________________
॥ અચિત્ત વનસ્પિતકાયનું પ્રયોજન ॥
मू.०- पुप्फाणं पत्ताणं, सरडुफलाणं तहेव हरियाणं ॥ बिटमि मिलामि नायव्वं जीवविप्पजढं ॥ ४५ ॥
મૂલાર્થ : પુષ્પ, પત્ર, કોમળ ફળ તથા હરિત એ સર્વના વૃંત (ડીંટ) મ્લાનિ પામે સતે તે સર્વ જીવ રહિત જાણવા. ૧૪૫||
ટીકાર્થ : પુષ્પોના, પત્રોના, ‘શતાવુતાનાં' એટલે કોમળ ફળોના તથા ‘રિતાનાં” એટલે વ્રીહિ વગેરેના ‘વૃત્તે’ એટલે પ્રસૂતિના બંધ (ડિંટ) ‘મ્હાને' એટલે શુષ્કપ્રાયઃ થયે સતે તેમનું સ્વરૂપ જીવથી મુક્ત થયેલું (અચિત્ત) જાણવું. ॥૪॥
હવે અચિત્ત વનસ્પતિકાયનું પ્રયોજન કહે છેઃ
मू.० - संथारपायदंडग-खोमियकप्पा य पीढफलगाई ॥ ओसह सज्जाणि य, एमाइ पओयणं बहुहा ॥४६॥
(૪૧
મૂલાર્થ : સંસ્તારક, પાત્ર, દંડ બે ક્ષૌમકલ્પ, પીઠ, ફલક વગેરે તથા ઔષધ અને ભેષજ એ વગેરે ઘણે પ્રકારે પ્રયોજન છે ।।૪૬।।
ટીકાર્થ : જે આ ‘સંસ્તારક' એટલે શય્યા (વસતિ), પાટ વગેરેને સાધુઓ ગ્રહણ કરે છે અને જે પાત્રો તથા જે ‘દંડક’ એટલે દંડ, વિદંડ વગેરે, તથા જે બે ક્ષૌમકલ્પ (સુતરાઉ કપડા) વળી જે પીઠ, ફલક વગેરે. અહીં આદિ શબ્દ લખેલો હોવાથી કવળી વગેરે ગ્રહણ કરવા, તથા જે ઔષધ, ભેષજ એ વગેરે ‘વહુધા’ એટલે ઘણે પ્રકારે અચિત્ત વનસ્પતિકાયનું સાધુઓને પ્રયોજન છે. અહીં ‘ઔષધ’ એટલે હરડે વગેરે એકલી ચીજ અને ભેષજ એટલે તેવા કોઈ બે વગેરે ઔષધોને જ એકત્ર મેળવીને તેનું ચૂર્ણ કરવું તે અથવા અંદર ઉપયોગ કરવો તે ઔષધ અને બહાર ઉપયોગ કરવો એટલે લેપ વગેરે કરવો તે ભેષજ કહેવાય છે II૪૬
વનસ્પતિકાયપિંડ કહ્યો. હવે દ્વીન્દ્રિયાદિક ચાર પિંડને પ્રતિપાદન કરવા ઇચ્છતા અને તેના પ્રયોજનનો ઉપક્ષેપ (પ્રારંભ) કરવાને ઇચ્છતા સતા આ પ્રમાણે કહે છે :
मू.० - बियतियचउरो पंचि - न्दिया य तिप्पभिइ जत्थ उ समेति ॥ साणे सहाणे, सो पिंडो तेण कज्जमिणं ॥४७॥
મૂલાર્થ : દ્વીન્દ્રિય, ત્રીંદ્રિય, ચતુરિદ્રિય અને પંચેન્દ્રિય જીવો પોતપોતાની જાતિવાળા (બબ્બે) ત્રણ ત્રણ વગેરે જે મેળાપમાં પોતપોતાના સ્થાને ભેળા થાય છે, તે પિંડ કહેવાય છે તે પિંડનું આ પ્રયોજન છે. ૪ા
ટીકાર્થ : જે મેળાપમાં ‘સ્વસ્થાને સ્વસ્થાને' એટલે પોતાની જાતવાળાનું જ્યાં સ્થાન હોય એટલે અવસ્થાન (રહેવું) થાય ત્યાં અર્થાત્ સજાતીયના સમૂહરૂપ સ્થાનમાં દ્વીંદ્રિય, ત્રીંદ્રિય, ચતુરિંદ્રિય અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org