________________
છે. ક્ષેત્રપિંડ અને કાલપિંડની વ્યાખ્યા છે
(૪૯ અહીં ‘તિત્તિ ૩ પાસમયા' (ત્રણ પ્રદેશ અને ત્રણ સમય) એ ઠેકાણે અન્યજન આક્ષેપ કરે છે કે - મૂર્તિમાન દ્રવ્યને વિષે પરસ્પર મળી જવાથી અને સંખ્યાનું ઘણાપણું થવાથી પિંડ એવો વ્યપદેશ ઘટી શકે છે, પરંતુ ક્ષેત્ર અને કાળનું તો પરસ્પર મળવું થતું નથી. તેમ જ કાળને વિસે સંખ્યાનું ઘણાપણું ઘટતું નથી. તે આ પ્રમાણે – “વેત્ત રઘનુ માસ’ આ વચન થકી ક્ષેત્ર આકાશ કહેવાય છે, અને તે અકૃત્રિમ હોવાથી નિત્ય છે, તેથી તે સર્વદા વિવિક્ત જુદા જુદા) પ્રદેશપણે રહેલું છે. તેથી કરીને આકાશ પ્રદેશોનો પરસ્પર મેળાપ શી રીતે થાય? કેમકે તેમની એક ઠેકાણે મિશ્રતા હોતી નથી. કાળ પણ પૂર્વ અને પછીના સમય રહિત વર્તમાન સમયરૂપ જ પારમાર્થિક (સાચો) છે. કેમકે પૂર્વનો સમય નાશ પામ્યો છે અને પછીનો સમય ઉત્પન્ન થયો નથી તેથી પરમાર્થપણે તે (બંને કાળ) અછતા જ છે. અને છતાં પદાર્થનું જ પરસ્પર મિશ્રતા અથવા સંખ્યાનું ઘણાપણું હોય, પણ અછતાનું કે સદસનું ન હોય, તેથી (ભૂત અને ભવિષ્ય એ) બે કાળ પણ ઘટી શકતા નથી. તો પછી તેમાં પિંડ એવો વ્યપદેશ તો શી રીતે જ થાય? આ આક્ષેપ (શંકા)નું નિવારણ કરવાને ઇચ્છતા સતા કહે
मू.०- मुत्तदविएसु जुज्जइ, जइ अन्नोऽन्नाणुवेहओ पिंडो ॥
मुत्तिविमुत्तेसुवि सो, जुज्जइ नणु संखबाहुल्ला ॥५६॥ મૂલાર્થ જો મૂર્તિમાન દ્રવ્યને વિષે પરસ્પર મળી જવાથી અને સંખ્યાના બહુપણાથકી પિંડ શબ્દ યોગ્ય (ઘટે) છે, તો અમૂર્તિમાન દ્રવ્યને વિષે પણ તે પિંડ શબ્દ યોગ્ય જ છે. //પદી
ટીકાર્થઃ જો મૂર્તિમાન દ્રવ્યને વિષે ‘મચોડવાનુધાર' પરસ્પર અનુવેધ (ભળી જવા) થકી તથા “સંવત્રિા ' એ પદ પણ અહીં સંબંધ કરાય છે. એટલે “સંવીદુલ્યતશ' બે વગેરે સંખ્યાના સંભવથકી પિંડ એવા શબ્દનું કહેવું “યુષ્યતે” યોગને પામે છે અર્થાત ઘટે છે, તો તે પિંડ એવા શબ્દનું કથન ‘મૂર્તિવિપુષ્યપિ' મૂર્તિ રહિતને વિષે પણ અર્થાત્ અમૂર્ત એવા પણ ક્ષેત્રના પ્રદેશો અને કાળના સમયોને વિષે ઘટે છે. કેમકે તેમાં પણ પિંડ શબ્દની પ્રવૃત્તિનું કારણ જે પરસ્પરાનુવેધ અને સંખ્યાબાહુલ્ય તેનો સંભવ છે. તે આ પ્રમાણે - સર્વે ક્ષેત્રના પ્રદેશો પરસ્પર નિરંતરપણારૂપ (આંતરા રહિતપણારૂપ) સંબંધ કરીને સહિત એવા રહેલા છે. તેથી કરીને જેમ બાદર (પરમાણુઓ)થી બનાવેલા ચતુરગ્નાદિ (ચોખંડા વગેરે) ઘનને વિષે પરસ્પર નિરંતરપણારૂપ અનુવેધથકી અને સંખ્યાના બહોળાપણાથી પિંડ એવું કથન પ્રવર્તે છે, તેમ ક્ષેત્રના પ્રદેશોને વિષે પણ પ્રવર્તતો પિંડ શબ્દ વિરુદ્ધ થતો નથી. કેમ કે – તેમાં પણ પરસ્પર નૈરંતર્યરૂપ અનુવેધનો અને સંખ્યાબાહુલ્યનો સંભવ છે.
તથા કાળ પણ પરમાર્થથી સતો (વિદ્યમાન) છે અને દ્રવ્ય છે. તેથી તે (કાળ) પણ પરિણામી છે. કેમ કે – સર્વે સતા (વિદ્યમાન) પદાર્થનું પરિણામીપણું અંગીકાર કરેલું છે. અન્યથા સત્પણાનો (વિદ્યમાનત્વનો) અયોગ થાય આ હકીકત અન્ય સ્થળે ધર્મસંગ્રહણી ટીકાદિકને વિષે વિસ્તારથી કહી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org