________________
|ક્ષેત્રપિંડ અને કાલપિંડની વ્યાખ્યા !
(૪૭.
મૂલાર્થ : કાંજી, ગોરસ, મદિરા વેસન, ભેષજ, સ્નેહ, શાક, ફળ, માંસ, લવણ, ગોળ, ઓદન એ પ્રમાણે અનેક પ્રકારના સંયોગપિંડ જાણવા ૫૪
ટીકાર્થ: “સવીર’ કાંજી તે અકાય, તેજસ્કાય અને વનસ્પતિકાયાદિક પિંડરૂપ છે. તે આ પ્રમાણે તેમાં તંડુલને જે ધોવા તે અપકાય છે. ઓસાવવા તે તેજસ્કાય છે અને તંડુલના અવયવો તે વનસ્પતિકાય છે, કે જેના સંબંધથી તંડુલનું જળ ડોળું થાય છે. વળી તેમાં કેટલાક લવણના અવયવો લવણથી મિશ્ર એવા તંડુલના જલાદિકની સાથે પડે છે. તેથી તેમાં પૃથ્વીકાય પણ સંભવે છે. એ પ્રમાણે બીજે સ્થળે પોતાની બુદ્ધિ વડે ભાવના કરવી તથા “રસ' તક (છાશ) વગેરે. તે અપકાય અને ત્રસકાયથી મિશ્ર હોય છે. તથા “કાવ: મદિરા, તે અપકાય, તેજસ્કાય અને વનસ્પતિકાયાદિક પિંડરૂપ છે. તથા “વસન' જીરૂ, લવણ વગેરે તે વનસ્પતિકાય અને પૃથ્વીકાયાદિક પિંડરૂપ છે તથા
ખેષi' રાબડી વગેરે. તે અપકાય, તેજસ્કાય અને વનસ્પતિકાયના પિંડરૂપ છે. તથા “નેહંદ' ઘીચરબી વગેરે. તે તેજસ્કાય અને ત્રસકાયાદિક પિંડરૂપ છે. તથા ‘શા' વત્થલાની ભાજી વગેરે રૂપ. તે વનસ્પતિકાય, પૃથ્વીકાય અને ત્રસકાયાદિક પિંડરૂપ છે. તથા “જર્ન' આમળા વગેરે. તે અહીં પક્વ (ચૂલે પકવેલા) ગ્રહણ કરવાં. તેથી તે પણ તે જ પ્રમાણે જાણવા. તથા “વાર્ત' માંસ (વનસ્પતિનો ગર્ભ), તે પણ અહીં પક્વ ગ્રહણ કરવું, તેથી તે પણ શાકની જેમ ભાવવું. તથા ‘નવી' પ્રસિદ્ધ છે, તે અપકાય અને પૃથ્વીકાયરૂપ છે. તથા “ગુડૌની' ગોળ અને ઓદન. આ બંને પ્રસિદ્ધ છે તે પણ ફળની જેમ ભાવવા. એ પ્રમાણે બીજા પણ જેમ સંભવે તેમ સંયોગને વિષે અનેક પિંડો જાણવા. માત્ર તે તે સંયોગને જાણીને જે પિંડનો જે દ્ધિકસંયોગાદિકમાં અંતર્ભાવ થાય, તેનો ત્યાં પોતાની જાતે જ અંતર્ભાવ કરવો /પ૪ો.
આ પ્રમાણે વિસ્તાર સહિત દ્રવ્યપિંડ કહ્યો. હવે ક્ષેત્રપિંડ અને કાલપિંડને કહેવાને ઇચ્છતા એવા આચાર્ય મહારાજ કહે છે : मू.०- तिन्नि उ पएससमया, उणाटिइउ दविए तयाएसा ॥
चउपंचमपिंडाणं, जत्थ जया तप्परूवणया ॥५५॥ મૂલાર્થઃ ત્રણ પ્રદેશ અને ત્રણ સમય એ (અનુક્રમે) ચોથા (ક્ષેત્ર) અને પાંચમા (કાળ) પિંડનું સ્વરૂપ છે. તથા દ્રવ્ય એટલે પુદગલસ્કંધને વિષે જે સ્થાન એટલે અવગાહ અને સ્થિતિ એટલે રહેવું તે પણ તેના ક્ષેત્ર અને કાળના) આદેશથી ચોથા અને પાંચમા પિંડનું સ્વરૂપ છે. તથા જે સ્થાને અને જે સમયે તે પિંડની પ્રરૂપણા થતી હોય તે પણ ચોથા પાંચમા પિંડનું સ્વરૂપ છે. પપા
ટીકાર્થ : અહીં “નામં હવાપરે બે વેત્તે ૨ નિભાવે ય ' (નામપિંડ, સ્થાપનાપિંડ, દ્રવ્યપિંડ, ક્ષેત્રપિંડ, કાલપિંડ અને ભાવપિંડ) એ ગાથામાં બતાવેલા અનુક્રમની અપેક્ષાએ ચોથો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org