________________
॥ ક્ષેત્રપિંડ અને કાલપિંડની વ્યાખ્યા
છે અથવા ઉત્પન્ન કરાય છે તે પણ પિંડ કહેવાય છે. ૫૮૫
ટીકાર્થ : અથવા એ શબ્દ બીજા પ્રકારને જણાવનાર છે. કેમકે પૂર્વે ક્ષેત્ર અને કાળને વિષે સૂચિત સંખ્યા મુજબ પ્રદેશો અને સમયોનો પરસ્પર અનુવેધ અને સંખ્યાનું બાહુલ્ય હોવાથી પારમાર્થિક પિંડપણું કહ્યું. અથવા તો તે પારમાર્થિકપણું ઘટતું જ નથી. કેમ કે યોગ અને વિભાગનો અસંભવ છે તે આ પ્રમાણે : લોકને વિષે જ્યાં યોગ સતે વિભાગ કરી શકાય છે અથવા વિભાગ સતે યોગ કરી શકાય છે ત્યાં પિંડ એવો શબ્દ કહેવાય છે. પરંતુ ક્ષેત્ર પ્રદેશોને વિષે યોગ છે તો પણ વિભાગ કરી શકાતો નથી. કેમ કે નિત્યપણાએ કરીને તથાપ્રકારે રહેલા તે પ્રદેશોને અન્યથા પ્રકારે કરી શકાય તેમ નથી. તેથી તે ક્ષેત્રપ્રદેશોમાં પારમાર્થિક પિંડપણું નથી. તથા સમય, વર્તમાન જ સત્ (વિદ્યમાન) છે. નહિ કે અતીત અથવા અનાગતઃ કેમ કે વિનષ્ટપણા વડે અને નહિ ઉત્પન્ન થયેલ હોવા પણા વડે કરીને તે બંનેનું અવિધમાનપણું (અસતાપણું) છે. તેથી અહીં કાળના સમયની વાતમાં એકલો વિભાગ જ છે, નહિ કે કોઈ વખતે પણ યોગ છે. તેથી પારમાર્થિક પિંડપણાનો અભાવ છે. તેથી કરીને (આ કારણથી) ક્ષેત્રપિંડ અને કાળપિંડની પ્રરૂપણા અન્યથા પ્રકારે (બીજા પ્રકારે) કરવી જોઈએ. એ ‘અથવા’ શબ્દનો પ્રકારાંતર (બીજે પ્રકારે) એવો અર્થ થયો. (તે બીજો પ્રકાર આ પ્રમાણે)
‘વતુળ’ એટલે નામપિંડ, સ્થાપનાપિંડ, દ્રવ્યપિંડ અને ભાવપિંડને વિષે ‘યોવિમોન’ યોગ અને વિભાગનો સંભવ હોવાથી પિંડ એવો વ્યપદેશ (કહેવું) નિશ્ચયે ઘટે છે તે આ પ્રમાણેઃ - નામ અને નામવાળાનો અભેદ ઉપચાર હોવાથી (એ બંને એક જ હોવાથી) નામનો જે પિંડ તે નામપિંડ, અથવા નામવડે જે પિંડ એવી વ્યુત્પત્તિ હોવાથી તે નામપિંડ, પુરુષાદિક જ કહેવાય છે. કેમ કે હસ્ત, પાદ વગેરે અવયવો વડે સહિત (જ પુરુષાદિક ગણાતા) એવા પણ તેનો ખડગાદિક વડે વિભાગ કરી શકાય છે તેથી ‘યોગ હોયે સતે વિભાગ છે’ એ વાત નક્કી થઈ અથવા તો પ્રથમ ગર્ભમાં માંસપેશીરૂપ હતો ત્યારે તેને હસ્તાદિક અવયવોનો વિભાગ (વિયોગ) હતો અને પછી અનુક્રમે તે હસ્તાદિકની સાથે સંયોગ થયો તેથી વિભાગ હોયે સતે યોગ થયો, તેથી તેનું પિંડરૂપપણું કહેવાય છે. તથા ત્રણ અક્ષ (કોડી) વગેરે રૂપ સ્થાપનાપિંડને વિષે પહેલાં વિભાગ સતે પછી સંયોગ થાય છે. અથવા પહેલા સંયોગ સતે પછી વિભાગ થાય છે તેથી તેનું પિંડપણું કહેવાય છે તથા ગોળ-ભાત વગેરે રૂપ દ્રવ્યપિંડને વિષે પણ વિભાગપૂર્વક સંયોગ અથવા સંયોગપૂર્વક વિભાગ સુપ્રસિદ્ધ છે. તેથી તેનું પારમાર્થિક પિંડપણું કહેવાય છે. તથા ભાવપિંડને વિષે પણ ભાવ અને ભાવવાળાને કોઈક પ્રકારે અભેદ હોવાથી સાધુ વગેરે જ મૂર્તિમાન-શરીરવાળો ગ્રહણ કરાય છે. તેમાં નામપિંડની જેમ સંયોગ અને વિભાગ તાત્ત્વિક છે, તેથી (તેનું પણ) પારમાર્થિક પિંડપણું કહેવાય છે. પરંતુ ઉપર કહેલી નીતિ પ્રમાણે ક્ષેત્ર અને કાળના સંયોગ અને વિભાગ થઈ શકતા નથી તેથી તેમાં પિંડ શબ્દની પ્રવૃત્તિ થતી નથી. તે કારણથી જે નામાદિક પિંડમાં જ તે તે ઉત્પન્ન થએલા ક્ષેત્ર નિવાસાદિક પર્યાયની વિવક્ષા
Jain Education International
(૫૧
For Private & Personal Use Only
www.jainelibrary.org