________________
૩૮)
શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ ટીકાર્થ અહીં બકરી કે બીજા કોઈ પશુના શરીરને ઉપરથી ચીર્યા વિના મસ્તકને દૂર કરીને (કાપીને) પછી તે શરીરની ચામડીમાં રહેલા હાડકાં વગેરે સર્વ કચરો કાઢી નાંખીને, ગુદાના છિદ્રને બીજા કોઈપણ ચામડાના થીગડાં વડે ઢાંકીને અને ગ્રીવાની અંદરના વિવરને સાંકડા મુખવાળું કરીને બનાવેલ (તૈયાર કરેલ) ચર્મમય પ્રસેવક કે જેનો બીજો શબ્દ “કોથળો' કહેવાય છે, તે દતિ (મશક) કહેવાય છે. તેને અચિત્ત એવા મુખના વાયુથી ભરી તેના મુખને દોરડા વડે મજબૂત બાંધી કોઈ મનુષ્ય નદી વગેરેના જળમાંથી તરતી મૂકે તો તે “દતિ' એટલે દતિમાં રહેલો વાયુકાય, ક્ષેત્રથી એક સો હાથ દૂર જાય ત્યાં સુધી અચિત્ત હોય છે, અને પ્રથમના સો હાથ ઓળંગીને બીજા સો હાથમાં પ્રવેશ કરતાં જ (શરૂઆતથી જ) તે મિશ્ર થાય છે, તે જયાં સુધી બીજા સો હાથનો અંત આવે ત્યાં સુધી મિશ્ર રહે છે, ત્યાર પછી બીજા સો હાથ ઓળંગીને ત્રીજા સો હાથમાં પ્રવેશ કરતાં જ સચિત્ત થાય છે, ત્યારબાદ સચિત્ત જ રહે છે. અથવા તો એક જ સો હાથવાળા ક્ષેત્રમાં જવા વડે, આવવા વડે અને ફરીથી જવા વડે અનુક્રમે અચિત્તપણું વગેરે જાણવું. અથવા સો હાથ જેટલા ક્ષેત્રમાં જવાનો જેટલો કાળ થાય તેટલા કાળ સુધી એક જ સ્થાને જળની મધ્યે રહેવાથી ઉપર કહેલા ક્રમે કરીને અચિત્તવાદિક ભાવવું. અહીં દતિ શબ્દનું ગ્રહણ ઉપલક્ષણવાળું છે, તેથી બસ્તિના સંબંધમાં પણ એમ જ જાણવું અને બસ્તિનું સ્વરૂપ દતિની જેમજ જાણવું. તેમાં વિશેષ એ કે તેની ગ્રીવાની અંદરનું વિવર બીજા કોઈ પણ ચામડાના થીગડાં વડે બંધ કરેલ હોય અને પાછળનો (નીચેનો) ભાગ અતિ ખુલ્લા મુખવાળો કરેલો હોય તે બસ્તિ જાણવી. તથા ‘વથી પુખ પffસવનુ ઉત્ત'– સ્થળને વિષે સ્નિગ્ધ અને રૂક્ષકાળને આશ્રયીને “બસ્તિ” એટલે બસ્તિમાં રહેલો વાયુકાય, આ પણ ઉપલક્ષણ છે. તેથી દતિમાં રહેલો વાયુકાય પણ સ્થળમાં રહ્યો હોય ત્યારે સ્નિગ્ધ અને રૂક્ષકાળને આશ્રયીને અનુક્રમે પોરસીને વિષે અને દિવસોને વિષે અચિત્તાદિ રૂપ જાણવો ૪૧ આ જ ગાથાના અવયવને ભાષ્યકાર મહારાજ ચાર ગાથાઓ વડે કહે છે :
निद्धेयरो य कालो, एगंतसिणिद्धमज्झिमजहन्नो । लुक्खो वि होई तिविहो, जहन्न मज्झो य उक्कोसो ॥१२॥ एगंतसिणिमि, पोरिसिमेगं अचेअणो होइ ॥ विइयाए संमीसो, तइयाए सचेयणो वत्थी ॥१३॥ मज्झिसनिद्धे दो पोरिसी उ अच्चित्तु मीसओ तइए ॥ चउत्थीए सच्चित्तो, पवणो दइयाइ मज्झगओ ॥१४॥ पोरिसितिगमच्चित्तो, निद्धजहन्नम्मि मीसग चउत्थी ॥ सच्चित्त पंचमीए एवं लुक्खेऽवि दिणवुड्डी ॥१५॥ (भाष्य)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org