________________
૪૦)
/ શ્રી પિડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ | વા' શબ્દ સમુચ્ચય અર્થમાં છે. નદી વગેરે ઉતરતી વખતે મુનિને પ્રયોજન હોય છે. આ કહેવા વડે જળમાં રહેલો વાયુ ગ્રહણ કરાય છે. અથવા “ગ્લાનત્વ” માંદગી આવે ત્યારે વાયુનું પ્રયોજન હોય છે. કેમકે કોઈક વ્યાધિમાં દતિ વગેરે વડે વાયુને ગ્રહણ કરીને તેને ગુદા વગેરેમાં નાંખવામાં આવે છે. આ કહેવા વડે સ્થળમાં રહેલો વાયુ ગ્રહણ કર્યો છે. પરંતુ સચિત્ત અને મિશ્ર વાયુનો અવશ્ય યત્નથી ત્યાગ કરવો. જળને મળે (દતિ આદિ પાણીમાં નાખી તેના આધારે જળમાં જતી વખતે થતી વાયુની વિરાધવા) તો અશક્ય પરિહાર હોવાથી પાછળથી પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરવું જરા
આ પ્રમાણે વાયુકાયપિંડ કહ્યો. હવે વનસ્પતિકાયપિંડને કહે છે : मू.०- वणस्सइकाओ तिविहो, सच्चित्तो मीसओ य अच्चित्तो॥
__सच्चित्तो पुण दुविहो, निच्छयववहारओ चेव ॥४३॥ મૂલાર્થ : વનસ્પતિકાય ત્રણ પ્રકારનો છે. સચિત્ત, મિશ્ર અને અચિત્ત : વળી સચિત્ત બે પ્રકારનો છે. નિશ્ચયથી અને વ્યવહારથી l૪૩ી
ટીકાર્થઃ વનસ્પતિકાય ત્રણ પ્રકારનો છે. તે આ પ્રમાણે : સચિત્ત, મિશ્ર અને અચિત્ત વળી સચિત્ત બે પ્રકારનો છે તે આ પ્રમાણે નિશ્ચયથી અને વ્યવહારથી II૪૩
આ જ સચિત્તનું બે પ્રકારપણું તથા મિશ્ર દેખાડે છે: મૂ૦- સંત્રો વડviતાગો, સચ્ચત્તો રોફ નિછનિક્સ છે
ववहारस्स य सेसो, मीसो पव्वायरोट्टाई ॥४४॥ મૂલાઈ : નિશ્ચય નયના મતે સર્વ પણ અનંતકાય સચિત્ત હોય છે, અને બાકીનો (પ્રત્યેક) વ્યવહાર નયના મતે સચિત્ત હોય છે. તથા ગ્લાનિ પામેલ વનસ્પતિ અને લોટ (આટો) વગેરે મિશ્ર હોય છે. I૪૪ો.
ટીકાર્થ : નિશ્ચય નયના મતે સર્વ પણ “અનંત કાય’ એટલે સાધારણ વનસ્પતિકાય સચિત્ત હોય છે, અને બાકીનો એટલો લીંબડો, આંબો વગેરે પ્રત્યેક વનસ્પતિકાય “વ્યવહારી' એટલે વ્યવહાર નયના મતે સચિત્ત હોય છે. તથા “મિત્રો સ્નાનનોરિટ' તેમાં અર્ધસુકાયેલ સર્વ વનસ્પતિકાયને પ્રમ્લાન જાણવો. કારણ તેમાં જે અંશ સુકાયેલ હોય તે અચિત્ત અને શેષ (બાકીનો) સચિત્ત હોય છે તેથી તે મિશ્ર હોય છે. “સોટ્ટી ઘંટી વગેરે વડે કરેલું ચૂર્ણ (લોટ), તેમાં જે કેટલીક નખિકા સંભવે છે તે સચિત્ત હોય છે, બાકી અચિત્ત હોય છે, તેથી તે મિશ્ર હોય છે. મૂળમાં “આદિ' શબ્દ લખ્યો છે. તેથી તત્કાળ દળેલ કણક (લોટ) વગેરેનું ગ્રહણ કરવું. તેમાં પણ કેટલાક અવયવો હજુ સુધી પરિણત થયા નથી તેથી તે સચિત્ત અને કેટલાક અચિત્ત હોય છે. તેથી તે મિશ્ર હોય છે. ૪પા
હવે અચિત્ત વનસ્પતિકાયને કહે છે :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org