________________
| પંચેન્દ્રિયપિંડ અને તેનું પ્રયોજન છે.
(૪૫ મૂલાર્થ ક્ષપકાદિક મુનિ મરણના કાર્ય વગેરેને વિષે કોઈક દેવતાને પૂછે, અથવા માર્ગને વિષે શુભાશુભને પૂછે એ દેવતાના વિષયવાળો ઉપયોગ છે .પરામાં
ટીકાર્થઃ ક્ષપકાદિક, અહીં આદિ શબ્દ લખ્યો છે તેથી આચાર્ય વગેરેનું ગ્રહણ કરવું. કારણ કે શપકને (તપસ્વીને) વિશેષ પ્રકારના તપથી (તપોબળથી) આકર્ષણ કરાયેલા દેવતાઓ-દેવીઓ પ્રાયઃ કરીને સમીપે (સાન્નિધ્યમાં) જ રહેવાવાળા હોય છે. તેથી અહીં સાક્ષાત્ ક્ષેપક શબ્દ ગ્રહણ કર્યો છે. ’ મરણ રૂપ પ્રયોજન, તે વગેરે પ્રયોજન ઉપસ્થિત થયે સતે-પ્રાપ્ત થયે સતે કોઈ દેવતાને પૂછે. તથા માર્ગના વિષયમાં ‘શુભાશુમે” કષ્ટ સહિતપણાને વિષે કે – કષ્ટરહિતપણાને વિષે કોઈ દેવતાને પૂછે. આ “દિવ્ય ઉપયો:' દેવતાના વિષયવાળો ઉપયોગ છે. //પરા
આ પ્રમાણે સચિત્તાદિક ભેદે કરીને ભેદવાળો ત્રણ પ્રકારનો દ્રવ્યપિંડ પ્રત્યેક (એક એક) પૃથ્વીકાયાદિકના ભેદથી નવ નવ પ્રકારનો કહ્યો. હવે આ જ પૃથ્વીકાયાદિક નવને મધ્યે બે વગેરેના મિશ્રપણાથી મિશ્ર દ્રવ્યપિંડને કહેવાની ઇચ્છાવાળા (આચાર્ય મહારાજ) કહે છે मू.०- अह मीसओ य पिंडो, एएसिं चिय नवण्ह पिंडाणं ॥
दुगसंजोगाईओ, नायव्वो जाव चरमोत्ति ॥५३॥ મૂલાર્થ ઃ હવે મિશ્રપિંડ, આ નવે પિડના દીક સંયોગાદિકથી આરંભીને યાવત છેલ્લા (નવ સંયોગવાળા) ભાંગા સુધી જાણવો. ./પ૩ll
ટીકાર્થ : અથ શબ્દ આનંતર્ય (હવે પછી એવા) અર્થને જણાવનાર છે. એટલે કે કેવળ (એકલા) પૃથ્વીકાયાદિક પિંડને કહ્યા પછી મિશ્રપિંડ કહેવામાં આવે છે એવો અર્થ જણાવે છે. ‘મિત્ર' સજાતીય અને વિજાતીય દ્રવ્યના મિશ્ર કરવારૂપ પિંડ, આ જ નવે પિંડોના બે આદિના સંયોગવાળો જાણવો. તે આ પ્રમાણે – પૃથ્વીકાય અને અપકાય એ ક્રિકસંયોગમાં પહેલો ભંગ તથા પૃથ્વીકાય અને તેજસ્કાય એ બીજો ભંગ, એ પ્રમાણે દ્રિકસંયોગમાં છત્રીશ ભંગ જાણવા. તથા ત્રિકસંયોગમાં પૃથ્વીકાય, અપૂકાય અને તેજસ્કાય એ પહેલો ભંગ, પૃથ્વીકાય અપૂકાય અને વાયુકાય એ બીજો ભંગ. એ પ્રમાણે ત્રિકસયોગમાં ચોરાશી ભંગ જાણવા. તથા ચતુષ્ક સંયોગમાં પૃથ્વીકાય, અપકાય તેજસ્કાય અને વાયુકાય એ પહેલો ભંગ, પૃથ્વીકાય, અપકાય, તેજસ્કાય અને વનસ્પતિકાય એ બીજો ભંગ, એ પ્રમાણે ચતુષ્કસંયોગમાં ૧૨૬ ભાંગા જાણવા તથા પંચક સંયોગમાં પણ ૧૨૬ ભાંગા જાણવા, વર્કસંયોગમાં ૮૪ સાધક, સપ્તક સંયોગમાં ૩૬, અષ્ટકસંયોગમાં ૯ અને નવક સંયોગમાં એક ભંગ થાય છે. સર્વ ભંગની કુલ સંખ્યા ૫૦ર થાય છે.
આ ભાંગાઓ લાવવા માટે “કરણ” એટલે તેની રીત બતાવનારી આ ગાથા છે. ‘મયમુદ્દે રસિ, દિક્િત મય પહેમં તદ સિવિખરે તરસુરિ ગુણg સંગી આશા' ઉભયમુખવાળી બે રાશિ સ્થાપન કરવી. પછી નીચેના પહેલા અંકની પછીના બીજા અંક વડે ઉપરના પહેલા અંકને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org