટ એટલે ખરડાયેલ એવો અર્થ થાય છે. (૨) ઉદ્ધતા પાકસ્થાન (રસોડા) થકી તપેલી વગેરેમાં પોતાના યોગે કરીને પોતાને માટે) જે ભોજનના સમૂહને કાઢયો હોય તેમાંથી જ ગ્રહણ કરનારને ઉદ્ધતા એષણા કહેવાય છે. (૩) અલ્પલેપા - અહીં અલ્પશબ્દ અભાવ (નિષેધ)ને કહેનાર છે. તેથી નિર્લેપ (લપરહિત) એવા (ભૂજેલા) ચણા વગેરેને ગ્રહણ કરનારને નિર્લેપા એષણા કહેવાય છે. (૪) અવગૃહીતા - ભોજન સમયે ભોજન કરનારને માટે શરાવાદિક વડે જે (ભોજન) આર્યું હોય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org