________________
૪૨)
॥ શ્રી પિંડનિયુક્તિગ્રંથનો અનુવાદ ।।
પંચેન્દ્રિય જીવો ત્રણ વગેરે ‘સંતિ’ એટલે એકત્ર મળેલા હોય, તે આ પ્રમાણે ત્રણ ત્રણ, ચાર ચાર વગેરે. અહીં ત્રણ વગેરેનું ગ્રહણ કર્યું છે તે ઉપલક્ષણ જાણવું. તેથી કરીને બબ્બે પણ જ્યાં એકઠાં થાય તે પિંડ કહેવાય છે. પોતપોતાને સ્થાને પિંડ કહેવાય છે, એમ ફરીથી પણ સંબંધ કરવો. તેથી કરીને તેનો ભાવાર્થ આ પ્રમાણે છે - તે દ્વીંદ્રિયાદિક પોતપોતાની જાતિમાં (જે એકઠા થાય) તે પિંડ જાણવો. તે પિંડ પણ ત્રણ પ્રકારે છે. તે આ પ્રમાણે સચિત્ત, મિશ્ર અને અચિત્ત તેમાં જીવતા ત્રણ વગેરે અક્ષાદિકનું એક ઠેકાણે જે મળવું તે ચિત્ત છે. કેટલાક જીવતા અને કેટલાક મરેલા એવા તે જ અક્ષાદિકનું જે એકત્ર મળવું તે મિશ્ર છે, અને જીવરહિત તેજ અક્ષાદિકનું જે એકત્ર મળવું તે અચિત્ત છે. તે પિંડવડે કરીને અહીં જાતિને આશ્રયીને એકવચન કહ્યું છે, તેથી તે દ્વીંદ્રિયાદિક પિંડોવડે કરીને ‘આ’ એટલે આગળ કહેવાશે તે કાર્ય એટલે પ્રયોજન છે. ૫૪૭ણા
તેમાં પ્રથમ દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિય પિંડનું પ્રયોજન દોઢ ગાથાવડે કહેવાને ઇચ્છતા સતા ગ્રંથકાર કહે છે :
मू.०- बेइंदियपरिभोगो, अक्खाण ससिप्पसंखमाईणं ॥
तेइंदियाण उद्दे - हिगादि जं वा वए वेज्जो ॥ ४८ ॥
चउरिंदियाण मच्छिय - परिहारो आसमच्छिया चेव ॥
મૂલાર્થ : અક્ષ (પાસા), છીપ અને શંખ વગેરે દ્વીંદ્રિયનો પરિભોગ હોય છે. ત્રીંદ્રિયોને વિષે ઉધેઈ વગેરેનો ઉપ્યોગ હોય છે અથવા વૈદ્ય જે કહે તેનો ઉપયોગ હોય છે ૪૮૫
ચતુરિંદ્રિયોને મધ્યે માખીની વિષ્ઠાનો અથવા અશ્વમક્ષિકાનો ઉયોગ હોય છે.
ટીકાર્થ : અહીં સાધુને દ્વીન્દ્રિયાદિકનું પ્રયોજન, સંભવ પ્રમાણે બે પ્રકારે છે. તે આ પ્રમાણે શબ્દવડે અને શ૨ી૨વડે તેમાં શકુન વગેરે જોવા માટે શબ્દવડે પ્રયોજન હોય છે. તે આ પ્રમાણે શંખનો શબ્દ સાંભળવામાં આવે તો શકુનના વિદ્વાનો તેને પ્રશસ્ત મહાશકુન માને છે. તથા શ૨ી૨વડે ત્રણ પ્રકારે પ્રયોજન છે. તે આ પ્રમાણે સંપૂર્ણ શરીરવડે, શરીરના અમુક ભાગવડે અને શરીરના સંબંધથી ઉત્પન્ન થયેલ બીજી કોઈ વસ્તુ વડે, તેમાં આ ચારે પ્રયોજનોને મધ્યે કાંઈ પણ કેટલાક સાધુઓને ઉપયોગી થાય છે,. અને કેટલાક સાધુઓને ચારે ઉપયોગી થાય છે. તેમાં દ્વીન્દ્રિયોના સંપૂર્ણ શરીરવડે થતું પ્રયોજન સાક્ષાત્ બતાવે છે : દ્વિન્દ્રિયોને મધ્યે ‘સત્તુòિશંઘાવીનાં અક્ષાળાં' એટલે છીપ, શંખ વગેરે સહિત એવા અક્ષનો ‘પિરભોગ’ એટલે ઉપયોગ હોય છે, તેમાં અક્ષ એટલે ચંદનકે, શુક્તિનો અર્થ (છિપ) પ્રસિદ્ધ જ છે, કે-જેમાં સ્વાતિ નક્ષત્રમાં સંભવતા મેઘના જળના સંબંધથી મોતી થાય છે. તથા ‘શંખ’ એટલે શંબૂક, આદિ શબ્દ લખ્યો છે તેથી કપર્દ (કોડા) વગેરે ગ્રહણ કરવા. તેમાં અક્ષ અને કપર્દ વગેરેનો ઉપયોગ સમવસરણની સ્થાપના વગેરેમાં તથા શંખ અને શુક્તિનો ઉપયોગ આંખના ફૂલા વગેરેને કાઢવામાં હોય છે. હવે ત્રીંદ્રિયનો ઉપયોગ કહે છે – ત્રિંદ્રિયોને મધ્યે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org