________________
૪૪)
॥ શ્રી પિંડનિયુક્તિગ્રંથનો અનુવાદ II
કેમકે-નેત્રને વિષે પુષ્પિકા (ફૂલા) ને દૂર કરવા માટે તેને ઘસીને નાંખવામાં આવે છે. ‘નખ’ એટલે અમૂક જીવોના નખનો પરિભોગ છે. કેમકે - તે (નખ) કોઈપણ ધૂપમાં પડે છે (નંખાય છે) અને તેનો ગંધ કોઈપણ રોગનો નાશ કરનાર થાય છે. રોમ એટલે બકરા - ઘેટાં સંબંધીના વાળ (ઉન), તેનો બનેલો કામળો, સાધુઓને ઉપયોગી થાય છે. ‘શૃંગ’ એટલે ભેંશ વગેરેના શીંગડાનો ઉપયોગ છે. કેમકે-તે માર્ગમાં ગચ્છથી ભૂલા પડેલા સાધુઓને ભેગા કરવા માટે વગાડવામાં આવે છે. તથા ‘અવિનાવિાળસ્વ’ એટલે બકરી આદિના અથવા ગાડર કે ગાડરડીનાં છાણનો અને આદિ શબ્દથી બીજા પશુઓના છાણનો તથા ગોમૂત્રનો પામા (ખસ) વગેરેના મર્દનને વિષે ઉપયોગ થાય છે. અને તેના દૂધ વગેરેનો ભોજનમાં પરિભોગ (ઉપયોગ) થાય છે. પગા
હવે સચિત્તાદિકના ભેદથી ત્રણે પ્રકારના મનુષ્યનો ઉપયોગ કહે છે :
मू.०- सच्चित्ते पव्वावण, पंथुवएसे य मिक्खदाणाई ॥ सीसगि अच्चित्ते, मीसट्ठिसरक्ख पहपुच्छा ॥५१॥
મૂલાર્થ : સચિત્ત મનુષ્યનું પ્રયોજન, માર્ગમાં પૂછે સતે (સાધુને તે) માર્ગ કહે (બતાવે) (તેનાથી) ભિક્ષાનું દાન વગેરે છે. તથા અચિત્ત મનુષ્યના મસ્તકના હાડકા (ઉપયોગી છે). તથા અસ્થિ અને રાખ સહિત હોય તે મનુષ્ય, મિશ્ર કહેવાય છે. તેને માર્ગ પૂછવો (તે ઉપયોગ છે.)
॥૫॥
ટીકાર્થ : ‘સન્વિત્તે’ (અહીં ષષ્ઠી અને સપ્તમી વિભક્તિનો અર્થ પ્રત્યે અભેદ હોવાથી) સચિત્ત એવા મનુષ્યનું પ્રયોજન (સાધુએ તેને) માર્ગ પૂછે સતે (તેના તરફથી) માર્ગનું કહેવું. તથા ભિક્ષાદાન અને આદિ શબ્દથી વસતિ વિગેરેનું દાન એ ઉપયોગ છે. (એટલે તેવા કાર્યોમાં સાધુને તેની જરૂર પડે) તથા અચિત્ત મનુષ્યના મસ્તકનું અસ્થિ ઉપયોગી છે. કેમકે તે અસ્થિ, લિંગને (પુરુષચિહ્નને) વિષે થયેલા અમુક વ્યાધિને દૂર કરવા માટે ઘસી અપાય છે. અથવા કોઈક ક્રોધ પામેલો રાજાદિક, સાધુઓનો વિનાશ કરવા ઉદ્યમવાળો થાય ત્યારે તે સાધુઓ મસ્તકના અસ્થિને લઇને કાપાલિકના વેષવડે નાસીને દેશાંતર જવાને ઇચ્છે છે, તેથી તે અસ્થિનું પ્રયોજન છે. તથા મિશ્રમનુષ્યનો ઉપયોગ આ પ્રમાણે: ‘અકૃિષત્તિ' આભરણ જેવા અસ્થિવડે ભૂષિત થયેલા અને સરજસ્ક અથવા સરક્ષાક એટલે ભસ્મ (રાખ) વડે ખરડેલા શરીરવાળા એવા કાપાલિકની પાસે જે માર્ગના વિષયમાં પૂછવું તે ઉપયોગ છે. ૫૧||
હવે દેવતાના વિષયનો ઉપયોગ કહે છે :
मू.०- खमगाइ कालकज्जा- इएस पुच्छिज्ज देवयं कंचि ॥ पंथे सुभासुभे वा, पुच्छेज्जह दिव्व उवओगो ॥५२॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org