________________
|એકેકના ૧૦-૧૦ ભેદો અને તેની વ્યાખ્યા !
(૫૩
સંયમ, ૫. પાંચ મહાવ્રત, ૬. પાંચ મહાવ્રતની સાથે રાત્રિભોજન વિરમણ, ૭. પિંડને વિશે સાત પિડેષણા, સાત પાનૈષણા અને સાત અવગ્રહ પ્રતિમા જાણવી, ૮. આઠ પ્રવચનમાતા, ૯. નવ બ્રહ્મચર્ય ગુપ્તિ તથા ૧૦ દશ પ્રકારનો શ્રમણ ધર્મ, આ પ્રશસ્ત (ભાવ) પિંડ અષ્ટ કર્મને મથન કરનારે (તીર્થકર) કહ્યો છે. (૬૦-૬૧-૬૨)
અપ્રશસ્તભાવપિંડ આ પ્રમાણે :- અસંયમ ૧, અજ્ઞાન અને અવિરતિ ૨, અજ્ઞાન, અવિરત અને મિથ્યાત્વ ૩, ક્રોધાદિક ૪, આશ્રવ ૫, શકાય ૬, સતકર્મ ૭, અષ્ટકર્મ ૮, નવ બ્રહ્મચર્ય અગુતિ ૯ તથા દશ પ્રકારનો અધર્મ. ૧૦ li૬૩
ટીકાર્થ: પ્રશસ્ત અને અપ્રશસ્ત ભાવપિડ પ્રત્યેક વિધ:' દશ પ્રકારનો છે. કેવા સ્વરૂપવાળો ? તે કહે છે : “ વિધવિલ એકવિધ, દ્વિવિધ, ત્રિવિધ, ચતુર્વિધ યાવત દશવિધ : તેમાં પ્રથમ ઉદેશના અનુક્રમના પ્રમાણપણાને અનુસરવાથી પ્રશસ્ત ભાવપિંડ દસેય પ્રકારનો કહે છે: “નખેત્યાતિ’ તેમાં એક પ્રકારનો પ્રશસ્ત ભાવપિંડ સંયમ છે. અહીં જ્ઞાનદર્શન વિના સંયમ હોતું નથી. કેમકે ‘પૂર્વદયતા: પુનરુત્તરતા મવતિ સિદ્ધિઃ' (વળી ઉત્તરનો (સંયમનો) લાભ થયે સતે પહેલાં બેનો (જ્ઞાનદર્શનનો). લાભ સિદ્ધ થાય છે. એ વચનનું પ્રમાણપણું છે. તેથી જ્ઞાન અને દર્શન સંયમને વિષે જ અંતર્ભત કહેવાને ઇચ્છુક્યા છે, તેથી કરીને એક સંયમ જ ભાવપિંડપણે કહેવાતો સતો બાધા પામતો નથી. (૧) બે પ્રકારનો પિંડ ‘વિદ્યાવળે’ વિદ્યા એટલે જ્ઞાન અને ચરણ એટલે ક્રિયા. અહીં સમ્યગદર્શનને જ્ઞાનમાં જ અંતર્ભત વિવલિત કર્યું છે-કહેવાને ઇચ્છવું છે, તેથી તેને જુદું ગયું નથી. કેમ કે જે વિવક્ષા (કહેવાની ઇચ્છા) છે તે વક્તાને આધીન છે અને વક્તા તો કદાપિ સંક્ષેપ કરીને કહેવાને ઇચ્છતા સતા તે તે પ્રત્યાસત્તિને (સમીપપણાને અથવા સંબંધને) આશ્રયીને તેના તેના અંતર્ભાવે (સમાવેશપણાએ) કરીને કહે છે, અને વળી કદાચિત્ વિશેષ જ્ઞાન ઉત્પન્ન કરવાને માટે વિસ્તારથી કહેવાને ઇચ્છતા સતા સર્વને વિવેચનપણાએ કરીને જુદું જુદું પણ ) કહે છે. તેથી કદાચિત્ જ્ઞાનાદિક ત્રણે સંયમ છે એમ પ્રતિપાદન કરે છે (કહે છે), કદાચિત્ જ્ઞાન અને ક્રિયા એમ કહે છે, અને કદાચિત્ સાક્ષાત્ પરિપૂર્ણ પણ કહે છે. જેમકે જ્ઞાનાદિક ત્રણ તેથી કરીને તેમ કહેવામાં કાંઈ પણ દોષ નથી (૨). વળી ત્રણ પ્રકારનો પિંડ ‘જ્ઞાનાવિત્રિ જ્ઞાન, દર્શન અને ચારિત્ર (૩). ચાર પ્રકારનો પિંડ. જ્ઞાન-દર્શન-ચારિત્ર-તપ (૪). પાંચ પ્રકારનો પિંડ પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન અને પરિગ્રહની નિવૃત્તિ સ્વરૂપવાળા પાંચ મહાવ્રતો. અહીં પણ જ્ઞાન અને દર્શન(ની) અંતર્ભત વિવક્ષા કરેલ છે, તેથી તેને જુદા ગણ્યા નથી, તથા રાત્રિભોજનનું વિરમણ પણ આ પાંચને વિષે યથાયોગ (સંબંધ પ્રમાણે) અંતભૂત કહેવાને ઇચ્છવું છે. તેથી પાંચ પ્રકારપણાને વ્યાઘાત-બાધા આવતી નથી. એ જ પ્રમાણે આગળ ઉપર પણ યથાયોગ અંતર્ભાવની ભાવના ભાવવી (૫). છ પ્રકારનો ભાવપિંડ છઃ વ્રતો જાણવા. તેમાં પ્રાણાતિપાતનું વિરમણ વગેરે પૂર્વે કહેલા પાંચ વ્રતો જ જાણવા, અને છઠું તો રાત્રિભોજન વિરમણ નામનું વ્રત જાણવું (૬). તથા સાત પ્રકારના પિંડમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org