________________
૫૦)
શ્રી પિડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ છે.
છે. તેથી ફરી વાર ગ્રંથની ગૌરવતાના ભયથી અહીં વિશેષ કહેતા નથી. વળી તે તે રૂપે પરિણામ પામતો પરિણામી પદાર્થ અન્વયવાળો (સંબંધવાળો) કહેવાય છે, તેથી વર્તમાન કાળના સમયનો પણ પૂર્વના અને પછીના સમય સાથે અનુવેધ (સંબંધ) હોય છે, માત્ર તે પૂર્વનો અને પછીનો એમ બંને) સમય અસતા હોવા છતાં પણ બુદ્ધિકલ્પના વડે સતા જેવા કહેવાને ઇચ્છુક્યા છે તેથી તે સમયને વિષે સંખ્યાબાહુલ્ય પણ છે. તેથી પિંડ શબ્દની પ્રવૃત્તિનો વિરોધ નથી /પદ/
હવે ક્ષેત્રને વિષે પિંડશબ્દની પ્રવૃત્તિના અવિરોધને દષ્ટાંત દ્વારા એ કહે છે : ___ मू.०- जह तिपएसो खंधो, तिसुवि पएसेसु जो समोगाढो ॥
अविभागिण संबद्धो, कहं तु नेवं तदाधारो ॥५७॥ મૂલાર્થ જેમ ત્રણે પ્રદેશને વિષે અવગાહીને રહેલો જે ત્રિપ્રદેશવાળો સ્કંધ અવિભાગે કરીને (નિરંતરપણાએ કરીને) સંબંધવાળો છે તે જ પ્રમાણે તે સ્કંધનો આધાર (ક્ષેત્ર) પણ એવી રીતે (પિંડપણે) કેમ ન કહેવાય? કહી શકાય પણા
ટીકાર્થ જેમ કોઈક એટલે જેનું નામ સ્પષ્ટ નથી કહ્યું એવો ત્રિવેશિ - ત્રણ પરમાણુવાળી સ્કંધ, ત્રણેય આકાશ પ્રદેશમાં અવગાહીને રહેલો છે, નહિ કે એક અથવા બે પ્રદેશમાં રહેલો છે, એમ ‘પ' શબ્દનો અર્થ છે. “વિમાન સંવદ્ધઃ' વિભાગએટલે નિરંતરપણાનો અભાવ, તેનો જે અભાવ તે અવિભાગ કહેવાય છે. અર્થાત્ નિરંતરપણું, તે નિરંતરપણાએ કરીને સંબંધવાળો અર્થાત્ નિરંતર સંબંધે કરીને સંબંધવાળો સ્કંધ “પિંડ’ એમ કહેવાય છે કેમ કે નિરંતરપણે રહેવાપણું અને સંખ્યાનું બાહુલ્ય છે તેથી (પિંડ એમ કહેવાય છે.) “વં' એ જ પ્રમાણે એટલે ત્રણ પ્રદેશમાં અવગાહીને રહેલા ત્રણ પરમાણુના સ્કંધની જેમ “તાધાર:' ત્રણ પરમાણુના સ્કંધના આધારરૂપ જે ત્રણ પ્રદેશનો સમુદાય તે “પિંડ’ એમ કેમ ન કહેવાય ? તે પણ પિંડ’ એમ કહી શકાય જ. કારણ કે - બન્ને ઠેકાણે કહેલી નીતિ પ્રમાણે વિશેષનો અભાવ છે. (સામાન્યપણે બંને સરખા જ છે.) પી.
હવે ‘નત્ય નયા તપૂરૂવપયા' (જે ઠેકાણે જે કાળે તે પિંડની પ્રરૂપણા કરાય છે) આની વ્યાખ્યા કરવાને ઇચ્છતા આચાર્યમહારાજ નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ ચાર પિંડનું યોગ અને વિભાગનો સંભવ હોવાથી પારમાર્થિક (સત્ય) પિંડપણું છે, અને ક્ષેત્ર તથા કાળનું યોગ અને વિભાગનો અસંભવ હોવાથી ઔપચારિક પિંડપણું છે, એમ પ્રતિપાદન કરતા સતા કહે છે
म.०- अहवा चउण्ह नियमा, जोगविभागेण जुज्जए पिंडो ॥
दोसु जहियं तु पिंडो, वणिज्जइ कीरए वावि ॥५८॥ મૂલાર્થ અથવા તો નામાદિક ચાર પિંડનો યોગ અને વિભાગ વડે કરીને અવશ્ય પિંડ એવો વ્યપદેશ ઘટે છે. પરંતુ ક્ષેત્ર અને કાળ એ બેને આશ્રયીને જે સ્થાને અથવા જે કાળે પિંડ વર્ણન કરાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org