________________
૪૮)
|| શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ II ક્ષેત્રપિંડ અને પાંચમા કાળપિંડ કહેવાય છે. તેમાં ક્ષેત્ર એટલે આકાશ અને કાળ એટલે સમયનું પરાવર્તન કહેવાય છે. તેમાં ત્રણ પ્રદેશો એટલે ક્ષેત્રનો પ્રસ્તાવ હોવાથી ત્રણ આકાશપ્રદેશો તથા ત્રણ સમયો એટલે કાળનો વિભાગ ન થઈ શકે તેવા ભાગો, અહીં (ગાથામાં) તું શબ્દ વિશેષણના અર્થવાળો છે અને તે હેતુ શબ્દ) પરસ્પર મળેલા એવા ક્ષેત્રપિંડ અને કાળપિંડના સ્વરૂપને વિશેષ કરી બતાવે છે. અહીં ભાવાર્થ આ પ્રમાણે છે – પરસ્પર મળેલ ત્રણ આકાશપ્રદેશો અને પરસ્પર મળેલા ત્રણ સમયો તે અનુક્રમે ક્ષેત્રપિંડ અને કાળપિંડ એમ જાણવા અહીં ‘f=' (ત્રણ) શબ્દ ગ્રહણ કર્યો છે તે ઉપલક્ષણ છે. તેથી બે, ચાર વગેરે પણ જાણવા. આ પ્રમાણે ક્ષેત્રપિંડ અને કાળપિંડ ઉપચારરહિત (મુખ્યપણે) કહીને હવે તે બંનેને ઉપચારસહિત કહે છે : “હાફિક વા તયાા ' તેમાં ‘વિણ ત્તિ' દ્રવ્ય એટલે પુદ્ગલસ્કંધરૂપ દ્રવ્યને વિષે ‘' એટલે અવગાહ (પ્રવેશ) અને સ્થિતિ' એટલે કાળથકી રહેવું (અમૂક સમય રહેવું) તે : સ્થાન અને સ્થિતિ હિંદુસમાસ કરવાથી) “થાસ્થિતી, તાપ્યાં' (તે બે થકી) “સ્થાસ્થિતિતઃ' અહીં ‘ય: Íધારે' એ સૂત્રે કરીને પાંચમી વિભક્તિ લખી છે તેથી તેનો અર્થ આ પ્રમાણે છે: સ્થાન અને સ્થિતિને આશ્રયીને જે ‘તાવેઃ ક્ષેત્રનાઃ ' એટલે ક્ષેત્ર અને કાળથી પ્રધાનપણે વિવક્ષાએ કરીને ક્ષેત્રવડે અને કાળવડે જે વ્યપદેશ (કહેતું) તે થકી ચોથા અને પાંચમા પિડની પ્રરૂપણા કરવી. આમ કહેવાથી શું કહ્યું? તે કહે છે – સ્કંધરૂપ પુગલદ્રવ્યને વિષે અવગાહનાવિચારને આશ્રયીને ક્ષેત્રના પ્રધાનપણાની વિવક્ષાએ કરીને જ્યારે ક્ષેત્રવડે એટલે આ એક પ્રદેશવાળો છે, આ બે પ્રદેશવાળો છે. આ ત્રણ પ્રદેશવાળો છે, ઇત્યાદિ વ્યપદેશ કરાય (કહેવામાં આવે) છે, ત્યારે તે આ પ્રમાણે ક્ષેત્રથી વ્યપ્રદેશ કરાતો હોવાથી ક્ષેત્રપિંડ એમ કહેવાય છે કેમ કે ‘ક્ષેત્રથી વ્યપદેશ કરાયેલો જે પિંડ તે ક્ષેત્રપિંડ’ એવી તેની વ્યુત્પત્તિ (સમાસ) થાય છે. વળી જ્યારે કાળથી સ્થિતિને આશ્રયીને કાળના પ્રધાનપણાની વિવિલાએ કરીને આ “એક સમયવાળો છે, આ બે સમયવાળો છે, ઇત્યાદિ કાળ વડે વ્યપદેશ કરાય છે, ત્યારે તે કાળપિંડ પણ કહેવાય છે. કેમકે કાળથી વ્યપદેશ કરાયેલો જે પિંડ તે કાળપિંડ છે એ પ્રમાણે સમાસના આશ્રયથી, અથવા તો ત્રિપ્રદેશાદિક સ્વરૂપવાળા ક્ષેત્રપિંડને વિષે કે ત્રિસમયાદિક સ્વરૂપવાળા કાળપિંડને વિષે જે પુગલદ્રવ્ય રહેલું હોય તે ‘તત્તાશા' ક્ષેત્ર અને કાળના વ્યપદેશથી અર્થાત્ ક્ષેત્ર અને કાળનો ઉપચાર કરવાથી અનુક્રમે ક્ષેત્રપિંડ અને કાલપિંડ કહેવાય છે :
હવે બીજે પ્રકારે ઉપચાર સહિત ક્ષેત્રપિંડ અને કાલપિંડને કહે છે – ‘નત્ય નથી તપૂવયા', યત્ર' એટલે જે વસતિ (ઉપાશ્રય) વગેરેને વિષે “યવા' એટલે જે પ્રથમ પોરસી આદિક કાળને વિષે ‘તસ્વરૂપણ' એટલે પિંડની પ્રરૂપણા કરાય છે તે પિંડ, પ્રરૂપણા કરાતો નામાદિક પિંડ વસતિ વગેરે ક્ષેત્રને આશ્રયીને ક્ષેત્રપિંડ કહેવાય છે, જેમકે અમુક વસતિરૂપ ક્ષેત્રપિંડ. તથા વળી પહેલી પારસી વગેરે કાળને આશ્રઈને કાળપિંડ કહેવાય છે, જેમકે – અમુક પહેલો પહોર વગેરે રૂપ કાલપિંડ, ઇતિ
|૫૫ll
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org