________________
| | પંચેન્દ્રિયપિંડ અને તેનું પ્રયોજન છે ઉદ્દેહિકા (ઉધઇ) વગેરેનો ઉપયોગ હોય છે. અહીં ઉદ્દેહિકા શબ્દ કરીને ઉદેહિકાએ કરેલા રાફડાની માટી સમજવી. અહીં આદિ શબ્દ લખ્યો છે તેથી એવા પ્રકારના બીજા પણ ત્રિદ્રિય જીવોની માટી વગેરેનું ગ્રહણ કરવું. ત્રીદ્રિયના પરિભોગનો વિષય હોવાથી તે પરિભોગ કહેવાય છે. અથવા તો અહીં પરિભોગ શબ્દને કર્મના સાધનવાળો જાણવો, એટલે કે જે પરિભોગ કરાય તે પરિભોગ એટલે ઉપભોગ કરવાપણું, અને તે ઉધેઈની માટી વગેરેનો પરિભોગ સર્પદંશાદિકમાં દાહની શાંતિને માટે જાણવો. અથવા તો વૈદ્ય અમુક ત્રીદ્રિયના શરીરાદિકને બાહ્ય વિલેપનાદિકને માટે કહે (બતાવે) ત્યારે (ઉપયોગ કરવો પડે) તે ત્રીન્દ્રિયનો પરિભોગ કહેવાય છે. તથા ચતુરિદ્રિયને મળે માખીઓનો પરિહાર' એટલે વિષ્ઠા પરિભોગ છે. કેમકે તે વિષ્ઠા વમનના નિષેધાદિકમાં અતિ સમર્થ કહેવાય છે. અથવા નેત્રમાંથી અક્ષરને (જળ વગેરે) કાઢવા માટે અશ્વમક્ષિકા (અશ્વ ઉપર રહેનારી માખીબગા)નો ઉપયોગ કરવામાં આવે છે. અહીં મૂળમાં ‘વૈવ' શબ્દ છે તે આવી જાતના ચતુરિન્દ્રિયના પરિભોગના સમુચ્ચય માટે છે ૪૮ હવે પંચેન્દ્રિયના પિંડના વિષયમાં સામાન્ય રીતે તેનો ઉપયોગ કહે છે
मू.०- पंचेन्द्रियपिंडंमि उ, अव्ववहारी उ नेरइया ॥४९॥ મૂલાર્થ : પંચેન્દ્રિયપિંડને વિષે સર્વે ઉપયોગી છે. પરંતુ નારકીઓ અવ્યવહારી એટલે અનુપયોગી છે. ૪૯ો.
ટીકાર્થઃ ઉપયોગના વિષયપણાએ કરીને પંચેન્દ્રિયના પિંડનો વિચાર કરીએ ત્યારે સર્વ તિર્યંચ આદિનો પિંડ યથાયોગપણે ઉપયોગમાં આવે છે. વળી નરકપંચેન્દ્રિયો “અવ્યવહારી' એટલે અનુપયોગી છે - તે ઉપયોગમાં આવતા નથી. li૪લા. તેમાં પ્રથમ પંચેન્દ્રિયતિર્યંચનો ઉપયોગ કહે છેઃ मू.०- चम्मद्विदंतनहरोम-सिंगअविलाइछगणगोमुत्ते ॥
खीरदधिमाइयाण य, पंचिदियतिरियपरिभोगो ॥५०॥ મૂલાર્થ ચર્મ, અસ્થિ, દાંત, નખ, રોમ, શૃંગ, અવિલા (બકરી) આદિનું છાણ, ગોમૂત્ર, દૂધ, દહીં વગેરે વડે પંચેન્દ્રિય તિર્યંચનો પરિભોગ છે. //૫OIL
ટીકાર્થ : પંચેન્દ્રિય તિર્યંચનો પરિભોગ, ચર્મ, અસ્થિ, દંત, નખ, રોમ, શૃંગ, અવિલાદિ છગણ (બકરી આદિનું છાણ) અને ગોમૂત્રને વિષે છે, તથા તેનાં) દૂધ, દહીં વગેરેનો છે. તેમાં સુર (સજાયો) વગેરેને રાખવા માટે કોશક (કોથળી) વગેરે કરવામાં ચર્મનો પરિભોગ હોય છે.
અસ્થિ એટલે ગીધપક્ષીની નખિકા વગેરેનો પરિભોગ હોય છે. કેમકે તે શરીરના ફોલ્લાઓને દૂર કરવા વગેરે માટે બાહુ આદિ ઉપર બાંધવામાં આવે છે. “દત' એટલે સુવરની દાઢાનો પરિભોગ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org