________________
૪૬)
॥ શ્રી પિંડનિયુક્તિગ્રંથનો અનુવાદ II
૧-૨-૩-૪-૫-૬-૭-૮-૯ ૯-૮-૭-૬-૫-૪-૩-૨-૧
ભાગવો. પછી તે ભાગમાં આવેલા અંક વડે તે બીજા અંકની ઉપરના અંકને ગુણવો. એમ કરવાથી સંયોગિયા ભાંગા થાય છે.) આ ગાથાનો અક્ષરાર્થ આ પ્રમાણે છે - અહીં નવ પદ (શબ્દ)ના દ્વયાદિ સંયોગવાળા ભાંગા લાવવાને ઇચ્છયા છે, તેથી તેટલા પ્રમાણવાળી બે રાશિ ઉભયમુખવાળી સ્થાપવી. તે આ પ્રમાણે અહીં એકની ઉપર નવ છે, તેથી એક સંયોગિના નવ ભાંગા થાય છે. તેમાં આ કરણગાથાનો વ્યાપાર (ઉપયોગ- જરૂરિયાત) નથી કેમકે-બે, ત્રણ વગેરે સંયોગિયા ભાંગા લાવવાને માટે જ આ ગાથાની પ્રવૃત્તિ છે. ત્યારપછી નીચેની રાશિમાં છેલ્લે રહેલા એકની પછી તરત જ બેનો અંક છે., તેના વડે ઉપરની રાશિમાં રહેલા પહેલા નવરૂપ અંકને ભાંગવો એટલે તેનો ભાગાકાર કરવો. તેથી (નવને બે વડે ભાંગવાથી) સાડાચાર પ્રાપ્ત થાય. (ભાગમાં આવ્યા) આ રીતે નીચેની રાશિ (બે) વડે ઉપરની રાશિનો પહેલો અંક (નવ) ભાંગે સતે પ્રાપ્ત થએલા (ભાગમાં આવેલા) તે સાડાચાર વડે તે ‘બે’ રૂપ અંકની ઉપર રહેલા આઠ રૂપ અંકને ગુણવો. તે ગુણવાથી છત્રીસ થાય. આ પ્રમાણે ગુણીને ‘સંવો:' સંયોગના ભાંગા કહેવા. જેમકે દ્વિકસંયોગમાં
૩૬ ભાંગા આવે. ત્યારપછી ફરીથી ત્રિક સંયોગિયા ભાંગા લાવવા માટે પહેલા પાદ સિવાયની બાકીની કરણગાથાનો ઉપયોગ કરાય છે, નીચેની રાશિમાં રહેલા ‘બે' રૂપ અંકની પછી ‘ત્રણ’ રૂપ અંક વડે ઉપરની રાશિમાં રહેલી ત્રણની ઉપરના સાત, રૂપ અંકની અપેક્ષાએ પહેલા રહેલા ‘છત્રીસ’ રૂપ અંકને ભાંગવો. તે ભાગવાથી બાર પ્રાપ્ત થાય. આ રીતે નીચેની રાશિ (ત્રણ) વડે ઉપરનો અંક (૩૬) ભાગે સતે પ્રાપ્ત થએલા તે (બાર) વડે ત્રણ રૂપ અંકની ઉપરના સાતરૂપ અંકને ગુણવો તે ગુણે સતે ૮૪ થયા. આટલા (ચોરાશી) ત્રિક સંયોગિયા ભાંગા જાણવા. યાવત્ (છેવટે) નવના સંયોગમાં એક ભાંગો થાય છે તે વિષે (કરણગાથામાં) કહ્યું છે. ‘નાવ રિમો ત્તિ’ ત્યાં સુધી દ્વિકસંયોગાદિક મિશ્રપિંડ જાણવો કેજ્યાં સુધી છેલ્લો નવ સંયોગથી પ્રાપ્ત થએલો એક સંખ્યાવાળો મિશ્રપિંડ આવે. તે (એકસંખ્યાવાળો મિશ્રપિંડ) લેપને આશ્રયીને દેખાડે છે. અહીં ગાડાની ધરીના અગ્ર ભાગ ઉપર તેલ લગાડ્યું હોય ત્યારે તેના ઉપર ‘રજ’ રૂપ પૃથ્વીકાય લાગે છે. નદી ઊતરતાં અકાય લાગે છે. લોઢાનું પાત્ર (ચીજ) ઘસાવાથી તેજસ્કાય જ્યાં તેજસ્ હોય ત્યાં વાયુ હોય છે તેથી વાયુકાય પણ, તેની ધોંસરી જ વનસ્પતિકાય છે., દ્વીંદ્રિય, ત્રીંદ્રિય અને ચતુરિંદ્રિયજીવો સંપાતિમ (ઊડી ઊડીને આવે એવા) સંભવે છે, તથા ભેંસ વગેરેના ચામડાની નાડીકા (વાધરી) આદિ ઘસાતી હોવાથી તેના અવયવરૂપ પંચેન્દ્રિયપિંડ પણ સંભવે છે, આવા પ્રકારના ગાડાની ધરીના ખંજન (કીલ) વડે લેપ કરવામાં આવે છે તેથી તે (મિશ્રપિંડ) ઉપયોગી છે. (મૂળગાથામાં છેડે) ઇતિ શબ્દ લખ્યો છે તે મિશ્રપિંડની સમાપ્તિને માટે છે. આટલો જ દ્રવ્યપિંડ, મિશ્ર સંભવે છે. પા
હવે આ જ મિશ્રપિંડના કેટલાક ઉદાહરણો દેખાડે છેઃ
मू.०- सोवीरा गोरसासव, वेसण भेसज्ज नेह साग फले ॥ पोग्गल लोण गुलोयण, णेगा पिंडा उ संजोगे ॥५४॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org