________________
(૩૯
| | અચિત્તવાયુકાયનું પ્રયોજન છે મૂલાર્થ : સ્નિગ્ધ અને ઈતર (રૂક્ષ) એમ બે પ્રકારે કાળ છે. તેમાં સ્નિગ્ધ ત્રણ પ્રકારે છે : એકાંત સ્નિગ્ધ, મધ્યમ અને જઘન્ય, રૂક્ષ પણ ત્રણ પ્રકારનો છે. જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ ૧રા. તેમાં એકાંત સ્નિગ્ધ કાળે બસ્તિનો વાયુ એક પોરસી સુધી અચેતન હોય છે, બીજી પોરસીએ મિશ્ર અને ત્રીજી પોરસીએ સચેતન હોય છે. I૧૩ મધ્યમ સ્નિગ્ધ કાળે દતિ વગેરેની મધ્યે રહેલો વાયુકાય બે પોરસી સુધી અચિત્ત હોય છે, ત્રીજી પોરસીએ મિશ્ર હોય છે અને ચોથી પોરસીએ સચિત્ત થાય છે. I/૧૪ તથા જઘન્ય સ્નિગ્ધ કાળે ત્રણ પોરસી સુધી અચિત્ત રહે છે, ચોથી પોરસીએ મિશ્ર થાય છે, અને પાંચમી પોરસીએ સચિત્ત થાય છે. એ જ પ્રમાણે રૂક્ષકાળને વિષે પણ દિવસની વૃદ્ધિ જાણવી. ૧૫
ટીકાર્થઃ અહીં કાળ સન્માનથી બે પ્રકારનો છે, તે આ પ્રમાણે સ્નિગ્ધ અને રૂક્ષ. તેમાં જે જળવાળો અને શીતવાળો કાળ હોય તે સ્નિગ્ધ કહેવાય છે, અને જે ઉષ્ણ (ગરમ) હોય તે રૂક્ષ કહેવાય છે. તેમાં સ્નિગ્ધ પણ ત્રણ પ્રકારનો છે. તે આ પ્રમાણે – એકાંત સ્નિગ્ધ, મધ્યમ સ્નિગ્ધ અને જઘન્ય સ્નિગ્ધ : તેમાં જે અતિસ્નિગ્ધ કાળ હોય તે એકાંત સ્નિગ્ધ કહેવાય છે. રૂક્ષ પણ ત્રણ પ્રકારનો છે, તે આ પ્રમાણે જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ. ઉત્કૃષ્ટ એટલે અત્યંત રૂક્ષ /૧રો તેમાં એકાંત સ્નિગ્ધ કાળે બસ્તિમાં રહેલો વાયુકાય. આ ઉપલક્ષણ છે, તેથી દતિમાં રહેલો પણ વાયુકાય એક પોરસી સુધી અચિત્ત રહે છે, ત્યાર પછી બીજી પોરસીના પ્રારંભે જ મિશ્ર થાય છે, તે જયાં સુધી બીજી પોરસી પૂર્ણ થાય ત્યાં સુધી મિશ્ર રહે છે અને ત્રીજી પોરસીએ તો પ્રારંભથી જ સચિત્ત થાય છે, અને ત્યાર પછી સચિત્ત જ રહે છે. ૧૩ વળી મધ્યમ સ્નિગ્ધ કાળે બે પોરસી સુધી અચિત્ત રહે છે, ત્રીજી પોરસીએ મિશ્ર અને ચોથી પોરસીએ સચિત્ત થાય છે. ૧૪ તથા જઘન્ય સ્નિગ્ધ કાળે દતિ વગેરેમાં રહેલો વાયુ ત્રણ પોરસી સુધી અચિત્ત રહે છે, ચોથી પોરસીએ મિશ્ર થાય છે અને પાંચમી પોરસીએ સચિત્ત થાય છે. એ જ પ્રમાણે રૂક્ષકાળે પણ જાણવું. કેવળ તેમાં દિવસની વૃદ્ધિ કરવી. તે આ પ્રમાણે :- જઘન્ય રૂક્ષ કાળે બસ્તિ વગેરેમાં રહેલો વાયુકાય એક દિવસ અચિત્ત રહે છે, બીજે દિવસે મિશ્ર અને ત્રીજે દિવસે સચિત્ત થાય છે, મધ્યમ રૂક્ષ કાળે બે દિવસ અચિત્ત રહે છે, ત્રીજે દિવસે મિશ્ર અને ચોથે દિવસે સચિત્ત થાય છે. તથા ઉત્કૃષ્ટ રૂક્ષ કાળે ત્રણ દિવસ અચિત્ત, ચોથે દિવસે મિશ્ર અને પાંચમે દિવસે સચિત્ત થાય છે. /૧પ (ભાષ્ય) હવે અચિત્ત વાયુકાયનું પ્રયોજન કહે છેઃ मू.०- दइएण वत्थिणा वा, पओअणं होज्ज वाउणा मुणिणो ॥
गेलनम्मि व होज्जा, सचित्तमीसे परिहरेज्जा ॥४२॥ મૂલાર્થ : મુનિને દતિમાં રહેલા અથવા બસ્તિમાં રહેલા વાયુનું પ્રયોજન હોય છે. અથવા માંદગીમાં પ્રયોજન હોય છે તથા સચિત્ત અને મિશ્રનો ત્યાગ કરવો. I૪રા
ટીકાળું: ‘દતિ એટલે દૈતિમાં રહેલા અને બસ્તિ એટલે બસ્તિમાં રહેલા વાયુ વડે, અહીં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org